Video: મોરબી બાદ મહારાષ્ટ્રમાં બ્રિજ તૂટ્યો, 60 ફૂટ ઉંચેથી પટકાયા લોકો, 20 વધુ ઇજાગ્રસ્ત

Maharashtra: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ઢળી પડ્યો છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઘટના બલ્લારશાહ રેલવે સ્ટેશનની છે. રાહત અને બચાવ દળ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે. 

Video: મોરબી બાદ મહારાષ્ટ્રમાં બ્રિજ તૂટ્યો, 60 ફૂટ ઉંચેથી પટકાયા લોકો, 20 વધુ ઇજાગ્રસ્ત

Foot over Bridge Collapse: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ઢળી પડ્યો છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઘટના બલ્લારશાહ રેલવે સ્ટેશનની છે. રાહત અને બચાવ દળ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે. 

આ ઘટના દરમિયાન અનેક યાત્રીઓ બ્રિજ પરથી નીચે પટકાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજની ઉંચાઇ લગભગ 60 ફૂટ હતી. એટલે કે 60 ફૂટ ઉંચાઇથી લોકો નીચે પટકાયા હતા.  

— ANI (@ANI) November 27, 2022

તમને જણાવી દઇએ કે આ આ અકસ્માતમાં લગભગ 20 યાત્રીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં 8 લોકોની હાલત નાજૂક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાજીપેટ પૂણે એક્સપ્રેસ પકડવા માટે ઘણા મુસાફરો 1 નંબર પ્લેટફોર્મ પરથી 4 નંબર પ્લેટફોર્મ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલ ઢળી પડ્યો હતો. ઘાયલ મુસાફરોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. રાહત અને બચાવ દળ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news