કોરોનાથી મોત પર મોટો ખુલાસો! જીવ ગુમાવનાર 70 % લોકોએ વેક્સીન લીધી ન હતી

કોરોના મહામારીને લઈને બેદરકાર રહેતા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. કોરોનાની રસીને ગંભીરતાથી ન લેવી એ જીવ જોખમમાં મુકવા બરાબર છે.

કોરોનાથી મોત પર મોટો ખુલાસો! જીવ ગુમાવનાર 70 % લોકોએ વેક્સીન લીધી ન હતી

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાને લઈને હજુ પણ ઘણા લોકો બેદરકારી દાખવી રહ્યા છે. દરમિયાન આરોગ્ય વિભાગે દિલ્હીને લઈને ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે.

97 મોત, 70 એ વેક્સીન લીધી ન હતી
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે દિલ્હીમાં 97 કોરોના સંક્રમિત દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જે લોકોએ જીવ ગુમાવ્યો તેમાંથી 70 લોકોને રસી લીધી ન હતી. તે જ સમયે 19 દર્દીઓએ રસીનો માત્ર એક જ ડોઝ લીધો હતો. માત્ર 8 દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા.

પહેલા કરતા ઓછા દર્દીઓ હોસ્પિટલોમાં
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર બીએલ શેરવાલે કહ્યું કે કોરોનાની વર્તમાન સ્થિતિમાં હોસ્પિટલમાં પહેલાની સરખામણીએ ઓછા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. મૃત્યુની સંખ્યા અંગે તેમણે કહ્યું કે તે માત્ર કોરોનાના કારણે નથી. તેમણે કહ્યું કે વધુ મોત પાછળ કો-મોર્બિડિટી કારણ ઉભરી રહ્યું છે.

દિલ્હીમાં બુધવારે 40 કોરોના દર્દીઓના મોત
જણાવી દઈએ કે બુધવારે દિલ્હીમાં થયેલા મોતને લઈને સ્વાસ્થ્ય વિભાગે કોવિડ હોસ્પિટલો માટે ડેથ ઓડિટ કમિટીની રચના કરી છે. આ કમિટી કોરોનાના કારણે થયેલા મોતનો રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપશે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર બુધવારે દિલ્હીમાં 40 કોરોના સંક્રમિત દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 120 કોરોના દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news