Coronavirus: ભૂલથી ક્લિક ના કરતા આ લિંક, CBIએ પણ કર્યા તમને સાવધાન

કોરોના વાયરસ (Coronavirus) મહામારી માત્ર જીવ પર હુમલો નથી કરી રહ્યું. હવે તે તમારા બેંક ખાતામાં પણ પ્રવેશ કરી શકે છે. આ ભયને ધ્યાનમાં લઈને દેશની ગુપ્તચર એજન્સી સીબીઆઈએ સામાન્ય લોકોને ચેતવણી આપી છે. આ કેસની ગંભીરતાનો અંદાજ તમે માત્ર આ વાતથી લગાવી શકો છે કે પહેલીવાર છે જ્યારે દેશની સૌથી મોટી તપાસ એજન્સી કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકોને ચેતવણી આપી રહી છે.
Coronavirus: ભૂલથી ક્લિક ના કરતા આ લિંક, CBIએ પણ કર્યા તમને સાવધાન

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારી માત્ર જીવ પર હુમલો નથી કરી રહ્યું. હવે તે તમારા બેંક ખાતામાં પણ પ્રવેશ કરી શકે છે. આ ભયને ધ્યાનમાં લઈને દેશની ગુપ્તચર એજન્સી સીબીઆઈએ સામાન્ય લોકોને ચેતવણી આપી છે. આ કેસની ગંભીરતાનો અંદાજ તમે માત્ર આ વાતથી લગાવી શકો છે કે પહેલીવાર છે જ્યારે દેશની સૌથી મોટી તપાસ એજન્સી કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકોને ચેતવણી આપી રહી છે.

અમારી સહયોગી વેબસાઇટ DNA અનુસાર તપાસ એજન્સી બ્યુરો ઇન્વેસ્ટિગેશન (CBI)એ કોરોના વાયરસના નામે થયેલા કૌભાંડ અંગે દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને ચેતવણી જાહેર કરી છે. CBIએ લોકોને કોરોનાથી સંબંધિત અપડેટ્સ જાણવા માટે ડાઉનલોડ કરેલી એપ્સ વિશે ચેતવણી આપી છે. જેના દ્વારા યુઝર્સને નકલી લિંક્સ મોકલીને હેકર્સ બેંકિંગ સ્કેમ અને ક્રેડિટ કાર્ડની વિગતો ચોરી રહ્યા છે.

કેવી રીતે થઈ રહી છે ચોરી
નિષ્ણાંતોના મતે સેકબરસ (Cerbers) નામના સોફ્ટવેર દ્વારા હેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને હેકર્સ યુઝર્સના સ્માર્ટ ફોનમાંથી ડેટા ચોરી રહ્યા છે. સાથે જ આ સોફ્ટવેર બેકિંગ ટ્રોજન દ્વારા કોરોના વિશે જાણકારી બતાવવા જેવી લિંક ડાઉનલોડ કરવા માટે યૂઝર્સને SMS મોકલે છે. ક્લિક કરવા પર, સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. જે બાદ હેકર્સ યુઝર્સનો ડેટા હેક કરે છે.

લોકડાઉનને કારણે યૂઝર્સ ઓનલાઇન પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. નિષ્ણાંતોના મતે આ વખતે મહત્તમ સાયબર ક્રાઇમ વધ્યો છે. આઇટી અને સાયબર નિષ્ણાતો માને છે કે આ સજાગો માટે યૂઝર્સએ હંમેશાં એલર્ટ રહેવું પડશે. આવી ફરિયાદો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news