કોરોના અપડેટ: એક મહિના બાદ આવ્યા રાહતના સમાચાર, 24 કલાકમાં નોંધાયા આટલા નવા કેસ

દેશમાં કોરોના વાયરસ મહામારીના કેસ છેલ્લા 48 કલાકની સરખામણીએ આજે ઘણા ઓછા થયેલા જોવા મળ્યા છે.

કોરોના અપડેટ: એક મહિના બાદ આવ્યા રાહતના સમાચાર, 24 કલાકમાં નોંધાયા આટલા નવા કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ મહામારીના કેસ છેલ્લા 48 કલાકની સરખામણીએ આજે ઘણા ઓછા થયેલા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે આ અગાઉ રવિવારે 1 લાખ 7 હજાર 474 નવા કેસ નોંધાયા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ 7.25% છે. જાણો કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે...

ઘણા સમય પછી કોરોનાના એક લાખથી ઓછા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા રાહત આપનારા છે. કારણ કે ઘણા દિવસ પછી દેશમાં એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 83,876 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 1,99,054 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના 11,08,938 દર્દીઓ સારવાર હેઠળ છે. 

Active cases: 11,08,938
Death toll: 5,02,874
Daily positivity rate: 7.25%

Total vaccination: 1,69,63,80,755 pic.twitter.com/i2PatSLAxi

— ANI (@ANI) February 7, 2022

એક દિવસમાં 895 લોકોના મોત
કોરોનાથી એક દિવસમાં 895 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 5,02,874 થયો છે. હાલ દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 7.25% થયો છે. રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 1,69,63,80,755 ડોઝ અપાઈ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news