ભગવાન રામ અને દેવી સીતા પર વિકાસ દિવ્યકીર્તિની ટિપ્પણી પર વિવાદ! શરૂ થઇ ગઇ ડીબેટ

Vikas Divyakirti News: કોચિંગ ઇંસ્ટીટ્યૂટ દ્રષ્ટિ આઇએએસ (Drishti IAS) ના સંસ્થાપક અને માલિક, વિકાસ દિવ્યકીર્તિ પોતાના ભણાવવાની રીતને લઇને ખૂબ જાણિતા છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો મોટાભાગે વાયરલ થાય છે.
 

ભગવાન રામ અને દેવી સીતા પર વિકાસ દિવ્યકીર્તિની ટિપ્પણી પર વિવાદ! શરૂ થઇ ગઇ ડીબેટ

Vikas Divyakirti News: લોકપ્રિય યૂપીએસસી કોચિંગ ઇંસ્ટીટ્યૂટ દ્રષ્ટિ આઇએએસ (Drishti IAS) ના સંસ્થાપક અને માલિક, વિકાસ દિવ્યકીર્તિને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કથિત વીડિયોમાં તે ભગવાન રામ અને દેવી સીતાને લઇને કેટલીક વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને ડિબેટ થઇ થઇ ગઇ છે. જે લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા છે તેમનો આરોપ છે કે વિકાસ દિવ્યકીર્તિએ ભગવાન રામ અને દેવી સીતાનું અપમાન કર્યું છે. તો બીજી તરફ ઘણા લોકો દિવ્યકીર્તિનું સમર્થન પણ કરી રહ્યા છે જેમનું કહેવું છે કે જાણી જોઇને કેટલીક સેકન્ડનો જ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને જે વાત તેમણે કહી છે તે ગ્રંથમાં લખેલી છે. 

આ વીડિયોને રાષ્ટ્રીય સેવિકા સમિતિની સભ્ય સાધ્વી પ્રાચીએ ટ્વિટર પર BanDrishtiIAS હેથટેગ સાથે શેર કર્યો. પ્રાચીએ જે વીડિયો શેર કર્યો છે તે ફક્ત 45 સેકન્ડનો છે. તેમાં દિવ્યકીર્તિને રામાયણના એક પ્રસંગ પર વાત કરતાં સાંભળી શકાય છે. 

— Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) November 11, 2022

દિવ્યકીર્તિના કથિત નિવેદન પર સોશિયલ મીડિયા પર એક વર્ગ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. કેટલાકે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કોચિંગ ઇન્ટીટ્યૂટ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી છે. વીડિયો વાયરલ થયા બાદ શુક્રવારે સવારથી જ ટ્વિટર પર #BanDrishtiIAS ટ્રેંડ કરી રહ્યું છે. 

જોકે કેટલા વિદ્યાર્થી દિવ્યકીર્તિના સમર્થનમાં આવ્યા છે અને એક ટ્રેંડ #ISupportDrishtiIAS શરૂ કર્યો છે. એક ટ્વિટર યૂઝરે નિવેદનમાં આખો વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે 'જો તમે #BanDrishtiIAS ઇચ્છો છો, તો સાબિત કરો કે વિકાસ દિવ્યકીર્તિનું નિવેદન ખોટું છે.'

हम सनातनी है मूर्ख नही

गंदी राजनीति व @Sadhvi_prachi जैसे
कम समझदार लोगो के चक्कर मे न पड़े।

शिक्षा के मंदिरों को इससे दूर रखें

कुते वाला कथन .. किसी ग्रन्थ में कवि द्वारा कहा गया है

— Lekhraj Sarva (@LekhrajSarva) November 11, 2022

આ મુદ્દા પર દિવ્યકીર્તિનું સમર્થન કરનાર કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો કે જે કંઇપણ તે વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે જોકે તે પ્રાચીન ગ્રંથનું કથન છે.

— Swati Mishra (@swati_mishr) November 11, 2022

આ મુદ્દે દિવ્યકીર્તિનું સમર્થન કરનાર કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો છે કે જે કંઇપણ તે વીડિયોમાં કહેતાં જોવા મળી રહ્યા છે તે પ્રાચીન ગ્રંથનું કથન છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news