Remdesivir ની અછત દૂર કરવા કેન્દ્રનો મોટો નિર્ણય, ભાવમાં પણ થશે ઘટાડો

ભારતમાં રેમડેસિવિરના નિકાસ પર લગાવ્યો છે પ્રતિબંધ ભારત સરકારે 11 એપ્રિલે રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારે કહ્યુ કે, રેમડેસિવિર બહાર મોકલવાની જગ્યાએ ઘરેલૂ ઉપયોગ માટે રહેવી જોઈએ.

Remdesivir ની અછત દૂર કરવા કેન્દ્રનો મોટો નિર્ણય, ભાવમાં પણ થશે ઘટાડો

નવી દિલ્હીઃ કોરોના મહામારી (corona virus) ના વધતા પ્રકોપ અને દેશભરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કમીના સમાચારો વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકારે રેમડેસિવિર બનાવનારી કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તે દવાનું ઉત્પાદન વધારે અને કિંમતોમાં ઘટાડો કરે. તે માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દવા ઉત્પાદક કંપનીઓ સાથે સતત બે દિવસ બેઠક કરી અને તેની સાથે જોડાયેલા નિર્દેશ આપ્યા છે. સરકારે કંપનીઓને કહ્યું કે, તે માત્ર ન ઉત્પાદન વધારે પરંતુ કિંમતોમાં પણ ઘટાડો કરે. 

આટલી વધશે ઉત્પાદન ક્ષમતા
હાલના સમયમાં ભારતમાં સાત કંપનીઓ મળીને 38.80 લાખ ડોઝ રેમડેસિવિર  (Remdesivir) નું ઉત્પાદન કરે છે. સરકારે 6 કંપનીઓ દ્વારા સાત અન્ય સાઇટ્સ પર 10 લાખ ડોઝ વધારાનું ઉત્પાદનને મંજૂરી આપી છે. આ સિવાય 30 લાખ ડોઝ પ્રતિ મહિનાના હિસાબથી એક અન્ય કંપનીને રેમડેસિવિરના ઉત્પાદન માટે કહ્યું છે. ત્યારબાદ ભારતમાં આ દવાના 78 લાખ ડોઝ દર મહિનાના હિસાબે ઉત્પાદન થશે. 

ભારતમાં રેમડેસિવિરના નિકાસ પર લગાવ્યો છે પ્રતિબંધ
ભારત સરકારે 11 એપ્રિલે રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારે કહ્યુ કે, રેમડેસિવિર બહાર મોકલવાની જગ્યાએ ઘરેલૂ ઉપયોગ માટે રહેવી જોઈએ. સરકારના આ નિર્ણય બાદ રેમડેસિવિરના 4 લાખ ડોઝ બહાર જઈ રહ્યાં હતા તેને રોકી લેવામાં આવ્યા. 

કંપનીઓએ ઘટાડ્યા ભાવ
પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રેમડેસિવિર બનાવનારી કંપનીઓએ ખુદ તેની કિંમત ઘટાડી દીધી અને 3500 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો. જેથી કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારત જીતી શકે. આ પહેલા દેશના અનેક રાજ્યોમાં રેમડેસિવિરની અછત ઉભી થઈ હતી. અનેક જગ્યાએ ઇન્જેક્શન ન મળવાની વાતો સામે આવી રહી હતી. આ સિવાય સરકારે રેમડેસિવિરની કાળાબજારી અને સંગ્રહખોરીને રોકવા માટે પણ મોટો નિર્ણય લીધો છે. હવે તેના પર એનપીપીએ (National Pharmaceutical Pricing Authority) નજર રાખશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news