એક અંગ્રેજ અધિકારીએ કરી 'કોંગ્રેસ'ની સ્થાપના, ગાંધીજીએ કરી હતી 'વિસર્જન'ની વાત
સ્વતંત્રતા આંદોલનના તમામ ગરમ અને નરમ દળના નેતાઓ કોંગ્રેસ સાથે જોડાયા અને 1947માં દેશની આઝાદીને લઈને કોંગ્રેસ ખરા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી બની.
Trending Photos
અમદાવાદ: ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે તેનો 136મો સ્થાપના દિવસ મનાવી રહી છે. 28 ડિસેમ્બર 1985ના રોજ ભારતીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. આ પાર્ટીની સ્થાપના બ્રિટિશ સિવિલ સેવાના અધિકારી એલેન ઓક્ટોવિયો હૂયમે કરી હતી. તેની સ્થાપના પાછળ એ ઓ હૂયમનો હેતુ બ્રિટિશ સત્તાનું રાજનીતિક હિત સાધવાનો હતો. પરંતુ હૂયમ તેમા નિષ્ફળ રહ્યાં અને તે આઝાદીના આંદોલનનો ભાગ બની ગઈ. આઝાદી મળ્યા બાદ મહાત્મા ગાંધીએ કોંગ્રેસને ખતમ (વિસર્જન) કરી નાખવાનો પ્રસ્તાવ પણ રજુ કર્યો હતો. પરંતુ તેના પર સામાન્ય સહમતિ બની શકી નહીં. સમય સાથે તેના રંગરૂપ બદલાયા પરંતુ ગાંધી શબ્દ પાર્ટીની ઓળખનો પર્યાય બની ગયો. રાહુલ ગાંધી આજે તે જ વારસાને આગળ વધારી રહ્યાં છે.
On the occasion of the 136th #CongressFoundationDay, senior Congress leaders and workers hoist the Tiranga and pay tribute to our party's 135 year-old legacy of upholding the interest of each Indian.#SelfieWithTiranga pic.twitter.com/9J9SynrNBn
— Congress (@INCIndia) December 28, 2020
જાણો કોંગ્રેસ વિશે
1. કોંગ્રેસની રચના આઝાદીના 62 વર્ષ પહેલા 28 ડિસેમ્બર 1885ના રોજ કરવામાં આવી હતી. 'ઈટાવા કે હજાર સાલ' પુસ્તક મુજબ તત્કાલિન કલેક્ટર એ.ઓ.હૂયમે ઈટાવામાં 30 મે 1857ના રોજ રાજભક્ત જમીનદારોની અધ્યક્ષતામાં ઠાકુરોની એક સ્થાનિક રક્ષક સેના પણ બનાવી હતી. આ સેનાનો હેતુ ઈટાવામાં શાંતિ સ્થાપવાનો હતો. સેનાની સફળતા જોતા 28 ડિસેમ્બર 1885ના રોજ તત્કાલિન મુંબઈમાં બ્રિટિશ પ્રશાસન હૂયમે કોંગ્રેસનો પાયો નાખ્યો.
2. હૂયમના મગજમાં કોંગ્રેસની રચનાની ભૂમિકા અંગ્રેજ સરકાર માટે એક સેફ્ટીવાલ્વ તરીકે હતી. હૂયમનું એવું માનવું હતું કે વફાદાર ભારતીયોની એક રાજકીય સંસ્થાના સ્વરૂપમાં કોંગ્રેસના ગઠનથી ભારતમાં 1857 જેવા ભીષણ જન વિસ્ફોટને દોહરાવતા રોકી શકાશે. પરંતુ રાજકીય સ્થિતિઓ એવી તે બદલાઈ કે આ પાર્ટી આઝાદીના આંદોલનની પ્રણેતા બની ગઈ હતી. સ્વતંત્રતા આંદોલનના તમામ ગરમ અને નરમ દળના નેતાઓ કોંગ્રેસ સાથે જોડાયા અને 1947માં દેશની આઝાદીને લઈને કોંગ્રેસ ખરા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી બની.
3. 1985માં મુંબઈમાં કોંગ્રેસનું પહેલુ અધિવેશન થયું હતું. પાર્ટીની અધ્યક્ષતા કરવાનો પહેલવહેલો અવસર કલકત્તા હાઈકોર્ટના બેરિસ્ટર વ્યોમેશચંદ્ર બેનરજીને મળ્યો. કહેવાય છે કે તત્કાલિન વાઈસરોય લોર્ડ ડફરિન(1884-1888)એ પાર્ટીની સ્થાપનાનું સમર્થન કર્યુ હતું. જો કે હૂયમને પાર્ટીના ગઠનના અનેક વર્ષો બાદ પણ પાર્ટીના સંસ્થાપકના નામથી વંછિત રહેવું પડ્યું. 1912માં તેમના મૃત્યુ બાદ કોંગ્રેસે જાહેર કર્યું કે એ ઓ હૂયમ જ પાર્ટીના સંસ્થાપક છે. કોંગ્રેસ પાર્ટીના ગઠનના સંદર્ભમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ લખ્યું છે કે એ ઓ હૂયમ સિવાય કોઈ અન્ય વ્યક્તિ કોંગ્રેસની રચના કરી શકે તેમ નહતો.
4. 133 વર્ષ જૂની આ પાર્ટીમાં લગભગ 43 વર્ષ સુધી નહેરુ-ગાંધી પરિવારના લોકો જ અધ્યક્ષ પદે રહ્યાં. નહેરુ પરિવારમાંથી સૌથી પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ અમૃતસરમાં વર્ષ 1919માં અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં. તેઓ 1920 સુધી અધ્યક્ષ રહ્યાં. મોતીલાલ વર્ષ 1929માં ફરીથી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં અને લગભગ એક વર્ષ સુધી તે પદ પર રહ્યાં.
5. મોતીલાલ બાદ તેમના પુત્ર જવાહરલાલ નહેરુ લાહોર અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં. નહેરુ લગભગ છ વાર 1930, 1936, 1937, 1951, 1953 અને 1954માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. પંડિત નહેરુ બાદ તેમના પુત્રી ઈન્દિરા ગાંધી બે વાર કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. ઈન્દિરા ગાંધી પહેલીવાર 1959માં બન્યા અને 1960 સુધી રહ્યાં. બીજીવાર વર્ષ 1978માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં અને પછીના છ વર્ષ સુધી તેઓ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યાં. ઈન્દિરા ગાંધીના ગયા બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી 1984ના મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં અને તેઓ 1991 સુધી આ પદ પર રહ્યાં.
રાજીવ ગાંધીના નિધનના સાત વર્ષ બાદ એટલે કે 1998માં તેમના પત્ની સોનિયા ગાંધીએ રાજકારણમાં પગ મૂક્યો. સોનિયા ગાંધી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના અધ્યક્ષ પદે લાંબા સમય સુધી બિરાજમાન પહેલી મહિલા છે. તેઓ 19 વર્ષ સુધી અધ્યક્ષ પદે રહ્યાં. 19 વર્ષ સુધી પાર્ટીની કમાન સંભાળ્યા બાદ 16 ડિસેમ્બરના રોજ તેમણે પુત્ર રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે