CBSE 12th Board Result 2021 Formula: 30:30:40 ના ફોર્મ્યુલાથી તૈયાર થશે પરિણામ, જાણો કેવી રીતે વિદ્યાર્થીઓને મળશે નંબર

CBSE 12th Board Result 2021 Formula latest update: માધ્યમિક શિક્ષણ બોર્ડ  (CBSE) એ ધોરણ-12નું પરિણામ  (CBSE 12th Board Result 2021) તૈયાર કરવાની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે. બોર્ડે તે માટે 30:30:40 ની ફોર્મ્યુલા અપનાવી છે. 

CBSE 12th Board Result 2021 Formula: 30:30:40 ના ફોર્મ્યુલાથી તૈયાર થશે પરિણામ, જાણો કેવી રીતે વિદ્યાર્થીઓને મળશે નંબર

નવી દિલ્હીઃ CBSE 12th Board Result 2021 Formula latest update: માધ્યમિક શિક્ષણ બોર્ડ  (CBSE) એ ધોરણ-12નું પરિણામ  (CBSE 12th Board Result 2021) તૈયાર કરવાની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે. બોર્ડે તે માટે 30:30:40 ની ફોર્મ્યુલા અપનાવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના સંકટને કારણે સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી. 

એક અખબારના રિપોર્ટ પ્રમાણે સીબીએસઈએ પરિણામ માટે ફોર્મ્યુલા નક્કી કરવા માટે 1 સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીએ  30:30:40 ની ફોર્મ્યુલાનું સૂચન કર્યું છે. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામમાં 30 ટકા વેઇટેજ 10ના પરિણામનું, 30 ટકા વેઇટેજ ધોરણ 11ના ફાઇનલ પરિણામનું અને 40 ટકા વેઇટેજ ધોરણ-12ના પ્રી-બોર્ડ પરિણામને આપવામાં આવશે. 

રિપોર્ટ પ્રમાણે આ કમિટી રિઝલ્ટ  (CBSE Board Result 2021) નક્કી કરવાની ફોર્મ્યુલા વિશે 17 જૂન એટલે કે ગુરૂવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપશે. ત્યારબાદ તેની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે 1 જૂને સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક રાજ્ય શિક્ષણો બોર્ડે પણ ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંકટની અસર વર્ષ 2020-21 ના શૈક્ષણિક સત્ર પર પણ પડી હતી. શાળામાં ફિઝિકલ ક્લાસ શરૂ થઈ શક્યા નહીં. તેના કારણે શાળાઓ વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન પણ કરી શકી નહીં. તેવામાં કમિટીએ 30:30:40 ની ફોર્મ્યુલા અપનાવી છે. તેમાં ઇન્ટરનલ પરફોર્મંસને મહત્વ આપવામાં આવ્યું નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news