Goa: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 4 કલાકમાં 13 દર્દીના જીવ ગયા, 2 દિવસ પહેલા થયા હતા 26ના મોત

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અનેક રાજ્યોમાં ઓક્સિજનની કમીનું સંકટ હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે ગોવાની મેડિકલ કોલેજમાં ગત રાત 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 13 લોકોના મોત થયા. કહેવાય છે કે આ મોત હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે થયા. 
Goa: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 4 કલાકમાં 13 દર્દીના જીવ ગયા, 2 દિવસ પહેલા થયા હતા 26ના મોત

પણજી: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અનેક રાજ્યોમાં ઓક્સિજનની કમીનું સંકટ હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે ગોવાની મેડિકલ કોલેજમાં ગત રાત 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 13 લોકોના મોત થયા. કહેવાય છે કે આ મોત હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે થયા. 

2 દિવસ પહેલા પણ થયા હતા મોત
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બે દિવસ પહેલા પણ કોરોના વાયરસથી સંક્રમિત 26 લોકોના મોત થયા હતા. જેમાંથી મોટાભાગના લોકોના મોત રાતે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે થયા હતા. ત્યારબાદ આ હોસ્પિટલમાં બુધવારે 20 અને ગુરુવારે 16 દર્દીઓના મોત થયા. 

ગોવામાં કોવિડ 19ના 2491 કેસ
ગોવામાં ગુરુવારે નવા 2491 કેસ નોધાયા હતા જ્યારે 63 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યાં મુજબ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો હવે 1,30,130 પર પહોંચી ગયો છે. જ્યારે મૃતકોની સંખ્યા હવે 1937 પર પહોંચી છે. એક દિવસમાં જો કે 2266 દર્દીઓ સાજા પણ થયા. ગોવામાં હાલ 32,953 દર્દીઓ સારવાર હેઠળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news