India Corona Cases Update: ખુબ જ રાહતના સમાચાર!, એક જ દિવસમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો

કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે અનેક દિવસો બાદ મોટી રાહત મળી છે.

India Corona Cases Update: ખુબ જ રાહતના સમાચાર!, એક જ દિવસમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો

નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે અનેક દિવસો બાદ મોટી રાહત મળી છે. ગઈ કાલ કરતા આજે 50 હજાર જેટલા ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.55 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે 614 લોકોના કોરોનાથી જીવ ગયા છે. 

નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,55,874 કેસ નોંધાયા છે. જે ગઈ કાલે નોંધાયા હતા તેના કરતા 50,190 ઓછા છે. હાલ દેશમાં 22,36,842 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,67,753 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 15.52% થયો છે. 

Active case: 22,36,842
Daily positivity rate: 15.52% pic.twitter.com/IW8LijHuru

— ANI (@ANI) January 25, 2022

આટલા ટેસ્ટ થયા
કોરોના વાયરસના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 લાખ 49 હજાર 108 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 71 કરોડ 88 લાખ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 162 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news