સ્કૂલ બેગનો ભાર થશે હળવો, હોમવર્ક પણ લિમિટથી વધુ નહી, શિક્ષણ મંત્રાલયે આપી સલાહ
પોલિસી ડોક્યૂમેંટમાં કહેવામાં આવ્યું ''સ્કૂલબેગમાં અલગ-અલગ કમ્પાર્ટમેન્ટ હોવા જોઇએ તથા તેનું વજન પણ ઓછું હોવું જોઇએ. સ્કૂલબેગમાં બે ગાદીવાળી એકસરખી પટ્ટીઓ હોવી જોઇએ જે બે ખભા પર ફિટ થઇ શકે.
Trending Photos
નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલયે નવી સ્કૂલ બેગ પોલિસી હેઠળ હવે સ્કૂલનું વજન વિદ્યાર્થીના વજન કરતાં 10 ટકા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘણા અન્ય નિયમ પણ જાહેર કરવામાં આવ્યા છે. જે લાગૂ થયા બાદ સ્કૂલના બાળકોનો અભ્યાસમાં મોટાપાયે ફેરફાર જોવા મળશે. પોલિસી અનુસાર ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ માટે કોઇ હોમવર્ક નહી. નાની ક્લાસીસના બાળકોને ફક્ત સ્કૂલમાં જ અભ્યાસ કરાવવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 1 થી 10મા ધોરણ સુધી વિદ્યાર્થીઓના સ્કૂલ બેગનું વજન પણ, વિદ્યાર્થીના વજનના 10 ટકાથી વધુ ન હોવું જોઇએ. સ્કૂલમાં કહેવામાં આવ્યું છે કે તે સ્કૂલ પરિસરમાં ડિજિટલ વેટિંગ મશીન રાખો અને સ્કૂલ બેગના વજનને નિયમિત રૂપથી ચેક કરો.
આ ઉપરાંત સ્કૂલોમાં લોકર અને ડિજિટલ વેટિંગ મશીન ઉપલબ્ધ કરાવવા, પરિસરમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને ટ્રોલી સ્કૂલ બેગને પ્રતિબંધિત કરવી પણ સ્કૂલ બેગ પર પોતાની નવી નીતિમાં શિક્ષણ મંત્રાલય દ્વારા ભલામણોથી એક છે. નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (NEP)ની ભલામણોના અનુસાર આ ક્ષેત્રમાં કરવામાં આવેલા શોધ અધ્યનોના આધારે, સ્કૂલ બેગના પ્રમાણભૂત વજન વિશે આંતરાષ્ટ્રીય એજન્સીઓની ભલામણો હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લીધે સ્કૂલોમાં ટ્રોલી બેગના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
પોલિસી ડોક્યૂમેંટમાં કહેવામાં આવ્યું ''સ્કૂલબેગમાં અલગ-અલગ કમ્પાર્ટમેન્ટ હોવા જોઇએ તથા તેનું વજન પણ ઓછું હોવું જોઇએ. સ્કૂલબેગમાં બે ગાદીવાળી એકસરખી પટ્ટીઓ હોવી જોઇએ જે બે ખભા પર ફિટ થઇ શકે. પૈડાવાળા સ્કૂલબેગને અનુમતિ આપવી ન જોઇએ કારણ કે આ સીડીઓ પર ચઢતી વખતે બાળકો ઇજા પહોંચી શકે છે. બાળકો માટે કોઇ પુસ્તકની પસંદગી માટે પુસ્તકનું વજન પણ તપાસવું જોઇએ. દરેક પુસ્તકનું વજન પ્રકાશકો દ્વારા પ્રતિ વર્ગ મીટર સાથે પુસ્તક પર ક છપાયેલું હોવું જોઇએ.
નીતિમાં વિભિન્ન સ્તરો પર વિદ્યાર્થીઓ માટે હોમવર્ક વિશે પણ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેના હેઠળ ધોરણ 2 ધોરણના બાળકો માટે કોઇ હોમવર્ક નહી હોય અને ધોરણ 9 થી 12 સુધીના બાળકો માટે દરેક દિવસ વધુમાં વધુ બે કલાક હોમવર્ક આપવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રાલયનું માનવું છે કે નવા નિયમો સાથે વિદ્યાર્થીઓમાં થ્યોરિટિકલ નોલેજ સ્થળ પર પ્રેક્ટિકલ નોલેજને પ્રોત્સાહન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે