સોનમ કપૂર બાદ હવે રણવીર-દીપિકાના લગ્ન અંગે આવ્યા મોટા સમાચાર

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નની ડેટ તો આપણી સામે આવી ગઈ.

સોનમ કપૂર બાદ હવે રણવીર-દીપિકાના લગ્ન અંગે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નની ડેટ તો આપણી સામે આવી ગઈ. આ મહિનાની 8મી તારીખે બંને લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યાં છે. હવે સોનમ અને આનંદ આહુજા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન સંબંધે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એવી માહિતી છે કે આ બંને સોનમ કપૂરના લગ્ન બાદ સાત ફેરા લેવાના છે. અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પરિજનોએ મુલાકાત કરીને બધી વાતો ફાઈનલ કરી નાખી છે અને બંને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. જો કે પહેલા એવા અહેવાલો હતાં કે બંને મુંબઈ કે બેંગલુરુમાં લગ્ન કરશે પરંતુ સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે છે.

બંને રોયલ લગ્ન કરવા માંગતા નથી
બીજી બાજુ મુંબઈ મિરરમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ રણવીર અને દીપિકા પોતાની પ્રાઈવસીને વધુ મહત્વ આપે છે અને આ જ કારણ છે કે બંને રોયલ લગ્ન ઈચ્છતા નથી. જેમાં બહુ વધુ મહેમાનો આવે અઆને આથી બંનેના લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થશે. છેલ્લા કેટલાય સમયથી બંનેના લગ્નની ચર્ચાઓ ખુબ ચગડોળે ચડી હતી.

ગલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે રણવીર
અત્રે જણાવવાનું કે દીપિકા અને રણવીર બંનેના પરિવારવાળાઓએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંનેના પરિવાર વચ્ચે ગિફ્ટ્સની આપલેનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ બાજુ દીપિકાએ પણ પોતાના લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે અને પોતાના લગ્નના શોપિંગ માટે લાગી ગઈ છે. દીપિકા થોડા સમય પહેલા માતા ઉજાલા સાથે એક જ્વેલરી શોપમા પણ જોવા મળી હતી. અત્રે જણાવવાનું કે દીપિકા અને રણવીરે આ વર્ષે પોતાનુ ન્યૂ યર એક સાથે માલદીવમાં સેલિબ્રેટ કર્યુ હતું. આ દરમિયાન બંનેના પરિવાર પણ તેમની સાથે હતાં. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર હાલ પોતાની ફિલ્મ ગલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news