શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. કંગનાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ અભિનેત્રીની સંપત્તિની વિગતો સામે આવી છે.
 

શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલીવુડ અભિનેત્રી અને ભાજપની ઉમેદવાર કંગના રનૌતે મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચમાં જમા કરાવેલી એફિડેવિટમાં કંગનાની સંપત્તિ વિશે ખુલાસો થયો છે. નોમિનેશન ફોર્મની સાથે સાથે જમા કરાવેલ સોગંદનામામાં તેણે પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગત આપી છે ત્યારે ભાજપના ઉમેદવાર કંગના પાસે કેટલી સંપત્તિ છે? આવો જોઈએ....

6.5 કિલો સોનું!
91 કરોડની સંપત્તિ!
50 LIC પોલિસી!

બોલીવુડની ક્વીન તરીકે જાણીતી કંગના રનૌત હવે રાજકારણમાં આવી ગઈ છે અને ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં છે. જે વીતેલા દિવસોમાં પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં હતી. જોકે હવે તે પોતાની સંપત્તિના કારણે ચર્ચામાં છે. કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. જ્યાંથી તેણે 2 દિવસ પહેલાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

ઉમેદવારી ફોર્મની સાથે જમા કરાવેલ એફિડેવિટમાં તેણે પોતાની તમામ સંપત્તિનો રિપોર્ટ આપ્યો. જેમાં તેણે પોતાની પાસે રહેલા સોનાથી લઈને  મોંઘી ગાડી સુધીનો ખુલાસો કર્યો છે. એફિડેવિટ પ્રમાણે કંગના પાસે...

કુલ 92 કરોડ રૂપિયાની સંપત્તિ છે....
જેમાં 28.7 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે...
જ્યારે 62.9 કરોડની અચલ સંપત્તિ છે... 
કંગના પાસે મુંબઈ, ચંદીગઢ, મનાલીમાં મોટી પ્રોપર્ટી છે...
જેમાં મુંબઈમાં 16 કરોડ રૂપિયાના ત્રણ ફ્લેટ છે...
આ સિવાય બેંકમાં 1.35 કરોડ રૂપિયા જમા છે...
તેણે જણાવ્યું છે કે તેણે 17 કરોડ રૂપિયાની લોન પણ લીધેલી છે...
જેમાં 10 કરોડ રૂપિયાની હોમ લોનનો સમાવેશ થાય છે...

કંગના રનૌત બોલિવુડની મોટી અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે અને પોતાની એક્ટિંગના કારણે ચાર નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે.  કંગનાએ તેના દમ પર ઘણી પ્રોપર્ટી પણ બનાવી છે. તેણે એફિડેવિટમાં જણાવ્યું કે કંગના પાસે 6.7 કિલો સોનું છે. તેની કિમત 5 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ સિવાય તેની પાસે 3 લક્ઝુરિયસ કાર છે. જેમાં 3.1 કરોડની મર્સિડિઝનો સમાવેશ થાય છે. આ સિવાય 54,000 રૂપિયાની કિંમતનું સ્કૂટર પણ છે.

કંગના રનૌતે આ લોકસભાની ચૂંટણીથી જ રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેનો મુકાબલો હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ સામે છે જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કંગના પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક નિવેદનોના કારણે ચર્ચામાં રહી હતી. જેમાં ક્યારેક વિક્રમાદિત્ય સામે વાકયુદ્ધ તો ક્યારેક પોતાના વખાણ કરતી જોવા મળી છે. મંડી બેઠક પર સાતમા તબક્કામાં એટલે કે 1 જૂને મતદાન થવાનું છે. જ્યાંથી કંગનાની પહેલી રાજકીય ઈનિંગ્સ કેટલી સફળ રહેશે તેના પર મતદારો પોતાના મતથી નિર્ણય કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news