Gujarat Monsoon 2025: ગુજરાતમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે પડેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ભરઉનાળે ગુજરાતના 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમાં ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદે મુશ્કેલી ઉભી કરી છે. શિયાળાની સિઝનમાં આવેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો બાગાયતી અને શિયાળુ પાકના ઉત્પાદન પર પણ આ કમોસમી વરસાદને કારણે અસર થવાની છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં કમોસમી વરસાદ પડ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. કેટલીક જિલ્લામાં તો પાકને નુકસાન થયું છે.
ગુજરાતનું ચેરાપુજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટર માં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસુ નબળું સાબિત થયું છે, અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પુરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
Gujarat Weather Forecast: હાલ દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સસુન ટ્રફના કારણે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતના ઉત્તર પૂર્વી જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. આ ઉપરાંત ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, તેથી આજથી વરસાદી માહોલ બરાબરનો જામશે.
Gujarat Monsoon Alert: ઑગસ્ટની અતિવૃષ્ટિએ ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે, હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંમોટું નુકસાન પહોંચ્યું છે. હાલ વરસાદનું જોર ઘટ્યું છે. જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની અન્ય ત્રણ સિસ્ટમ વરસાદ લાવી રહી છે.
વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને ,જયશ્રી રામ અહીંયાથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી, તેવો હૂરિયો બોલાવ્યો હતો.
Gujarat Rain Forecast Ambalal Patel: ગુજરાત પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમને પગલે હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે. આ અંગેની આગાહી પણ અગાઉ અંબાલાલ પટેલે કરી હતી. અંબાલાલ પટેલે આના કરતા પણ વધુ ઘાતક આગાહી હવે કરી દીધી છે. જાણો આગામી દિવસોમાં ગુજરાતમાં શું થવાનું છે.
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીમાં નાગરિકોની સલામતી માટે વહીવટી તંત્ર સજ્જ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ ટીમો તૈનાત. વડોદરામાં ૪૫ અને દેવભૂમિ દ્વારકામાં ૩૦ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડી તબીબી નિરીક્ષણ હેઠળ રખાઈ
ગુજરાતમાં ઠેર-ઠેર રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. વરસાદે ત્રણ દિવસમાં 15 લોકોનો ભોગ લીધો છે. તો ગુજરાત અનેક જિલ્લામાં શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે જ્યાં છો ત્યાં જ રહો. બિનજરૂરી બહાર નિકળવાનું ટાળો.
આજે રાજ્યમાં 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદી પાણી ભરાય જવાના કારણે અનેક વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાય ગયા હોવાના કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
સૌરાષ્ટ્ર પેરિસ કહેવાતા જામનગરના છે. શહેરના કૈલાશ કોલોની પાસે બ્રિજ પાસે એક વૃદ્ધ નદીમાં ફસાઈ ગયા. નદીમાં ફસાયેલા આ વૃદ્ધા કલાકો સુધી પાણી વચ્ચે રહ્યા પરંતુ તેમણે હિંમત ન હારી. આખરે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી અને વૃદ્ધાનું સફળ રેસ્ક્યૂ કર્યું.
Gujarat Weather 2024: રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી.
હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી શરૂ થતાં કલાકો મુજબ સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ રડશે તેની આગાહી કરાઈ છે.
Ambalal Patel Prediction: ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી સામે આવી છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં શું થવાનું છે તે તો ભગવાન બચાવે તેવી સ્થિતિ છે. રાજ્યમાં આગામી 36 થી 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે.
અમદાવાદના ગોતાના વંદેમાતરમ વિસ્તારમાં ભારે વરસાદે કેમનું જવું એ સૌથી મોટી સમસ્યા બની જાય છે. આ વિસ્તાર તંત્રના પાપે રામભરોસે થઈ જાય છે. ગોતા એ અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે પણ કેટલાક નેતાઓના પાપે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો નથી.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી. સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવી. જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા
Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલે આજે ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં ૧ થી ૩ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે. હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. વાપીમાં 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.