ચા સાથે ભૂલથી પણ આ 5 વસ્તુ ખાશો નહીં, નહીં તો તમે બની શકો છો ગંભીર બીમારીનો ભોગ!

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સવારે ચા પીવાનો શોખીન નહીં હોય. અને ચાની ચુસ્કી સાથે ગરમાગરમ નાસ્તો મળી જાય તો ચાના રસિયાઓનો દિવસ સુધરી જાય. પરંતુ શું તમે જાણો છો કે ચા જોડે શું નાસ્તો કરવો અને શું ના કરવો?

ચા સાથે ભૂલથી પણ આ 5 વસ્તુ ખાશો નહીં, નહીં તો તમે બની શકો છો ગંભીર બીમારીનો ભોગ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સવારે ચા પીવાનો શોખીન નહીં હોય. અને ચાની ચુસ્કી સાથે ગરમાગરમ નાસ્તો મળી જાય તો ચાના રસિયાઓનો દિવસ સુધરી જાય. પરંતુ શું તમે જાણો છો કે ચા જોડે શું નાસ્તો કરવો અને શું ના કરવો? જો તમે આ વાતથી અજાણ હોવ તો જાણી લેજો કારણ કે આ માહિતી તમારા આરોગ્યને સારુ રાખવામાં મદદ કરી શકે તેમ છે.

ચાની સાથે ભૂલથી પણ આ પદાર્થ ન આરોગોઃ

1) ચણાના લોટવાળી વસ્તુ ન ખાઓઃ
આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે સૌથી વધુ લોકો ચણાના લોટથી બનેલી વસ્તુઓ ચા જોડે ચણાના લોટના બનેલા ફરસાણ, પૂરી, ભજિયા અને અન્ય કોઈ વસ્તુ લેવાનું પસંદ કરચે છે. પરંતુ આ કોઈ હેલ્ધી આદત નથી. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે ચાની સાથે ચણાના લોટના ખાદ્યપદાર્થને લેવાથી શરીરમાં પોષકતત્વોની ઉણપ થઈ જાય છે અને આ પાચન સંબંધી સમસ્યાઓને પણ આમંત્રણ આપી શકે છે.

2) કાચા ખાદ્યપદાર્થ લેવા અયોગ્યઃ
હેલ્થ વિશેષજ્ઞોનું માનવું છે કે ચાની સાથે કાચા ખાદ્યપાદર્થ લેવા યોગ્ય નથી. જેવા કે સલાડ, ફણગાવેલા કઠોળ, ફણગાવેલા અનાજ અને બાફેલા ઈંડા. આ તમામ ખાદ્યપદાર્થ લેવાથી પેટને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી શકે છે.

3) ચા પીધા પછી તરત પાણી ન પીવોઃ
ચા પીતા પીતા કે ચા પીધા પછી ક્યારેય ઠંડાપીણાનું કે ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ. ચા પીધા પછી પાણી પીવાથી બચવું જોઈએ કારણ કે આવું જો નહીં કરવામાં આવે તો પાચનતંત્ર પર ખરાબ અસર પહોંચી શકે છે. તેનાથી ગંભીર એસિડિટી અથવા પેટની અન્ય સમસમ્યાઓ પણ ઉભી થઈ શકે છે. જો તમને પાણીની જરૂરિયાત લાગે તો ચા પીધા પહેલાં પાણી પી શકો છો.

4) લીંબુનું સેવન ન કરવુંઃ
અનેક લોકો ચામાં લીંબુ નિચોવીને લેમન ટી બનાવીને પીવે છે. પરંતુ આ ચા એસિડિટી અને પાચનસંબંધી, ગેસની સમસ્યાઓ ઉભી કરે છે. એટલે તબીબો પણ સલાહ આપે છે કે તમે લેમન ટી પીવો અથવા ચાની સાથે લીંબુની માત્રાવાળા પદાર્થોનું સેવન ન કરે.

5) હળદરવાળા પદાર્થોનું સેવન ન કરોઃ
ચા પીતા પીતા કે પછી ચા પીધા બાદ એવું વસ્તુઓનું સેવન ન કરો જેમાં હળદરની માત્રા વધુ હોય,. ચા અને હળદરમાં હાજર રાસાયણિક તત્વો ભેગા મળીને પેટમાં રાસાયણિક પ્રક્રિયા કરીને પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. પેટ માટે નુકસાનકારક તત્વોનું પણ નિર્માણ થઈ શકે છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news