કોંગ્રેસી નેતાની પાર્રિકર પર આપત્તિજનક ટિપ્પણી, 'નાકમાં નળી લગાવીને વિધાનસભામાં આવે તે શોભતુ નથી'
Trending Photos
પણજી: લાંબા સમયથી બીમાર પૂર્વ રક્ષામંત્રી અને ગોવાના હાલના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરનું સ્વાસ્થ્ય સારૂ નથી. જો કે તેઓ હજુ પણ મુખ્યમંત્રી પદે યથાવત છે. હાલમાં જ તેમણે ગોવાનું બજેટ પણ રજુ કર્યું. મનોહર પાર્રિકરના સ્વાસ્થ્ય પર આપત્તિજનક ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા રેગિનાલ્ડો લોરેન્સોએ કહ્યું કે કાં તો પાર્રિકરે સન્માનપૂર્વક રાજીનામું આપી દેવુ જોઈએ નહીં તો કોઈ બીજાને કાર્યભાર સોંપી દેવો જોઈએ.
ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ લોરેન્સોએ કહ્યું કે મનોહર પાર્રિકરે કાં તો રાજીનામું આપવું જોઈએ અને નહીં તો કાર્યભાર બીજાને સોંપવો જોઈએ. હું કોઈ શરત જણાવતો નથી, તેમની પાર્ટીએ તેમના માટે શરતો નક્કી કરવી જોઈએ. પરંતુ તેમણે આ રીતે નાકમાં નળી નાખીને વિધાનસભામાં આવવું જોઈએ નહીં. ચીજો જ્યારે તમારા ખિસ્સામાંથી બહાર આવતી રહે છે તો તે તમને શોભા આપતું નથી.
નોંધનીય છે કે હાલમાં જ કોંગ્રેસના નેતાઓએ ટિપ્પણી કરી હતી કે પાર્રિકર હોશમાં નથી. તેના જવાબમાં મનોહર પાર્રિકરે બજેટ રજુ કરતા કહ્યું હતું કે તેમનામાં જોશ પણ ખુબ છે અને તેઓ પૂરા હોશમાં પણ છે. પાર્રિકર 32 જાન્યુઆરીએ દિલ્હીની એઈમ્સમાં સારવાર માટે પહોંચ્યા છે. તેઓને એઈમ્સના કેન્સર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે.
Reginaldo Lourenco, Congress on Goa CM: He should honourably resign or rather give charge to somebody. I'm not here to dictate terms, his party will dictate terms to him. But don’t go to assembly with that pipe in nose, all things coming out from your pocket. It doesn’t suit you. pic.twitter.com/ZgKXaOcB4U
— ANI (@ANI) February 2, 2019
પાર્રિકરની હાલ મેડિકલ આંકોલોજી વિશેષજ્ઞના નેતૃત્વનમાં સારવાર ચાલી રહી છે. કહેવાય છે કે તેમને ફોલોઅપ તપાસ અને સારવાર માટે દાખલ કરાયા છે. ગોવા વિધાનસભાનું 3 દિવસનું સત્ર સમાપ્ત થયા બાદ તેમણે 31 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6 વાગ્યે દિલ્હી માટે ઉડાણ ભરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે