Kabul થી એક સાથે 290 લોકોને ભારત લઈને આવી રહ્યું છે C-17 ગ્લોબ માસ્ટર, 70 અફઘાની નાગરિકો પણ સામેલ 

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પાછા લાવવાની સતત કોશિશો ચાલુ છે. અફઘાનિસ્તાનથી ભારતીય વાયુસેનાનું કાબુલથી આવી રહેલી C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંડન એરબેસ પર લેન્ડ કરી શકે છે. 

Kabul થી એક સાથે 290 લોકોને ભારત લઈને આવી રહ્યું છે C-17 ગ્લોબ માસ્ટર, 70 અફઘાની નાગરિકો પણ સામેલ 

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પાછા લાવવાની સતત કોશિશો ચાલુ છે. અફઘાનિસ્તાનથી ભારતીય વાયુસેનાનું કાબુલથી આવી રહેલી C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંડન એરબેસ પર લેન્ડ કરી શકે છે. 

C-17 વિમાનથી 290 લોકો આવી શકે છે ભારત
એવા ખબર છે કે આ વખતે C-17 વિમાનથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા 290 લોકોને ભારત લાવવામાં આવી શકે છે. આ 290 લોકોમાં 220 ભારતીયો અને 70 અફઘાનિસ્તાનના નાગરિકો સામેલ છે. સૂત્રોથી જાણવા મળ્યું છે કે તેમાં કેટલાક શીખો પણ સામેલ છે. અફઘાનિસ્તાનના એ શીખ છે જેમણે ભારત સરકારને ત્યાંથી બહાર  કાઢવાની અપીલ કરી હતી. 

અફઘાનિસ્તાનના સાંસદ પણ ભારત આવી શકે છે
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઓપરેશન એરલિફ્ટ ટુ  (Operation Airlift 2) માં આ વખતે કેટલાક અફઘાનિસ્તાનના સાંસદો પણ ભારત આવી શકે છે. આ વિમાન હિંડન એરબેસ પર ક્યારે ઉતરણ કરશે તેની નક્કર જાણકારી મળી નથી. પરંતુ અહીંના લોકોને લેવા માટે સવાર સવારમાં 5 બસો હિંડન એરબેસ પહોંચી ચૂકી છે. 

ભારતીયોને કાઢવા માટે એક્શનમાં વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના સૂત્રો પાસેથી મોટી જાણકારી મળી છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસીને લઈને વિદેશ મંત્રાલય એક્શનમાં છે. આ માટે અફઘાનિસ્તાનમાં રહેતા તમામ ભારતીયોને ડેટાબેસ તૈયાર થઈ રહ્યો છે અને હેલ્પલાઈન નંબરથી સતત 24 કલાકની વિગતો લેવાઈ રહી છે. વિદેશ મંત્રાલયનું અફઘાન સેલ 24 કલાક સક્રિય છે અને ફોન તથા ઈમેઈલ દ્વારા સંપર્ક થઈ શકે છે. 

400થી 500 ભારતીયો ફસાયેલા હોવાનું અનુમાન
અફઘાન સેલ 16 ઓગસ્ટથી કામ કરી રહ્યું છે અને વિઝા માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી છે. કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસથી તમામ ભારતીય કર્મચારીઓ સ્વદેશ પાછા ફરી ચૂક્યા છે અને દૂતાવાસમાં હાલ 35-40 સ્થાનિક લોકોનો સ્ટાફ જ હાજર છે. જો કે અફઘાનિસ્તાનમાં કુલ કેટલા ભારતીયો છે તેનો આંકડો નથી પરંતુ 400થી 500  ભારતીયો હોવાનું અનુમાન છે. એરપોર્ટ પહોંચી તમામ ભારતીયો માટે વાયુસેનાનું અભિયાન ચાલુ છે. 

તમામ મિત્ર દેશોના સંપર્કમાં છે ભારત
અફઘાનિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીયોનો સંપર્ક થઈ રહ્યો છે અને આંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા લોકોની પરેશાનીના પણ અહેવાલો છે. અફઘાનિસ્તાનના પાડોશી દેશોથી પણ વિમાનોની વ્યવસ્થા થઈ રહી છે અને ભારત આ ઓપરેશનને સફળ બનાવવા માટે તમામ મિત્ર દેશોની સાથે સતત સંપર્કમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news