New CJI: જસ્ટિસ યુયુ લલિત બનશે આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, ખાસ જાણો તેમના વિશે 

New CJI Supreme Court: જસ્ટિસ યુયુ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા  બની શકે છે. ભારતના હાલના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાએ આગામી CJI માટે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (UU Lalit) ના નામની ભલામણ કરી છે. તેમણે સીલબંધ કવર કાયદા અને ન્યાયમંત્રીને સોંપી દીધુ છે. 

New CJI: જસ્ટિસ યુયુ લલિત બનશે આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, ખાસ જાણો તેમના વિશે 

New CJI Supreme Court: જસ્ટિસ યુયુ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા  બની શકે છે. ભારતના હાલના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાએ આગામી CJI માટે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (UU Lalit) ના નામની ભલામણ કરી છે. તેમણે સીલબંધ કવર કાયદા અને ન્યાયમંત્રીને સોંપી દીધુ છે. 

અત્રે જણાવવાનું કે પરંપરાગત રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પોતાની વરિષ્ઠતાના આધારે CJI તરીકે કાર્યભાર સંભાળતા ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એન વી રમનાએ આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા માટે યુયુ લલિતના નામની ભલામણ કરી છે. 

આ મહિને થશે નિવૃત્ત
ભારતના હાલના ચીફ જસ્ટિસ એન વી રમના આગામી 16 ઓગસ્ટના રોજ પદ પરથી રિટાયર થઈ રહ્યા છે. આવામાં અત્યાર સુધી ચાલી આવતી પરંપરા મુજબ તેમણે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ સરકારને મોકલી છે. CJI રમનાએ ભલામણ પત્ર કાયદા અને ન્યાય મંત્રીને સોંપી દીધો છે. 

કોણ છે જસ્ટિસ યુયુ લલિત
જસ્ટિસ યુયુ લલિતનું આખું નામ ઉદય ઉમેશ લલિત છે. તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ  છે. આ અગાઉ તેમણે સુપ્રીમ કોર્ટમાં એક વરિષ્ઠ વકીલ  તરીકે પ્રેક્ટિસ કરેલી છે. જસ્ટિસ લલિત અત્યાર સુધીમાં સીધા સુપ્રીમ કોર્ટમાં પદભાર સંભાળનારા છઠ્ઠા વરિષ્ઠ વકીલ હશે. 

જસ્ટિસ જી એસ સિંઘવી અને જસ્ટિસ એકે ગાંગુલીની સુપ્રીમ કોર્ટની બેન્ચે 2જી સ્પેક્ટ્રમ કેસમાં જસ્ટિસ લલીતને સીબીઆઈના સ્પેશિયલ પ્રોસિક્યુટર પણ નિયુક્ત કર્યા હતા. 

અનેક હાઈ પ્રોફાઈલ કેસ સાથે જોડાયેલું છે નામ
યુયુ લલિત અનેક હાઈ પ્રોફાઈલ કેસ સાથે જોડાયેલા હતા. જેમાં કાળા હરણના શિકાર મામલે અભિનેતા સલમાન ખાનનો પણ કેસ સામેલ છે. તેમણે ભ્રષ્ટાચારના એક કેસમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને જન્મતિથિ સંલગ્ન એક કેસમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ વી કે સિંહનું પણ પ્રતિનિધિત્વ કરેલું છે. 

જસ્ટિસ યુયુ લલિત અને આદર્શ કે ગોયલની એક સુપ્રીમ કોર્ટ બેન્ચે જ કોર્ટમાં સીસીટીવી કેમેરા પર કાર્યવાહી રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. તેઓ 2017માં ટ્રિપલ તલાક કેસની સુનાવણી અને તેને ગેરબંધારણીય જાહેર કરનારા જજોની બેન્ચનો પણ ભાગ રહ્યા છે. 

જસ્ટિસ લલિત મહારાષ્ટ્રના છે. તેઓ જૂન 1983માં બાર એસોસિએશનમાં જોડાયા. તેમણે 1986થી 1992 સુધી પૂર્વ અટોર્ની જર્નલ સોલી જે સોરાબજી સાથે કામ કર્યું. 9 નવેમ્બર 1957ના રોજ જન્મેલા જસ્ટિસ યુયુ લલિત જૂન 1983માં એક વકીલ તરીકે નામાંકિત છે. તેમણે ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. 1986થી તેમણે દિલ્હીમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી. એપ્રિલ 2004માં તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નોમિનેટ થયા. તેઓ બે કાર્યકાળ માટે ભારતની સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય બન્યા અને 13 ઓગસ્ટ 2014ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નિયુક્ત થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news