મોટા લોન ડિફોલ્ટર્સનાં નામોની જાહેરાત નહી, CICએ RBI ગવર્નરને નોટિસ મોકલી

સામાન્ય લોન ચુકવી નહી શકનાર ખેડૂતોનાં નામ જાહેર કરવામાં આવે છે તો કરોડો દબાવી બેઠાવેલા ઉદ્યોગપતિઓનાં કેમ નહી

મોટા લોન ડિફોલ્ટર્સનાં નામોની જાહેરાત નહી, CICએ RBI ગવર્નરને નોટિસ મોકલી

નવી દિલ્હી : કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ સુપ્રીમ કોર્ટના આદેશ છતા નિષ્ફળ ડિફોલ્ટર્સની માહિતી ઇશ્યુ નહી કરવા મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલને કારણ દર્શકન નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. આ સાથે જ CICએ વડાપ્રધાન કાર્યાલય (PMO), નાણામંત્રાલય અને આરબીઆઇને જણાવ્યું છે કે પૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા બેડ લોન અંગે લખાયેલા પત્રને જાહેર કરવામાં આવે. 

સુપ્રીમ કોર્ટનાં આદેશ છતા 50 કરોડ રૂપિયાથી વધારે વિલફુલ લોન ડિફોલ્ટર્સના નામની જાહેરાતથી આરબીઆઇ દ્વારા ઇન્કાર કરાતા નારાજ CICએ પટેલને પુછ્યું કે તત્કાલીન માહિતી કમિશ્નર શૈલેષ ગાંધીના ચુકાદા બાદ આવેલા સુપ્રીમ કોર્ટનાં આદેશની અવહેલના કરવાનાં કારણે તમારા પર શા માટે પેનલ્ટી લગાવવામાં ન આવે ? 

ખેડૂતોનું નામ જાહેર કરવામાં આવે છે તો મોટા ડિફોલ્ટર્સનું કેમ નહી?
અગાઉ પણ સપ્ટેમ્બરમાં પણ CICએ બેંક લોન વિલફુલ ડિફોલ્ટર્સની વિરુદ્ધ ઉઠાવાયેલા પગલાની માહિતી ફાઇનાન્સ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ફોર સ્ટૈટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇપ્લિમેન્ટેશન અને આરબીઆઇ જાહેર કરવા માટે કહ્યું હતું. માહિતી અધિકારી શ્રીધર આચાર્યુલાએ કહ્યું હતું કે, ખેડૂતોની સામાન્ય રકમ હોવા છતા તે ડિફોલ્ટર થાય તો તેના નામની જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ 50 કરોડથી વધારેના ડિફોલ્ટરને છુટ આપવામાં આવે છે. 

તેમણે કહ્યું હતું કે, 50 કરોડ રૂપિયા કરતા વધારે લોનનું ડિફોલ્ટ કરનારાઓને વન ટાઇમ સેટલમેન્ટનાં નામે વ્યાજ માફી અને અન્ય અનેક સુવિધાઓ અને અનેય મોટી છુટ આપવામાં આવે છે અને ઇજ્જત બચાવવા માટે તેમનાં નામ પણ પબ્લિકથી છુપાવાય છે. પંચે કહ્યું કે 1998થી 2018 વચ્ચે 30 હજાર કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી કારણ કે તેઓ દેવું નહી ચુકવી શકવાનાં કારણે શરમજનક પરિસ્થિતીમાં મુકાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news