કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનની મંશા મેલી તેના પર વિશ્વાસ નહી: અમરિંદર સિંહ
અમરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાનનો એજન્ડા નાપાક અને રાજનીતિક છે જેથી તે શીખોની ભાવના ભડકાવી શકે
Trending Photos
ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે શનિવારે કહ્યું કે, તેઓ કરતારપુર કોરિડોર ખોલવા પાછળની પાકિસ્તાનની મંશા પર વિશ્વાસ નથી કરતા. અમરિંદર સિંહે કહ્યું કે, તેનો એજન્ડા ક્યારે પણ પાક ન હોઇ શકે નાકાપ અને રાજનીતિક છે અને તેનો ઉદ્દેશ્ય શીખોની ભાવનાઓનું દોહન કરવાની છે. અમરિંદર સિંહે પોતાની સરકારનાં બે વર્ષ પુર્ણ થવા પ્રસંગે આયોજીત પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાકિસ્તાન એક અલગ જ ઇરાદા સાથે આવું કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય શાંતિને વધારવાનો જરા પણ નથી. ભારતનો એજન્ડા ધાર્મિક, પરંતુ પાકિસ્તાનનો એજન્ડા આખો અલગ જ અને વિધ્વંસક છે.
બેંક ડિફોલ્ટરની ચૂંટણી લડવા પર લાગી શકે છે પ્રતિબંધ, પંચે સ્વિકારી આ વાત
15 હજાર શ્રદ્ધાળુઓને રોજિંદી રીતે ગુરૂદ્વારા જવાની પરવાનગી મળે.
અમરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાને આ કોરિડોરમાંથી પસાર થવા માટે શ્રદ્ધાળુઓની જેટલી સંખ્યા પ્રસ્તાવિત કરી છે તે બિલ્કુ પણ પુરતી નથી અને તેઓ ઇચ્છે છે કે ઓછામાં ઓછા 15 હજાર શ્રદ્ધાળુઓને પ્રતિદિવસ ઐતિહાસિક જવા માટેની પરવાનગી આપવામાં આવે.
પંજાબના મુખ્યમંત્રીએ કરતારપુર ગુરૂદ્વારા માટે ખુલી યાત્રાની પોતાની માંગ બેવડાવી અને આ પ્રકારનાં ગલિયારાનાં તર્ક પર સવાલ ઉઠાવ્યો ત્યાર બાદ પણ પાસપોર્ટ અને વીઝાની જરૂરિયાત હોય. તેમણે કહ્યું કે, ઓળખનાં પુરાવા નિશ્ચિત રીતે જરૂરી છે પરંતુ પાસપોર્ટ જ હોવો જરૂરી ન હોવો જોઇએ. ભારત અને પાકિસ્તાન ગત્ત વર્ષે ગુરદાસપુર જિલ્લા ખાતે બાબા નાનક ગુરૂદ્વારાને પાકિસ્તાનનાં કરતારપુર ખાતે ગુરૂદ્વારા દરબાર સાહિબ સાથે જોડવા માટે એક વિશેષ સીમા ખોલવા સંમત થયા હતા. બંન્ને દેશ કોરિડોરને નવેમ્બરમાં ગુરૂનાનકની 5580મી જયંતી પ્રસંગે ખોલવા માટે સંમત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે