7 રાજ્યોમાં રૂઠી કુદરત: તોફાનમાં 90થી વધારે લોકોના મોત
મે મહિનામાં ભારે ગરમી વચ્ચે આજે અચાનક આવેલા તોફાનને કારણે ઘણા રાજ્યોમાં તારાજી સર્જી હતી. દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ આ તોફાને ભારે તબાહી મચાવી હતી. કુલ 93 લોકોનાં મોત નિપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જે પૈકી 51 લોકોનાં મોત યુપીમાં અને 24નાં મોત રાજસ્થાનમાં થયા છે. સૌથી વધારે 42 લોકોનાં મૃત્યુ આગરામાં થયા છે. તે ઉપરાંત બિઝનોરમાં 3 અને સહારનપુરમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી : મે મહિનામાં ભારે ગરમી વચ્ચે આજે અચાનક આવેલા તોફાનને કારણે ઘણા રાજ્યોમાં તારાજી સર્જી હતી. દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ આ તોફાને ભારે તબાહી મચાવી હતી. કુલ 93 લોકોનાં મોત નિપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જે પૈકી 51 લોકોનાં મોત યુપીમાં અને 24નાં મોત રાજસ્થાનમાં થયા છે. સૌથી વધારે 42 લોકોનાં મૃત્યુ આગરામાં થયા છે. તે ઉપરાંત બિઝનોરમાં 3 અને સહારનપુરમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજસ્થાનનાં બસેડી વિસ્તારનાં લેવડાપુરા, ક્યારપુરા અને પિપરી પુરા ગામમાં તોફાનથી આગ લાગવાનાં કારણે ગ્રામીણોનાં સેંકડો મકાનો ખાખ થઇ ગયા. આશરે 8.45 પર લાગેલી આગની માહિતી મળ્યા બાદ 10.45 વાગ્યાની આસપાસ પહોંચી. અઢી વાગ્યા દરમિયાન આગનાં કારણે કાચા અને પાક્કા મકાનથી માંડીને પશુઓ, ભુંસુ, ઇંધણ વગેરે બળીને ખાખ થઇ ગયું હતું. બીજી તરફ વરસાદનાં કારણે કાલે સાંજે ઉતરાખંડમાં યાત્રીઓને કેદારનાથ અને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા. કેદારનાથ અને રૂદ્રપ્રયાગમાં કાલે દિવસે 3 વાગ્યાથી વિજળી નથી. હાઇવે પર ઝાડ પડી ગયા છે. બીજી તરફ વિવિધ સ્થળો પર જમીન પણ ઘસી પડી છે.
હવામાન વિભાગે આગાી બે કલાકમાં મેરઠ, મુજફ્ફરનગર, બિજનોર, સંભલ, મોદીનગર, ગાઝીયાબાદ, અલવર, હોડલ, મથુરા, હાથરસ, આગરા અને આસપાસનાં ક્ષેત્રોમાં ગાજવીજ સાથે વરસાદ થવા અંગેની ચેતવણી ઉચ્ચારી છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા તોફાન અને વરસાદનાં કારણે જનજીવન પર ખરાબ અસર પડી છે. આંધ્રમાં પણ 18થી વધારે લોકોનાં મોત નિપજ્યાં છે. કમોસમી વરસાદ અને તોફાનનાં કારણે ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી છે. કેટલાક વિસ્તારોમાંપાકને ભારે નુકસાન પણ થવા પામ્યું છે. ઉપરાંત શાકભાજી અને અનાજ પણ મોટા પ્રમાણમાં પલળી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે