નાગરિકતા સંશોધન બિલ: જે તારીખથી શરણાર્થી ભારત આવ્યા છે તેમને તે દિવસથી નાગરિકતા મળશે: અમિત શાહ

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) બપોરે 12 વાગે રજૂ કરવામાં આવ્યું. 12 વાગે સદનની કાર્યવાહી શરૂ થતાં જ તેના પર સદનમાં ચર્ચા શરૂ થઇ ગઇ. બિલ રજૂ કરતાં ટીએમસી દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગૃહ મંત્રી અમિત શાહે બિલ સદનમાં રજૂ કર્યું.

નાગરિકતા સંશોધન બિલ: જે તારીખથી શરણાર્થી ભારત આવ્યા છે તેમને તે દિવસથી નાગરિકતા મળશે: અમિત શાહ

નવી દિલ્હી: રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) બપોરે 12 વાગે રજૂ કરવામાં આવ્યું. 12 વાગે સદનની કાર્યવાહી શરૂ થતાં જ તેના પર સદનમાં ચર્ચા શરૂ થઇ ગઇ. બિલ રજૂ કરતાં ટીએમસી દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) બિલ સદનમાં રજૂ કર્યું. બિલ રજૂ કર્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે આ શરણાર્થીઓના હક અને સન્માન આપનાર બિલ છે. કરોડો લોકો માટે નાગરિકતા સંશોધન બિલ મોટી આશા છે. 

અમિત શાહે (Amit Shah) કહ્યું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સંખ્યા ઘટી છે. ત્રાહિત લોકોને નાગરિકતા આપવા માટ આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ સમાનતાનો અધિકાર આપનાર છે. 

અમિત શાહ દ્વારા કહેવામાં આવેલી મુખ્ય વાતો... 

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ આનંદ શર્મા
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું કે તમે જે બિલ લાવવામાં આવ્યું છે, તે ભારતીય બિલ પર હુમલો છે, તે ભારત ગણરાજ્ય પર હુમલો છે. તેનાથી ભારતની આત્મા આહત થાય છે. આ અમારા સંવિધાન અને લોકતંત્ર વિરૂદ્ધ છે. આ નૈતિકતાના આધાર પર વિફલ છે.

મિઝોરમમાં લાગૂ નહી થાય બિલ
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાજ્યસભામાં કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ મિઝોરમમાં લાગૂ નહી થાય. 

ભારત દુનિયાભરના મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા ન આપી શકે
અમિત શાહે (Amit Shah) કહ્યું કે ભારત દુનિયાભરના મુસ્લીમ પ્રવાસીઓને નાગરિકતા ન આપી શકે, ઉત્પીડનનો સામનો કરનાર 3 દેશોના અલ્પસંખ્યકોના ઉદ્દેશ્યથી આ બિલ લાવવામાં આવ્યું છે. 

અલ્પસંખ્યકોને સુરક્ષા મળશે
ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) રાજ્ય સભામાં કહ્યું કે ભારત કોઇપણ મુસ્લિમને આ બિલના કારણે ચિંતા કરવાની જરૂર નથી. જો કોઇ તમને ડરાવવાનો પ્રયત્ન કરે તો ગભરાશો નહી. આ નરેંદ્ર મોદી સરકારનું સંવિધાન અનુસાર કામ કરવાનું છે. અલ્પસંખ્યકોને પુરી સુરક્ષા મળશે. 

રાજ્યસભામાં અમિત શાહ
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે ભારતના મુસલમાન ભારતીય નાગરિક હતા અને રહેશે. 

આ બિલ ભારતના મુસલમાનોના વિરૂદ્દ નથી
અમિત શાહે (Amit Shah) કહ્યું કે ખોટી સૂચના ફેલાવવામાં આવી છે કે આ બિલ ભારતના મુસલમાનો વિરૂદ્ધ છે. હું લોકો પૂછવા માંગુ છું કે આ બિલ ભારતીય મુસલમાનો સાથે કેવી રીતે સંબંધિત છે. તે ભારતીય નાગરિક અને હંમેશા રહેશે. તેમની સાથે ભેદભાવ નહી થાય. 

અમિત શાહે વોટના રાજકારણનો આરોપ નકારી કાઢ્યો
અમિત શાહે (Amit Shah)વોટ બેંકના રાજકારણના આરોપને નકારી કાઢ્યો. તેમણે કહ્યું કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ પ્રકારનો કાયદો લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોની વસ્તીમાં ઘટાડો
ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah)રાજ્યસભામાં કહ્યું કે પાકિસ્તાન અને હાલ બાંગ્લાદેશ બંનેમાં ધાર્મિક અલ્પસંખ્યકોની વસ્તીમાં લગભગ 20%નો ઘટાડો થયો છે. ધાર્મિક અલ્પસંખ્યક અથવા તો તે મોતને ભેટ્યા અથવા તો તે શરણ લેવા માટે ભાગીને ભારત આવી ગયા. 

સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું બિલ
નાગરિકતા સંશોધન બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવા માટે વિપક્ષે પ્રસ્તાવ રજૂ કર્યો. 

નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં રજૂ
નાગરિકતા સંશોધન બિલ 2019ને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાજ્યસભામાં રજૂ કરી દેવામાં આવ્યું છે. સદનમાં બિલ પર ચર્ચા શરૂ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news