ભાજપ કૌરવોની જેમ સત્તાનાં નશામાં ધૂત: કોંગ્રેસ રૂપી પાંડવો બચાવશે દેશ

કૌરવોની જેમ સત્તાનાં નશામાં ચૂર ભાજપ હાલ દરેક વ્યક્તિને પોતાની સામે તુચ્છ સમજી રહી છે

ભાજપ કૌરવોની જેમ સત્તાનાં નશામાં ધૂત: કોંગ્રેસ રૂપી પાંડવો બચાવશે દેશ

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીનાં 84માં મહાઅધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર અને આરએસએસ પર શાબ્દિક હૂમલો કર્યો હતો. દિલ્હીમાં આયોજીત મહાઅધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાંડવો જેવું છે, જે સત્ય માટે લડે છે. ભાજપ અને આરએસએસ કૌરવોની જેવી છે જે શક્તિ માટે લડે છે. તેમણે કહ્યું કે, કૌરવોની જેમ ભાજપ સત્તાનાં નશામાં ચૂર છે. તેમણે કહ્યું કે, ભાજપ એક સંગઠનનો અવાજ છે જ્યારે કોંગ્રેસ સમગ્ર દેશનો અવાજ છે.

લાખો કોંગ્રેસી કાર્યકર્તાઓએ દેશના માટે પોતાનો જીવ ખોયો છે
લાખો કોંગ્રેસી કાર્યકર્તાઓએ દેશના માટે પોતાનો જીવ ખોયો છે. આ દેશમાં એક પણ એવું રાજ્ય નથી જ્યાં કોંગ્રેસીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. કોંગ્રેસી નેતા અંગ્રેજોનાં સમયે જેલમાં ગયા હતા.જો કે તેમનાં સાવરકર પત્ર લખીને ભીખ માંગી રહ્યા હતા. હુ ખુશ થઇને નથી કહી રહ્યો કે અમારી સરકાર છેલ્લે જનતાની આશા પર ખરી નથી ઉતરી જનતાની આશા અનુસાર નથી ચાલી આજે ભ્રષ્ટાચારીઓ તાકાતમાં છે. આપણે વિશ્વની સૌથી ઝડપી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છીએ. જો કે બીજી તરફ કરોડો યુવાનોની પાસે રોજગાર નથી. આ આજનાં હિન્દુસ્તાનીઓની સચ્ચાઇ છે. દરેક જગ્યાએ મેઇડ ઇન ઉત્પાદન મળી રહ્યા છે.

અર્થવ્યવસ્થાનો વિકાસ તો બેરોજગારી શા માટે ? 
રાહુલે કહ્યું કે, આજ ભ્રષ્ટાચારીઓની સરકાર છે. અમે વિશ્વની સૌથી ઝડપી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છીએ પરંતુ બીજી તરફ કરોડો યુવાનો પાસે રોજગારી નથી. દરેક સ્થળે લોકો કહી રહ્યા છે કે દેશોવિકાસ થઇ રહ્યો છે. જો કે જ્યારે દેશમાં ફરી રહ્યો છું કોઇ નવયુવાનને પુછુ ચું કે શું કરો છો તો તે કહે છે કે કંઇ નહી. આ આજના હિન્દુસ્તાનનું સત્ય છે. દરેક સ્થળે મેઇડ ઇન ચાઇનાનાં ઉત્પાદનો મળી રહ્યા છે. 
માત્ર મંદિર નહી મસ્જીદ, ચર્ચ અને ગુરૂદ્વારામાં જઉ છું
ગુજરાત ચૂંટણી દરમિયાન તે લોકોએ આરોપ લગાવ્યો કે મંદિરમાં જઉં છું. પરંતુ હું પહેલાથી જ માત્ર મંદિરમાં નહી પરંતુ મસ્જીદ, ચર્ચ અને ગુરૂદ્વારામાં પણ જઉ છું. મારી 34 વર્ષની ઉંમર હતી, રાજનીતિમાં આવ્યો. સિંધિયા હતા, પાયલોટ હતા, કમલનાથ હતા તેમની પાસેથી મને ઘણુ શિખવા મળ્યું. 
મંદિર જવા પાછળની વાર્તા કહી રાહુલે
રાહુલે કહ્યું કે, મંદિરની બે વાર્તા સાંભળો. એકવાર શિવ મંદિર ગયો હતો, પુજા થઇ રહી હતી, પંડિત બેઠા હતા પુજા પુરી થઇ મે પંડિતજીને સવાલ પુછ્યો કે ગુરૂજી જણાવો કે તમે દુધ ચડાવ્યું, પાણી ચડાવ્યું, મંત્ર બોલ્યા તમે શું કર્યું. પંડીતજીએ કહ્યું કે, પહેલા સિક્યોરિટીવાળાને દુર કરો, મે કર્યું. પછી તેમણે મને મંદિરની પાછળી દિવાલ પર ઉભો રાખ્યો. કહ્યું માથું દિવાલ પર રાખો. મે લગાવ્યું ત્યાર બાદ તેમણે કહ્યું કે હું અહીનો નહી પરંતુ કાશ્મીરનો છું લોકોને ના કહીશ. તુ ભગવાન શોધી રહ્યો છે તે તને ગમે ત્યાં મળી જશે. મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વારા, ઝાડ, આકાશ મે તેમનો આભાર માન્યો અને હું ચાલી નિકળ્યો
બીજી વાતમાં રાહુલે કહ્યું કે, બીજુ મંદિર તે જ પુજા, તે જ સવાલ. પંડિતજીએ કહ્યું બેટા આ ના પુછીશ પરંતુ હું જીદ્દ કરવા લાગ્યો. પંડીતજીએ કહ્યું મે પુજા કરી દીધી છે, તુ વડાપ્રધાન બનવા જઇ રહ્યો છે. પછી બોલ્યા મંદિરનાં છત્ત પર શું છે ? મે કકહ્યું સિમેન્ટ છે. તેમણે કહ્યું જ્યારે વડાપ્રધાન બની જાય ગુંબજ પર સોનું લગાડી દેજે. એખ વ્યક્તિ સચ્ચાઇ કહી રહ્યો છે જ્યારે બીજો માત્ર વાતો કરી રહ્યો છે. 
સંગઠન પર સવાલ
દેશનો યુવાન સવાલ પુછી રહ્યો છે. યુવાન ગુસ્સામાં છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. દેશણાં એક જ સંગઠન છે. તે છે હાથવાળું (કોંગ્રેસ) સંગઠન. જે યુવાનોને રોજગાર ખેડૂતોને યોગ્ય વળતર આપી શકશે. પાછળ બેઠેલા કાર્યકર્તાઓમાં ખુબ જ ઉર્જા છે અને તેઓ આ કરવા માટે સમર્થ છે. પરંતુ નેતાઓ વચ્ચે જુથવાદ છે મારે સૌથી પહેલા તે દિવાલ તોડવી છે. સીનિયર નેતાઓની ઇજ્જત સાથે ખુબ જ પ્રેમ પુર્વક હું તે દિવાલ તોડીશ.
કાર્યકર્તાઓની શક્તિ
કોઇ પેરાશૂટથી ટીકિટ લઇને આવે છે. બીજી તરફ 10-15 વર્ષથી કાર્યકર્તા પોતાનું લોહી પાણી એક કરી દે છે. ટીકિટ સમયે તેને કહેવાય છે તને ટીકિટ નહી મળે. પરંતુ હવે તેવું નહી થાય તમે કાર્યકર્તા છો તમને પહેલી ટીકિટ મળશે. ગુજરાતમાં અમે નાનકડું ઉદાહરણ આપ્યું . કાર્યકર્તાઓને ટીકિટ આપી. ગુજરાતમાં મોદી સી પ્લેન લઇને આવ્યા હતા પરંતુ હવે હોડકીમાં અને આગામી ચૂંટણીમાં સબમરીનમાં જોવા મળશે. 
યુવાનો માટે સ્ટેજ ખાલી
મે ભારતનાં યુવાનો માટે સ્ટેજ ખાલી કર્યો છે. આજ સુધી કોઇ પાર્ટીનાં કાર્યક્રમમાં સ્ટેજ ખાલી  નથી કર્યો. મે તમારા માટે કર્યો છે. નરેન્દ્ર મોદી પણ તમારી શક્તિ વગર દેશ બદલી શકે તેમ નથી. હું કરોડો યુવાનોને કહેવા માંગીશ કે હું આ સ્ટેજ તમારાથી ભરવા માંગુ છું. 
10 વર્ષમાં અમેરિકા અને ચીનની સાથે હશે ભારત
આજે વિશ્વને બે વિઝન દેખાઇ રહ્યા છે. એક અમેરિકા વિઝ અને બીજું ચીનનું વિઝન. હું 10 વર્ષમાં ત્રીજું વિઝન સામે લાવવા માંગુ છું. ભારતનું વિઝન. જેથી લોકો કહે કે અસલી વિઝન ભારતનું છે. ભારત 24 કલાકમાં 30 હજાર રોજગાર આપે છે. હું તેની સાથે ટક્કર લેવા માંગુ છું. ચીનાં દરેક જિલ્લામાં ભૌગોલીક પરિસ્થિતી અનુસાર કોઇને કોઇ ઉદ્યોગ છે. ટેક્નોલોજીનો સાચો ઉપયોગ થઇ રહ્યો છે. 
પહેલાની જેમ જ ખેડૂતોનું રક્ષણ કરીશ.
હું ખેડૂતોને કહેવા માંગુ છું કે તમે જ આ દેશ બનાવ્યો છે. ટેક્નોલોજી અને  મોટા મોટા ઉધ્યોગોની પહેલા તમે લોહી અને પરસેવો રેડીને દેશ બનાવ્યો છે. આ તમારો ઉપકાર કોંગ્રેસ ક્યારે નહી ભુલે. અમારી સરકાર આવશે તો અમે તમારી રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પહેલા જેમ 70 હજાર કરોડ માફ કર્યા હતા તેમ જરૂર પડી તો ફરી તમારી મદદ કરીશું. 
શિક્ષણ માટે કામ કરીશું
આજે વ્યાપમને સમગ્ર દેશમાં ફેલાવાઇ રહ્યો છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ ધરણા કરી રહ્યા છે. પશ્નપત્ર વેચાઇ રહ્યા છે. કેટલાક લોકો તેને ખરીદીને વેચી રહ્યા છે. શિક્ષણનો હક દરેક યુવાનનો હક છે. આજે આઇઆઇટી - આઇઆઇએમ છે પરંતુ ખુબ જ ઓછા છે. અમારી સરકાર આવશે તો સમગ્ર દેશમાં આવી સંસ્થાઓની સ્થાપના કરાશે. 
કોંગ્રેસ અને આરએસએસમાં ફરક છે
અમે હિન્દુસ્તાનની દરેક સંસ્થાની ઇજ્જત કરીએ છીએ. આરએસએસ દેશની દરેક સંસ્થાને ખતમ કરવા માંગે છે. તે માત્ર સંઘને જ સંસ્થા માને છે. ત ઇચ્છે છે બાકી તમામ સંસ્થાઓ તેની નીચે કામ કરે. મીડિયા અમારા વિશે ખરાબ લખે છે, ક્યારેક ખોટુ પણ લખે છે. પરંતુ હું તમને આશ્વસ્ત કરવા માંગુ છું કે કોંગ્રેસનો હાથ તમારી રક્ષા કરશે. જ્યારે આરએસએસ તમને મારશે ત્યારે પણ અમે તમારી રક્ષા કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news