શરીરના એવા ભાગમાં સોનાના 8 બિસ્કિટ છૂપાવ્યાં, કે જોઈને આંખે આવશે અંધારા

તસ્કરીના ઈરાદે એક વ્યક્તિએ એવી જગ્યાએ સોનુ છૂપાવ્યું કે અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયાં.

શરીરના એવા ભાગમાં સોનાના 8 બિસ્કિટ છૂપાવ્યાં, કે જોઈને આંખે આવશે અંધારા

નવી દિલ્હી: તસ્કરીના ઈરાદે એક વ્યક્તિએ એવી જગ્યાએ સોનુ છૂપાવ્યું કે અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયાં. વ્યક્તિએ પોતાના રેક્ટમ (મળાશય)માં એક  કિલોથી વધુ સોનું ઠુંસી દીધુ. આ વ્યક્તિને સીઆઈએસએફએ ઈન્ફાલ એરપોર્ટથી પકડી લીધો છે. તેની પાસેથી સોનાના કુલ આઠ બિસ્કિટ જપ્ત કરાયા છે. જેનું વજન લગભગ 1330 ગ્રામ છે અને તેની કિંમત 41.23 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સીઆઈએસએફએ સેન્થિલ નામના આ આરોપી વ્યક્તિને કસ્ટમના હવાલે કરી દીધો છે.

ઈમ્ફાલથી ચેન્નાઈ જઈ રહ્યો હતો વ્યક્તિ
સીઆઈએસએફના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ હેમેન્દ્ર સિંહના જણાવ્યાં મુજબ આરોપી સેન્થિલને ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટથી કોલકાતા થઈ ચેન્નાઈ જવાનુ હતું. એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન સીઆઈએસએફના સબ ઈન્સ્પેક્ટર પંકજકુમારને આ વ્યક્તિના હાવભાવ જોઈને શક થયો. હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટર અને ડોરફ્રેમ મેટલ ડિટેક્ટરથી તપાસમાં પણ એસઆઈને સકારાત્મક સંકેત મળ્યાં. ત્યારબાદ આ વ્યક્તિને કસ્ટડીમાં લઈને તપાસ માટે એકાંતમાં લઈ જવામાં આવ્યો.

પૂછપરછમાં તસ્કરીની વાત સ્વીકારી
એઆઈજી હેમેન્દ્રસિંહના જણાવ્યાં મુજબ આરોપી વ્યક્તિએ સોનાની દાણચોરીની વાત સ્વીકારી લીધી છે. પૂછપરછમાં જણાવ્યું કે તેણે પોતાના રેક્ટમમાં સોનાના કુલ આઠ બિસ્કિટ નાખ્યા છે. ત્યારબાદ ડોક્ટરની દેખરેખમાં રેક્ટમથી એક  કિલોથી વધુ વજનના સોનાના બિસ્કિટ કાઢવામાં આવ્યાં.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news