તૈયાર થઈ ટીમ ઈન્ડિયાની નવી 'ત્રિમૂર્તિ', આગામી ઘણા વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો વાગશે ડંકો

Indian Cricket Team: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. આ ટેસ્ટ મેચમાં ભારતના ઘણા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં ગિલ, પંત, અશ્વિન, યશસ્વી અને જાડેજાએ કમાલ કર્યો હતો. તો બોલિંગમાં બુમરાહ અને આકાશ દીપ છવાયા હતા.
 

તૈયાર થઈ ટીમ ઈન્ડિયાની નવી 'ત્રિમૂર્તિ', આગામી ઘણા વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો વાગશે ડંકો

Indian Cricket Team: બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે બેટર અને બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે બેટિંગમાં પોતાની પ્રતિભા બતાવી હતી. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને અશ્વિને જલવો દેખાડ્યો હતો. પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ જીતનાર બાંગ્લાદેશી ટીમની હાલત ચેન્નાઈમાં ખરાબ થઈ ગઈ.

ચેન્નઈમાં યુવાઓ ચમક્યા
પ્રથમ વખત ભારતના ત્રણ યુવા ખેલાડીઓ ચેન્નાઈમાં એકસાથે ટેસ્ટ મેચ રમ્યા. ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પહેલીવાર ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં દેશ માટે સાથે રમ્યા હતા. ગિલ અને પંત આ પહેલા એકસાથે ટેસ્ટ મેચ રમ્યા હતા. યશસ્વીએ ગયા વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે સમયે પંત કાર અકસ્માતમાં ઈજાને કારણે ટીમની બહાર હતો. હવે ત્રણેય મળીને બાંગ્લાદેશ પર ત્રિપલ હુમલો કર્યો. યશસ્વીએ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી જ્યારે ગિલ અને પંતે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. આ ત્રણેયને જોઈને ચાહકો કહી રહ્યા છે કે ભારતને ટેસ્ટ ક્રિકેટની નવી ત્રિમૂર્તિ મળી છે અને તે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ પર રાજ કરશે.

ઋષભ પંતઃ ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા બાદ આ સુપરસ્ટાર ખેલાડી હવે ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. આ વર્ષે પંતે IPLમાંથી જોરદાર પુનરાગમન કર્યું અને પછી ભારત માટે T20-ODI રમવા આવ્યો. T20 વર્લ્ડ કપ જીતનારી ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પંતે ટેસ્ટમાં વાપસી કરીને શાનદાર સદી ફટકારીને સાબિત કર્યું કે આ તેનું ફેવરિટ ફોર્મેટ છે. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર આ ખેલાડીએ પોતાના કરિયરની છઠ્ઠી સદી ફટકારી છે. પંત 26 વર્ષનો છે અને તે આ ફોર્મેટમાં લાંબા સમય સુધી દેશ માટે રમી શકે છે.

શુભમન ગિલઃ પંતથી ઉંમરમાં એક વર્ષ નાના શુભમન ગિલે ટેસ્ટ ફોર્મેટમાં પોતાની ચોથી સદી ફટકારી હતી. ગિલના પ્રદર્શનમાં તાજેતરમાં સાતત્યની કમી જોવા મળે છે. તે પ્રથમ ઈનિંગની તુલનામાં ટેસ્ટની બીજી ઈનિંગમાં વધુ સફળ થવા લાગ્યો છે. તેમ છતાં તે ત્રણેય ફોર્મેટનો પ્લેટર છે અને બીસીસીઆઈએ તેને વાઇસ કેપ્ટન પણ બનાવ્યો છે. ગિલને ભારતનો ફ્યૂચર કેપ્ટન ગણાવવામાં આવી રહ્યો છે.

યશસ્વી જાયસવાલઃ ખુબ ઓછા સમયમાં પોતાનું નામ બનાવનાર યશસ્વીએ ભારત માટે કેટલીક શાનદાર ઈનિંગ રમી છે. જાયસવાલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં 700થી વધુ રન ફટકાર્યા હતા. તે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં 1094 રન બનાવ્યા છે. ટેસ્ટમાં આ યુવા બેટરે ત્રણ સદી ફટકારી, જેમાં બે બેવડી સદી સામેલ છે. યશસ્વીએ ગિલ અને પંતની સાથે મળી ભારતીય ક્રિકેટમાં નવી ત્રિમૂર્તિ બનાવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news