Congress President Elections: ખડગે અને થરૂર વચ્ચે રોમાંચક થયો મુકાબલો, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યાં નિયમ

કોંગ્રેસ પાર્ટીએ સોમવારે ચૂંટણી સંબંધી ગાઇડલાઇન જાહેર કરી છે. પાર્ટીએ બધા નેતાઓ અને કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યો છે કે કોઈપણ ઉમેદવારો વિરુદ્ધ કોઈ દુર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવવામાં આવે નહીં. 

Congress President Elections: ખડગે અને થરૂર વચ્ચે રોમાંચક થયો મુકાબલો, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યાં નિયમ

નવી દિલ્હીઃ Congress President Elections: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે 17 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. થરૂરનો ખડગેને ડિબેટ માટે પડકાર અને ખડગેનું તે નિવેદન કે તે ચૂંટણીના પક્ષમાં નહોતા, આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે ચૂંટણી સંબંધી ગાઇડલાઇન જાહેર કરી છે. પાર્ટીએ બધા નેતાઓ અને કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યો છે કે તે કોઈ ઉમેદવાર વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અભિયાન ન ચલાવે, કારણ કે તેનાથી પાર્ટીની છબીને નુકસાન થશે. 

મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ઉમેદવારના રૂપમાં જોઈ શકાય છે. પાર્ટીની અંદર તે ચર્ચા પ્રબળ છે કે તેમને ગાંધી પરિવારનું સમર્થન છે. આ વાતને સમર્થન ત્યારે મળ્યું કારણ કે હાલમાં ખડગેએ રાજ્યસભામાં નેતા વિપક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. બીજી તરફ શશિ થરૂરે પાર્ટી નેતાઓને આહ્વાન કર્યું છે કે જો જૂની કોંગ્રેસ જોઈએ તો ખડગે નહીં તો પરિવર્તન માટે તેમને મત આપો. 

આ વચ્ચે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટી દ્વારા અધ્યક્ષ પદ માટે દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ રિટર્નિંગ ઓફિસર (પીઆરઓ) તેમના સંબંધિત પીસીસીના મતદાન અધિકારી હશે અને તે મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા બનાવી રાખતા અને ચૂંટણીને નિષ્પક્ષ રૂપે કરાવવા માટે જવાબદાર હશે. 

આ નેતાઓને પ્રચાર માટે ના
દિશા નિર્દેશોમાં તે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરમાં જેને ઈચ્છે તેને મત આપવા માટે સ્વતંત્ર છે. એઆઈસીસી મહાસચિવ કે પ્રભારી, સચિવ કે સંયુક્ત સચિવ, પીસીસી અધ્યક્ષ, સીએલપી નેતા, વિભાગ પ્રમુખ અને બધા પ્રવક્તાઓને ઉમેદવારો માટે પ્રચાર કરવાની મંજૂરી નથી. 

બેઠક બોલાવી શકશે નહીં
ખડગે અને થરૂર ચૂંટણીમાં મતદાન કરનાર પ્રતિનિધિઓનું સમર્થન હાસિલ કરવા માટે રાજ્યોનો પ્રવાસ કરશે. રાજ્ય એકમના અધ્યક્ષ ઉમેદવારો માટે કોઈ બેઠક ન બોલાવી શકે, પરંતુ તેમને પીસીસી પ્રતિનિધિઓની સાથે બેઠક કરવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે એક બેઠક હોલ, ખુરશીઓ અને અન્ય સાધનો ઉપલબ્ધ કરાવી શકે છે. 

દિશા નિર્દેશોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી દરમિયાન મતદાતાઓના વાહનનો ઉપયોગ કરવાની સાથે-સાથે કોઈ પણ પ્રકારના પ્રચારમાં સામેલ થવાની મનાઈ છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ઉમેદવારની યોગ્યતા અમાન્ય માનવામાં આવશે. આ સિવાય તેના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news