ડિસેમ્બર સુધી દેશના તમામ લોકોનું રસીકરણ કરવાનો કેન્દ્રનો દાવો જૂઠ્ઠોઃ મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, ડિસેમ્બર 2021 પહેલા બધા નાગરિકોને વેક્સિન લગાવવાના દાવો જૂઠ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા રસીકરણ વચ્ચે કોરોના વેક્સિનની અછતે બીજી લહેરના કહેર દરમિયાન સરકારની ચિંતા વધારી દીધી છે. પરંતુ એક તરફ જ્યાં તેના પ્રોડક્શનને વધારવાનું કહેવામાં આવ્યું છે તો બીજીતરફ ફાઇઝર સહિત બીજી ઘણી અન્ય વેક્સિન બનાવનારી વિદેશી કંપનીઓ પાસેથી ખરીદી માટે સતત વાતચીત ચાલી રહી છે. તો રાજ્ય સરકાર કહી રહી છે કે કેન્દ્ર તેને ખરીદીને વેક્સિન ઉપલબ્ધ કરાવે.
મમતા બેનર્જી બોલ્યા- કેન્દ્ર ફ્રીમાં આપે વેક્સિન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, ડિસેમ્બર 2021 પહેલા બધા નાગરિકોને વેક્સિન લગાવવાના દાવો જૂઠ છે. તેમણે કહ્યું કે, તે માત્ર આધાર વગરની વાતો કરી રહ્યાં છે. બંગાળના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, કેન્દ્ર રાજ્ય સરકારોને વેક્સિન મોકલી રહી નથી. કેન્દ્રએ વેક્સિનની ખરીદી કરવી જોઈએ અને રાજ્ય સરકારોને ફ્રી આપવી જોઈએ.
That (vaccinating all citizens before Dec 2021) is just a hoax. They just say baseless things. The Centre is not sending vaccines to State govts. Centre should procure vaccines for States & give it free of cost to all: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/PetJKGkJz7
— ANI (@ANI) June 2, 2021
પટનાયકે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓએ લખ્યો પત્ર
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખતા કોરોનાના પડકાર વચ્ચે કેન્દ્રના માધ્યમથી રસીની ખરીદી કરવા પર તેમની સહમતિ માંગી છે. પટનાયકે કહ્યુ કે, કેટલાક મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી અને તેમની સાથે મારો મત વ્યક્ત કર્યો. કોઈપણ રાજ્ય સુરક્ષિત નથી જ્યાં સુધી વેક્સિનેશનને પ્રાથમિકતાથી લઈને તેના પર યુદ્ધ સ્તર પર કામ કરવામાં ન આવે.
ઓડિશાના મુખ્યમંત્રીએ પત્રમાં કહ્યુ કે, જે વર્તમાન પરિસ્થિતિ બની છે તેમાં સૌથી સારો વિકલ્પ એ છે કે ભારત સરકાર વેક્સિનની ખરીદી કરે અને રાજ્યોમાં તેનું વિતરણ કરે જેથી આપણા નાગરિકોને જલદીથી જલદી વેક્સિન લાગી શકે. તેમણે આગળ કહ્યું કે, વેક્સિનેશન પ્રોગ્રામ રાજ્યો પર છોડી દેવો જોઈએ, જે પોતાના સ્તર પર તંત્રનો ઉપયોગ કરતા લોકોને વેક્સિન લગાવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે