Video MP Crorepati Clerk: ભ્રષ્ટાચારી ક્લાર્ક...ઘરમાંથી 85 લાખ રોકડ મળી, કરોડોની સંપત્તિના દસ્તાવેજ મળ્યા

MP Crorepati Clerk: દરોડાની કાર્યવાહીમાં સંપત્તિનો ખુલાસો થતા ભ્રષ્ટાચારી ક્લાર્ક એ હદે ગભરાઈ ગયો કે તેણે બાથરૂમમાં જઈને બાથરૂમ ક્લિનર પી લીધુ. અફડાતફડીમાં તેને તરત હમીદીયા હોસ્પિટલ ખસેડાયો. હાલ તે સારવાર હેઠળ છે. હીરો કેસવાની જ્યારે નોકરીએ જોડાયો ત્યારે તેનો પગાર મહિને 4 હજાર રૂપિયા હતો. આજની તારીખમાં તેનો પગાર લગભગ 50 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. આમ છતાં હીરો કેસવાની કરોડોની સંપત્તિનો માલિક બની બેઠો છે. 

Video MP Crorepati Clerk: ભ્રષ્ટાચારી ક્લાર્ક...ઘરમાંથી 85 લાખ રોકડ મળી, કરોડોની સંપત્તિના દસ્તાવેજ મળ્યા

MP Crorepati Clerk: મધ્ય પ્રદેશના ભોપાલમાં બુધવારે રાજ્યની આર્થિક અપરાધ શાખા (EOW) ની ટીમે ચિકિત્સા શિક્ષણ વિભાગના એક ક્લાર્કના ત્યાં રેડ મારી. દરોડા દરમિયાન ટીમને જે મળ્યું તે જાણીને દંગ રહી જશો. ઘરમાં એક કે બે નહીં પરંતુ 85 લાખ રૂપિયા કેશ મળી આવી. આ ઉપરાંત ક્લાર્કના ઘરમાંથી 4 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના કાગળો પણ મળ્યા છે. ક્લાર્કના ઘરની બહાર 3 ચાર પૈડાવાળી ગાડીઓ અને લાખોની જ્વેલરી પણ મળી છે. 

ક્લાર્કના ઘરે પહોંચી EOW ની ટીમ
અત્રે જણાવવાનું કે આ ભ્રષ્ટાચારી વ્યક્તિ હીરો કેસવાની ચિકિત્સા શિક્ષણ વિભાગમાં ક્લાર્કના પદે કાર્યરત હતો. બુધવારે સવારે 6 વાગે આ ભ્રષ્ટાચારી બાબુના બેરાગઢ સ્થિત આલીશાન મકાન પર અચાનક ટીમ પહોંચી ગઈ. જઈને જોયું તો બધા દંગ રહી ગયા. ટીમે ઘરમાં ઘૂસીને એક એક ચીજ ફંફોળવાની શરૂ કરી દીધી. પછી તો એક પછી એક નોટોના બંડલ સામે આવવા લાગ્યા. બંડલો ગણ્યા તો 85 લાખ કેશ મળી. 

કરોડોની પ્રોપર્ટીના દસ્તાવેજ
એટલું જ નહીં આ ક્લાર્ક હીરો કેસવાનીના ઘરમાંથી 4 કરોડની પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યા. જેમાં બેરાગઢમાં આલીશાન ઘર, પ્લોટ અને જમીનના દસ્તાવેજ સામેલ હતા. આ સાથે જ લાખોની જ્વેલરી પણ મળી. એકલા બેરાગઢનું જે મકાન છે તે જ દોઢ કરોડનું કહેવાઈ રહ્યું છે. ટીમને તપાસમાં જાણવા મળ્યું કે હીરો કેસવાનીએ મોટાભાગની સંપત્તિ પત્નીના નામે ખરીદી હતી. 

ડરના કારણે પી લીધુ બાથરૂમ ક્લીનર
દરોડાની કાર્યવાહીમાં સંપત્તિનો ખુલાસો થતા ભ્રષ્ટાચારી ક્લાર્ક એ હદે ગભરાઈ ગયો કે તેણે બાથરૂમમાં જઈને બાથરૂમ ક્લિનર પી લીધુ. અફડાતફડીમાં તેને તરત હમીદીયા હોસ્પિટલ ખસેડાયો. હાલ તે સારવાર હેઠળ છે. 

વધુ વિગતો માટે જુઓ Video

4 હજાર રૂપિયાના પગારથી શરૂ કરી નોકરી
હીરો કેસવાની જ્યારે નોકરીએ જોડાયો ત્યારે તેનો પગાર મહિને 4 હજાર રૂપિયા હતો. આજની તારીખમાં તેનો પગાર લગભગ 50 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. આમ છતાં હીરો કેસવાની કરોડોની સંપત્તિનો માલિક બની બેઠો છે. 

સસ્પેન્ડ કરાયો
કરોડના કૌભાંડ બાદ ચિકિત્સા શિક્ષણ વિભાગે ક્લાર્ક હીરો કેસવાનીને સસ્પેન્ડ કરી દીધો છે. હીરો કેસવાનીને સાગર મેડિકલ કોલેજમાં અટેચ કરાયો. ચિકિત્સા શિક્ષણ સંચાલનાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. સંચાલનાલયે ક્લાર્ક હીરો કેસવાની વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news