Corona Vaccine: કોવિડ-19ની બે અલગ અલગ રસીના ડોઝ જો આપી દેવાય તો શું થાય? રિસર્ચમાં સામે આવી આ વાત
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના એક ગામમાં 72 વર્ષની વ્યક્તિને અલગ અલગ રસી આપવાનો મામલો સામે આવ્યો છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રના જાલના જિલ્લાના એક ગામમાં 72 વર્ષની વ્યક્તિને અલગ અલગ રસી આપવાનો મામલો સામે આવ્યો છે. જાલનામાં રહેતા દત્તાત્રેય વાઘમારેને 22 માર્ચના રોજ ભારત બાયોટેકની કોવેક્સીનનો ડોઝ અપાયો હતો. ત્યારબાદ 30 માર્ચના રોજ તેને રસીનો બીજો ડોઝ અપાયો અને ગામના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી કોવિશીલ્ડનો ડોઝ આપી દેવાયો. જેનો ખુલાસો તેમના પુત્રએ કર્યો.
બીજો ડોઝ મળ્યા બાદ થઈ મામૂલી સમસ્યાઓ
દત્તાત્રેય વાઘમારેના પુત્ર દિગંબરે કહ્યું કે 'બીજો ડોઝ આપ્યા બાદ મારા પિતાને મામૂલી મુશ્કેલીઓ થઈ હતી. તેમને હળવો તાવ, શરીરના કેટલાક ભાગમાં ચકામા, અને બેચેનીની સમસ્યા થઈ હતી. ત્યરાબાદ અમે તેમને રાજ્ય સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા જ્યાં તેમને કેટલીક દવા અપાઈ.' તેમણે વધુમાં જણાવ્યું કે મને થોડા દિવસ પહેલા જ અલગ અલગ રસીના ડોઝ અંગે ત્યારે જાણવા મળ્યું જ્યારે મે રસીકરણના પ્રમાણપત્ર જોયા. મારા પિતા અભણ છે અને હું પણ બહુ ભણેલો ગણેલો નથી. સ્વાસ્થ્ય અધિકારીઓએ ધ્યાન આપવું જોઈતું હતું કે મારા પિતાને એ જ રસીનો ડોઝ મળે જે પહેલા મળ્યો હતો.
થઈ શકે છે થાક અને માથાના દુખાવા જેવી આડઅસર
કોરોના રસીની કમી વચ્ચે ડોઝ મિક્સ કરવા અંગે વિચારવામાં આવ્યું હતું પરંતુ અભ્યાસ મુજબ કોવિડ-19ની બે અલગ અલગ રસીના ડોઝ જો દર્દીને આપવામાં આવે તો તેની આડઅસર થઈ શકે છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે મેડિકલ જર્નલમાં એક અભ્યાસના હવાલે કહ્યું હતું કે બે રસીને મિક્સ કરવાથી થાક અને માથાના દુખાવા જેવી મુશ્કેલીઓ જોવા મળી શકે છે. જો કે બહુ ઓછા સમય માટે આ આડઅસરનો અનુભવ થાય છે અને મોટાભાગના લક્ષણો હળવા જ હોય છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સ્ટડીમાં ખુલાસો
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓએ પણ એક સ્ટડીમાં જાણ્યું છે કે બે અલગ અલગ રસી મૂકવાથી થોડા સમય માટે દુષ્પ્રભાવ થઈ શકે છે. ધ લાન્સેટ મેડિકલ જર્નલના એક રિપોર્ટ મુજબ લોકોને પહેલા એસ્ટ્રાજેનેકા રસી આપવામાં આવી હતી અને ત્યારબાદ ફાઈઝરની રસી આપવામાં આવી. બીજો ડોઝ લીધા બદા લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી પરંતુ તેમાંથી મોટાભાગની હળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે