ગજબનો સંયોગ બન્યો, હવે ત્રણેય મિત્રોના હાથમાં નેવી, આર્મી અને એરફોર્સની કમાન

એર માર્શલ એપી સિંહ વાયુસેનાના પ્રમુખ બનવા જઈ રહ્યાં છે અને તેમના મિત્રો પહેલાથી થલસેના અને નૌસેનાની કમાન સંભાળી રહ્યાં છે. 
 

ગજબનો સંયોગ બન્યો, હવે ત્રણેય મિત્રોના હાથમાં નેવી, આર્મી અને એરફોર્સની કમાન

નવી દિલ્હીઃ એર માર્શલ એપી સિંહની આગામી વાયુસેના પ્રમુખના રૂપમાં નિમણૂંકની સાથે ગજબનો સંયોગ બની ગયો છે. તેમના બે કોર્સમેટ અને બે ક્લાસમેટ હવે ત્રણેય સેનાઓ- થલસેના, નૌસેના અને વાયુસેનાનું નેતૃત્વ કરશે. આ નિમણૂંકની સાથે ત્રણેય સેનાઓ- થલસેના, નૌસેના અને વાયુસેનામાં છેલ્લા પાંચ મહિનામાં નેતૃત્વ પરિવર્તન જોવા મળ્યું છે. 

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એર માર્શલ એપી સિંહ રાષ્ટ્રીય રક્ષા એકેડમીના 65માં કોર્સના ક્લાસમેટ છે અને વર્ષ 1983માં ત્યાંથી પાસ થયા છે, જ્યારે જનરલ દ્વિવેદી અને ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી મધ્ય પ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલના સહપાઠી છે.

એડમિરલ ત્રિપાઠીએ આ વર્ષે 30 એપ્રિલે નૌસેના પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો, જ્યારે જનરલ દ્વિવેદીએ 31 જુલાઈએ પદભાર સંભાળ્યો હતો. આગામી વાયુસેના અધ્યક્ષની નિમણૂંકના જાહેર આદેશ અનુસાર, એર માર્શલ એપી સિંહ 30 સપ્ટેમ્બરે પદભાર સંભાળશે.

નેશનલ ડિફેન્સ એકેડમીમાં મજબૂત સંબંધોને કારણે જનરલ દ્વિવેદી, એડમિરલ ત્રિપાઠી અને એર માર્શલ એપી સિંહ ખુબ સારા મિત્રો છે અને તેનાથી ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવામાં મદદ મળશે.

આવા ફેરફારો વર્તમાન સમયમાં નેતૃત્વ વચ્ચે સંકલનમાં વધુ મદદરૂપ સાબિત થશે. જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના નેતૃત્વમાં સૈન્ય બાબતોનો વિભાગ સંરક્ષણ દળો માટે થિયેટર કમાન્ડ બનાવવા પર કામ કરી રહ્યું છે. ત્રણેય સેના ઓપરેશન માટે જરૂરી સામાન્ય સંપત્તિઓ પર પણ કામ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news