APK File Fraud: સાયબર ગુનેગારો ઇન્વોઇસ અથવા ઇન્વિટેશન હોવાનો ઢોંગ કરીને WhatsApp, Telegram, અથવા SMS દ્વારા APK ફાઇલો મોકલી રહ્યા છે અને મોબાઇલ ફોન પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે. જો તમારી સાથે છેતરપિંડી થઈ હોય, તો તેમને 1930 પર જાણ કરો.
જામનગરમાં ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવાનને બેંક અધિકારીના નામે સૌપ્રથમ મેઈલ આવે છે અને વોટ્સએપ પર એક ફાઈલ મોકલવામાં આવે છે, જેમાં બેંક તરફથી માહિતી માગી હોય તેવું જણાવવામાં આવે છે. ફાઈલ ખોલી તેમાં ડેટા ભરતાં જ યુવકનું અકાઉન્ટ ખાલી થઈ જાય છે. 2.35 લાખની ઓનલાઈન ઠગાઈ થઈ હોય છે. આ પ્રકારની ફાઈલ કે અટેચમેન્ટને ખોલતા પહેલા ખરાઈ કરવી જરુરી બન્યું છે.
સ્કેમર્સે ડેટાની ચોરી કરવા અને નાણાંની છેતરપિંડી કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. અમેરિકન એજન્સી એફબીઆઈએ નવા પ્રકારના સ્મિશિંગ એટેક્સને લઈને ચેતવણી જાહેર કરી છે.
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ગુનાઓની સંખ્યા વધી રહી છે. લોકો સાથે વિવિધ રીતે છેતરપિંડી કરી બેંક એકાઉન્ટ ખાલી કરી લેવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે દેશમાં છેલ્લા એક વર્ષમાં સાયબર ફ્રોડના કેસમાં ચાર ગણો વધારો થયો છે.
Online Scam: ટેલીગ્રામ યુઝ કરતા લોકોએ વધારે એલર્ટ રહેવાની જરૂર છે. ટેલીગ્રામ પર અલગ અલગ નંબર પરથી ફ્રેન્ડશીપના મેસેજ કરી લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. આવા મેસેજમાં ફ્રેન્ડશીપ કરવા અને ગિફ્ટની લાલચ આપી લોકોના બેન્ક અકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે.
What is E-Challan Scam: ઈ-ચલણ સ્કેમ એક ઓનલાઈન છેતરપિંડી છે જેમાં છેતરપિંડી કરનારાઓ તમને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરે છે કે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે અને ચલણ ચૂકવવું પડશે. તેઓ તમને નકલી ઇમેઇલ અથવા SMS મોકલી શકે છે જેમાં લિંક અથવા ફોન નંબર હોય છે. જો તમે તે લિંક પર ક્લિક કરો છો અથવા તે નંબર પર કૉલ કરો છો, તો તેઓ તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો માંગી શકે છે અને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આવો તમને આનાથી બચવાના ઉપાયો જણાવીએ.
સોશિયલ મીડિયાના જમાનામાં લોકો અલગ-અલગ રીતે છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે. આવી એક ઘટના આણંદમાં બની છે. અહીં ફેસબુક પર લોન આપવાની જાહેરાત આપી લોકો સાથે ફ્રોડ કરવામાં આવતો હતો.
Online Scam: ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ રીતસર આખુ રેકેટ ચલાવે છે. આવા એક નહીં અનેક ગ્રૂપ છે જે લોકોને ઉલ્લુ બનાવીને તેમના પૈસા પડાવી લે છે. તેના માટે તે તમારા મોબાઈલમાં નકલી લિંક મોકલીને તમારી વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે. જાણો આવા ચીટરોથી બચવા શું કરવું જોઈએ....
AI Voice Scam: સાઇબર સ્કેમર્સે લોકોને છેતરવા માટે સાવ નવી રીત અપનાવી લીધી છે. લોગોને તેના પરિવારજનોના અવાજમાં કોલ કરી છેતરવામાં આવી રહ્યાં છે. આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને એક યૂઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.
બેંગલુરૂમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં દેવામાં ડૂબેલા એક વ્યક્તિએ જ્યારે પોતાની કિડની વેચવા કાઢી તો તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ.
Instagram Scam:હેકર્સ હવે એવા લોકોને નિશાન બનાવે છે જે ઈંસ્ટાગ્રામ પર અલગ અલગ કન્ટેન્ટ પોસ્ટ કરતા હોય અને તેમના ફોલોવર્સ ની સંખ્યા હજારો અને લાખોમાં હોય. આવા લોકોને ઈંસ્ટાગ્રામ તરફથી મેસેજ કે ઈમેલ આવે છે.. આ મેસેજ પર ક્લિક કરતાની સાથે જ અકાઉન્ટ હૈક થઈ જાય છે...
હાલમાં ઓનલાઈન કૌભાંડોને રોકવા માટે સરકાર સતત નવા પગલા લઈ રહી છે. અમે તમને કેટલીક એવી ટેકનીકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારું બેંક એકાઉન્ટ સુરક્ષિત કરી શકાય છે. ઉપરાંત, તમારે આ એપ્સને તુરંત જ ફોનમાંથી કાઢી નાખવી જોઈએ.
Cyber Fraud: સાઈબર ફ્રોડથી ગુમાવ્યા છે રૂપિયા? ચિંતા ન કરો, ડાયલ કરો આ નંબર, તમને તમારા રૂપિયા પરત મળી જશે. વાસ્તવમાં, ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ સામે લડના માટે એક નંબર જાહેર કર્યો છે. તમે આ નંબર પર કૉલ કરીને તમારી સાયબર સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર 1930 છે. આ નંબર પર ફોન કરીને સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકાય છે.
આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કેસ ખુબ વધી રહ્યાં છે. સ્કેમર્સ નવી-નવી રીતે લોકોને છેતરી રહ્યાં છે. લોકો પણ જાણતા કે અજાણતા તેનો ભોગ બની જાય છે. આવો એક કિસ્સો બેંગલુરૂમાં સામે આવ્યો છે. જ્યાં મહિલાના ખાતામાંથી 61 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે.
Instagram Fraud: દિલ્હીમાં એક મહિલા ઈન્સ્ટાગ્રામ પર ક્લિક કરીને સાઈબર ઠગની જાળમાં ફસાઈ ગઈ. આરોપીઓએ રોકાણ પર દસ ગણો નફો આપવાનું વચન આપીને સાયબર છેતરપિંડી કરી હતી.
Online Scam: જો તમે પણ આઈફોન ખરીદવા માટે ઘણા સમયથી પૈસા બચાવ્યા છે પરંતુ હવે ખોટી ડિલિવરી થવાનો ડર છે તો આ માહિતી તમારા માટે છે. અહીં અમે તમને જણાવીશું કે ઓનલાઈન ઓર્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને જો તમને ખોટું પાર્સલ મળે તો શું કરવું.
Online Banking: આ બાબત વાંચીને તમે જાણી શકો છો કે બેંકમાં તમારો ફોન નંબર અપડેટ કરવો કેટલો જરૂરી છે. તમને જણાવી દઈએ કે એક NRI સાથે 57 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આ મામલો.
Online Frud:25 વર્ષીય નિકિતાએ 16 ઓગસ્ટે છોકરાને પહેલીવાર ફોન કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પરથી છોકરાનો ફોન નંબર મેળવ્યો. બંનેએ એપની મદદથી વીડિયો ચેટિંગ શરૂ કર્યું. થોડા કોલ કર્યા પછી જ, નિકિતાએ છોકરાને તે કરવા કહ્યું જે કેમેરામાં ખૂબ જોખમી હતું.
Online Scam: નિવૃત્ત જજે પોલીસને આપેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે કથિત કોલ સવારે 9.30 વાગ્યે આવ્યો હતો, જ્યારે તે અને તેમનો પુત્ર સેક્ટર 17માં તેમની ચેમ્બરમાં બેઠા હતા. તેણે કહ્યું કે જેવો જ કોલ આવ્યો, તેના પુત્રએ જોયું કે કોલના બીજા છેડે એક છોકરી હતી જે તેના કપડાં ઉતારી રહી હતી.
Online Scam: જો તે પણ કોઈ કંપનીમાં કામ કરો છો તો સાવધાન થઈ જાવ કારણ કે હેકર્સનો ટાર્ગેટ હવે તમે છો. હવે નવી રીતે લોકોને પોતાની ઝાળમાં ફસાવવામાં આવી રહ્યાં છે.
Online Fraud: એક સોફ્ટવેર એન્જીનિયર સાથે થયું જે ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી કેબ બુક કરાવી રહ્યો હતો. અને તેના અકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉડી ગયા.
ICC Scam: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCને મોટું નુકસાન થયું છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, ICC સાથે 2.5 મિલિયન ડોલરનું કૌભાંડ થયું છે. આ અંગે અમેરિકન તપાસ એજન્સીને ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ આરોપીની શોધખોળ ચાલુ છે