PM મોદીએ આપ્યો ચૂંટણી માટે નવો નારો, ‘આ ગુજરાત મેં બનાવ્યું’

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો નવો નારો... પ્રધાનમંત્રીએ કહ્યું- ગર્વથી કહો આ ગુજરાત મેં બનાવ્યું છે... 

PM મોદીએ આપ્યો ચૂંટણી માટે નવો નારો, ‘આ ગુજરાત મેં બનાવ્યું’

અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં થતાં PM મોદીએ સંભાળી પ્રચારની કમાન સંભાળી છે. તેઓ વલસાડમાં ખુલ્લી જીપમાં સવાર થઈને લોકો વચ્ચે નીકળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનો વલસાડમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. ખુલ્લી જીપમાંથી પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાને કહ્યું કે, ગર્વથી કહો આ ગુજરાત મેં બનાવ્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે ચૂંટણી લક્ષી નવો નારો આપ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન ‘આ ગુજરાત મેં બનાવ્યું છે...’ એવો નારો આપ્યો. 25 મિનિટના સંબોધન દરમિયાન તેમણે વારંવાર આ વાક્યનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે સભામાં ઉત્સાહ પ્રેરાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ અવિરત ચાલી  રહ્યો છે. ચૂંટણી જાહેર થયા પછી પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તેનો મને ગર્વ છે. પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નાદ નિકળે છે આ ગુજરાત મે બનાવ્યું છે. આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છે.

પીએમ મોદીએ આદિવાસી લોકો માટે વાત કરતાં કહ્યું કે મારી ABCDની શરૂઆત થાય છે. A ફોર આદિવાસીથી. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અમે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું છે. ભાજપ અને PM મોદી પર તમારો વિશ્વાસ અતૂટ છે. આદિવાસી વિકાસ માટે અનેક પગલાં લીધા છે. વનબંધુ વિશ્વબંધુ બની ગયા છે. 

પીએમ મોદી સભા બાદ જૂના મિત્રોને મળ્યા

આ જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જાહેર સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન જ્યારે rss ના કાર્યકર્તા હતા અને ધરમપુર તાલુકા ખાતે રહેતા તે સમયના તેમના સાથીમિત્રો અને શિષ્યોને યાદ કર્યા હતા. સભા પૂર્ણ થયા બાદ 15 જેટલા લોકોને મળી તેમના સાથે વાત કરી હતી. તેઓ તેમના શિષ્ય રાહુલ ઉર્ફે ડોલરને મળ્યા હતા. સભા સંબોધતા સમયે તેમના જુના મિત્ર રમતુંભાઈ પાડવીને પણ યાદ કર્યા હતા અને સભા પૂર્ણ થયા બાદ તેમના સાથે પણ મુલાકાત કરી હતી. આટલા સમય બાદ પણ વડાપ્રધાનને તમામ લોકો યાદ હોવાની વાતને લઈને તમામ સાથી મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી

તો CM ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે ડબલ એન્જિન સરકારે વિકાસની રાજનીતિનો દાખલો બેસાડ્યો. આદિવાસી વિસ્તારના ગામડાઓને પાકી સડક આપી. પાયાની જરૂરિયાત સાથે પાણી અને વીજળીને પણ પ્રાથમિકતા આપી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news