CBI હચમચી ગયું, સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો મોટો આરોપ

 ગુજરાત કેડરના અને હાલ CBIના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, આ કેસ 15 ઓક્ટોબરના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર મુજબ, રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે. રાકેશ અસ્થાનાએ મોઈન કુરેશીનો કેસ બંધ કરવાના બદલામાં લાંચ લીધી છે. આ મામલામાં પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મનોજ પ્રસાદ (મિડલમેન)નું નિવેદન લેવામાં આવ્યું છે. મનોજ દૂબઈમાં રહે છે. 

CBI હચમચી ગયું, સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો મોટો આરોપ

જિતેન્દ્ર શર્મા/નવી દિલ્હી : ગુજરાત કેડરના અને હાલ CBIના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, આ કેસ 15 ઓક્ટોબરના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર મુજબ, રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે. રાકેશ અસ્થાનાએ મોઈન કુરેશીનો કેસ બંધ કરવાના બદલામાં લાંચ લીધી છે. આ મામલામાં પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મનોજ પ્રસાદ (મિડલમેન)નું નિવેદન લેવામાં આવ્યું છે. મનોજ દૂબઈમાં રહે છે. 

આ મામલામાં હૈદરાબાદના વેપારી સના સતીષનું પણ નિવેદન નોંદવામાં આવ્યું છે. આરોપ છે કે, મોઈન માટે સના સતીષ રૂપિયાની વ્યવસ્થા કરી રહ્યો હતો. આ લાંચ મનોજના માધ્યમથી આપવામાં આવી રહી હતી. CBI એ મનોજની ધરપકડ કરી લીધી છે. 21 સપ્ટેમ્બરના રોજ CBI ડાયરેક્ટરે રાકેશ અસ્થાનાની વિરુદ્ધમાં નિવેદન પણ આપ્યું હતું.

'CBI डायरेक्टर के खिलाफ अस्थाना की शिकायत दुर्भावनापूर्ण'

નિવેદનમાં કહ્યું હતું કે, રાકેશ અસ્થાનાની વિરુદ્ધ 6 કેસમાં તપાસ ચાલી રહી છે. સાંડેસરા ગ્રૂપ પાસેથી રૂપિયા લેવાનો આરોપ છે. મામલાની ફરિયાદ CVCને પણ કરવામાં આવી છે. આ પહેલા રાકેશ અસ્થાનાએ પણ CVC અને PMO ને CBI ડાયરેક્ટર આલોક વર્માની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કેસમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યો હત. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાકેશ અસ્થાનાએ હૈદરાબાદમાં કોઈ શખ્સનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પત્રમાં લખ્યું છે કે, સીબીઆઈ ડાયરેક્ટરે તે વ્યક્તિ પાસેથી 2 કરોડ રૂપિયાની લાંચ લીધી છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચે આ લડાઈ મહિનાઓથી ચાલી રહી છે. વર્મા પર આરોપ છે કે, તેમણે અસ્થાનાની સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે થયેલી નિયુક્તિનો વિરોધ કર્યો હતો. અધિકારિક ટુર પર જે સમયે વર્મા દેશની બહાર હતા, ત્યારે જ તેમણે સીબીઆઈ પ્રતિનિધિ તરીકે અસ્થાનાની બેઠકમાં ભાગ લેવા પર ખેદ વ્યક્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news