કરતારપુર કોરિડોર

Exclusive:PAKના કરતારપુર કોરિડોર ખોલવાના નિર્ણય પર રોષે ભરાયું ભારત, કહી આ મહત્વની વાત

પાકિસ્તાન (Pakistan)ના કરતારપુર કોરિડોર (Kartarpur Sahib Corridor)ને 29 જૂનથી ખોલવાનો નિર્ણય કર્યો છે. પાકના કોરિડોર ખોલવાના પ્રસ્તાવ પર ભારતે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, કરતારપુર કોરિડોર ખોલવા માટે બે દિવસનો નોટિસ પીરિયડ દ્વિપક્ષીય કરારની વિરૂધ છે, જે સાત દિવસના નોટિસનો સમય આપે છે.

Jun 27, 2020, 04:28 PM IST

કરતારપુરમાં ભારે પવનથી ગુરૂદ્વારાના ગુંબજો ક્ષતિગ્રસ્ત, નિર્માણને લઈને પાકની ખુલી પોલ

શીખ શ્રદ્ધાળુઓ માટે શરૂ કરવામાં આવેલા આ કોરિડોરને લઈને પાકિસ્તાને ખુબ પ્રશંસા પ્રાપ્ત કરી હતી. કરતારપુર કોરિડોરને લઈને તેણે ખુબ ઢંઢેરો પિટ્યો હતો અને વાસ્તવમાં શું છે, તે આ તસવીરોથી જાણવા મળી રહ્યું છે. 
 

Apr 19, 2020, 07:45 AM IST

પાકિસ્તાન: ખાદિમ રિઝવીનું ભડકાઉ નિવેદન, 'જેમને શીખ કોમ પ્રત્યે પ્રેમ હોય તે અમૃતસર જતા રહે'

 પાકિસ્તાન (Pakistan) ની તહરીકે એ લબ્બેક પાર્ટીના નેતા ખાદિમ હુસેન રિઝવીએ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. રિઝવીએ કહ્યું કે જેમને શીખો પ્રત્યે એટલો પ્રેમ હોય તે લોકો સરહદ પાર કરીને અમૃતસર જતા રહે. 

Dec 1, 2019, 06:59 PM IST

કરતારપુર કોરિડોર દ્વારા હિન્દુસ્તાનને જખમ આપવાનું PAKનું ષડયંત્ર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નો ઉપયોગ નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે  પાકિસ્તાન (Pakistan)  ઈચ્છુક હોવાના મુદ્દે દેશના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Nityanand Rai)  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ડેરાબાબા નાનક પર કરતારપુર સાહિબ કોરિડોર બીએસએફના હાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આપણા જવાનોની મહેનતના કારણે દુશ્મનોએ ઘૂસણખોરી કે કોઈ અપરાધને અંજામ આપતા પહેલા અનેકવાર વિચારવું પડશે. ગૃહ રાજ્યમંત્રી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના 55માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. 

Dec 1, 2019, 05:13 PM IST

કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનના મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, બાજવાનું ભયંકર ષડયંત્ર

ઈમરાન ખાન (Imran Khan) ના નીકટ અને પાકિસ્તાના રેલ મંત્રી શેખ રશીદ અહેમદે (Sheikh Rasheed) શનિવારે સ્વીકાર્યું કે કરતારપુર કોરિડોર સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના મગજની ઉપજ હતી. કોરિડોરના આ ઘાવને હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે. જ્યારે તેનાથી  બિલકુલ ઉલટુ પાકિસ્તાન (Pakistan) સરકાર અત્યાર સુધી એ દાવો કરી રહી હતી કે કોરિડોર ખોલવો એ વડાપ્રધાન ઈમરાન ખાનની સોચ છે. 

Nov 30, 2019, 09:53 PM IST

ભારતે સિયાચીનને પર્યટકો માટે ખુલ્લુ મૂકતા પાકિસ્તાનને લાગ્યા મરચા

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રની ઓળખ ધરાવતા સિયાચીન(Siachen)ને પર્યટકો માટે ખોલવાના ભારત(India)ના નિર્ણય પર પાકિસ્તાને(Pakistan) આપત્તિ નોંધાવી છે.

Nov 22, 2019, 09:44 PM IST

VIDEO: પાકિસ્તાનના મંત્રી હોશિયારી મારવા ગયા, પરંતુ પૂર્વ PMના પત્નીએ નાક કાપી લીધુ

એક વીડિયો વાઈરલ થયો છે જેમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે  તેઓ મનમોહન સિંહના ઘરે ગયા હતાં.

Nov 11, 2019, 02:12 PM IST

માથે શીખ પાઘડી પહેરીને ઐતિહાસિક નગર ડેરા બાબા નાનક પર PMએ શિશ ઝૂકવ્યું

કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)  નું ઉદઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સુલ્તાનપુર લોધી શહેર પહોંચીને બેર સાહિબ ગુરુદ્વારામાં શિષ ઝીકવ્યું હતું. તેના બાદ પીએમ મોદી પાકિસ્તાનની બોર્ડર સાથે અડીને આવેલ પંજાબના ગુરુદાસપુર જિલ્લા સ્થિત ઐતિહાસિક નગર ડેરા બાબા નાનક પહોંચ્યા, જ્યાં તેઓએ સમય વિતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવનો 12 નવેમ્બરના રોજ યોજાનાર 550મા જન્મોત્સવ યોજાનાર છે. આ અવસર 72 વર્ષ બાદ આવ્યો છે, જ્યારે ભારતીય શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જઈને કરતારપુર સાહિબમાં દર્શન કરી શકશે. 

Nov 9, 2019, 12:18 PM IST

નફ્ફટ પાકિસ્તાનઃ કરતારપુર કોરિડોરની મુલાકાત લેનારા દરેક શ્રદ્ધાળુ પાસેથી વસુલશે 20 ડોલર ફી

આ અગાઉ 1 નવેમ્બરના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ ગયા પછી તેની મુલાકાત લેનારા શ્રદ્ધાળુ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહીં. 

Nov 8, 2019, 05:44 PM IST

સિદ્ધુને મળી પાકિસ્તાન જવાની મંજુરી, અટારી નહીં પરંતુ કરતારપુર કોરિડોરથી જઈ શકશે

સિદ્ધુએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, "હું સ્પષ્ટ રીતે જણાવા માગું છું કે, જો સરકારને માર્ગમાં કોઈ અડચણ છે અને મને મંજુરી નથી આપતી તો હું નહીં જાઉં. પરંતુ જો તમે મારા ત્રીજા પત્રનો જવાબ નહીં આપો તો હું શિખ શ્રદ્ધાળુઓ સાથે પાકિસ્તાન જઈશ."

Nov 7, 2019, 09:55 PM IST

કરતારપુર ગુરુદ્વારા સાહિબ જનારા શ્રદ્ધાળુઓએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવો જરૂરીઃ વિદેશ મંત્રાલય

રવિશ કુમારે વધુમાં જણાવ્યું કે, "પાકિસ્તાન સાથે થયેલા એમઓયુ અુસાર ભારતીય શ્રદ્ધાળુએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે. ભારત એક પક્ષીય રીતે એમઓયુમાં ફેરફાર કરી શકે નહીં. તેના માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. પાકિસ્તાનના તંત્રમાં ઘણું જ કન્ફ્યુઝન છે."
 

Nov 7, 2019, 05:13 PM IST

કરતારપુર કોરિડોર ખૂલવાને ગણતરીના કલાકો બાકી, ત્યાં પાકિસ્તાને શીખ શ્રદ્ધાળુઓ સામે મૂકી શરત

આઈએસપીઆર પ્રમુખ મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના માધ્યમથી પાકિસ્તાનના પંજાબ પ્રાંત સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં જનારા ભારતીયો શીખ તીર્થ યાત્રીઓ પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) 1 નવેમ્બરના રોજ ટ્વિટર પર કરતારપુર કોરિડોર કામગીરી પૂરી થવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે આવનારા લોકોને પોતાની સાથે ઓળખ પત્ર તરીકે પોસપોર્સ લાવવા અને પૂર્વ રજિસ્ટ્રેશનમાં છૂટ આપવાની વાત કરી હતી.

Nov 7, 2019, 02:48 PM IST

નવજોત સિંહ સિદ્ધુને એકલા પાકિસ્તાન જવા માટે મંજુરી ન મળીઃ સૂત્ર

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના નિમંત્રણનો સ્વીકાર કર્યા પછી પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે વિદેશ મંત્રી એસ. જયશંકરને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પાકિસ્તાન જવા અંગે સરકારની મંજુરી માગી હતી

Nov 6, 2019, 07:53 PM IST

પંજાબના ડેરા નાનક બાબામાં આતંકવાદીઓની ઘુસણખોરીના ઇનપૂટઃ BSFને રિપોર્ટ આપવા આદેશ

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેરા બાબા નાનક ખાતે એક જાહેર સભા સંબોધવાના છે અને અહીંથી તેઓ કરતારપુર કોરિડોર અને પેસેન્ડર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવાના છે. 

Nov 6, 2019, 02:11 PM IST

પાકિસ્તાનની તૈયારી પૂર્ણઃ શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે ઈમરાન ખાન

ગુરૂદ્વારા દરબાર સાહિબના નામથી પ્રસિદ્ધ કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મનું સૌથી મોટું તીર્થધામ છે, જ્યાં ગૂરુ નાનક દેવજીએ પોતાના જીવનના અંતિમ 18 વર્ષ પસાર કર્યા હતા.
 

Nov 5, 2019, 05:32 PM IST

કરતારપુર કોરિડોરઃ 1303 ભારતીય શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો પાકિસ્તાન જવા માટે રવાના

શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા ગુરૂનાનાક દેવના જન્મસ્થાન- નનકાના સાહિબ, હસનઅબ્દલ શહેરમાં પંજા સાહિબ અને કરતારપુર સાહિદ સહિત શીખ ધર્મસ્થળોની મુલાકાત લેશે.

Nov 5, 2019, 04:46 PM IST

કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ 

ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે.

Nov 4, 2019, 01:03 PM IST

સિદ્ધુને પાકિસ્તાન જવાની ફરી ચળ ઉપડી, વિદેશ મંત્રી અને મુખ્યમંત્રી પાસે માગી મંજુરી

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજરી આપવાના કારણે નવજોત સિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાઈ ગયા હતા. જેના કારણે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે, સિદ્ધુએ હવે પાકિસ્તાન જવા માટે રાજકીય મંજુરી લેવાની રહેશે.

Nov 2, 2019, 05:26 PM IST

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે પાકિસ્તાને નવજોત સિંહ સિદ્ધુને મોકલ્યું આમંત્રણ

પાકિસ્તાનના કરતારપુર કોરિડોર માટે પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ મોકલ્યું છે. પરંતુ હજુ સુધી સિદ્ધુ તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.

Oct 30, 2019, 07:35 PM IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર કોરિડોર

કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા. 

Oct 29, 2019, 11:15 PM IST