સિદ્ધૂને ‘કોમનો ગદ્દાર’ કહેનાર હરસિમરત કૌર કયા મોઢે જઇ રહી છે પાકિસ્તાન: કોંગ્રેસ

પાતિસ્તાનમાં આયોજીત આ કાર્યક્રમમાં ભારતની તરફથી બે મંત્રી હરસિમરત કૌર બાદલ અને એચએસ પુરી જઇ રહ્યાં છે

સિદ્ધૂને ‘કોમનો ગદ્દાર’ કહેનાર હરસિમરત કૌર કયા મોઢે જઇ રહી છે પાકિસ્તાન: કોંગ્રેસ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં 28 નવેમ્બરે કરતારપુર કોરિડોરની પાયો નાખવાના કાર્યક્રમમાં શામેલ થવા જઇ રહેલા કેન્દ્રીય મંત્રી હરસિમરત કોર પર કોંગ્રેસે નિશાન સાધ્યું છે. પંજાબ સરકારમાં મંત્રી સુખવિંદર સિંહ રંધાવાએ આ કૌરને ઘેરતા કહ્યું કે ‘હરસિમરત કૌર બાદલે નવજોત સિંહ સિંદ્ધુને પાકિસ્તાન જવા પર તેમને કોમનો ગદ્દાર કહ્યો હતો, હવે તેઓ જાતે પાકિસ્તાન જઇ રહ્યા છે, તો કયા મોઢે જઇ રહ્યાં છે.’ તેમણે કહ્યું કે જ્યારે અકાલી દળ સત્તામાં હતું તો તેમણે કરતારપુર કોરીડોરનો મુદ્દો ઉઠાવ્યો ન હતો.

તમને જણાવી દઇએ કે પાતિસ્તાનમાં આયોજીત આ કાર્યક્રમમાં ભારતની તરફથી બે મંત્રી હરસિમરત કૌર બાદલ અને એચએસ પુરી જઇ રહ્યાં છે. પાકિસ્તાને રવિવારે ભારતને તેમને બે કેન્દ્રીય મંત્રિયોને આવતા અઠવાડીએ કરતારપુર કોરિડોરની પાયા નાખવાના સમારોહમાં ભાગ લેવા માટે મોકલવાના નિર્ણયને ‘સકારાત્મક પ્રતિક્રિયા’ કહી સ્વાગત કર્યું છે.

सिद्धू को 'कौम का गद्दार' कहने वाली हरसिमरत कौर किस मुंह से जा रही हैं पाकिस्'€à¤¤à¤¾à¤¨ : कांग्रेस

પંજાબ સરકારમાં મંત્રી સુખવિંદર સિંહ રંધાવા, (ફોટો સાભાર: ANI)

શનિવારે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ 28 નવેમ્બરે કરતારપુરમાં સમારોહમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને પંજાબ સરકરામાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂને નિમંત્રણ આપ્યું હતું. સ્વરાજે તેમને આમંત્રિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત કરતારપુર કોરિડોરની પાયો નાખવાના સમારોહમાં ભાગ લેવા માટે આવતા અઠવાડીએ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરીને પાકિસ્તાન મોકલશે. કેપ્તન અમરિંદરને પાકિસ્તાનના નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે. જ્યારે સિદ્ધૂએ આ અનુરોધ સ્વીકાર કરી લીધો હતો.

પાકિસ્તાનમાં કરતારપુર સાહબ ભારતના પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાયક પૂજાસ્થળથી નજીક 4 કિલોમીચટ દુર રાવી નદીના સામે કાંઠે સ્થિત ચે આ સિખ ગુરૂદ્વારા 1522માં સિખ ગુરૂએ સ્થાપના કરી હતી. પહેલા ગુરૂદ્વારા, ગુરૂદ્વારા કરતારપુર સાહેબ, અહીંયા બનાવવામાં આવ્યા છે. જેના વિશે કહેવામાં આવે છે કે અહીંયા ગુરૂ નાનક દેવનું નિધન થયું હતું.

ભારત અને પાકિસ્તાન બંનેને જાહેરાત કરી છે કે પાકિસ્તાનના ગૂરૂદ્વારા દરબાર સાહેબની સાથે પંજાબની ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકને જોડનારા આ માર્ગનો વિકાસ તેમના તેમના ભાગોમાં કરશે. રેડિયો પાકિસ્તાનને જણાવ્યું કે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએએ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરીને મકલવાનો ભારતના નિર્ણયનું સ્વાગત કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news