Coronavirus Today: 24 કલાકમાં નોંધાયા 11,271 નવા કેસ, 285 લોકોના મોત

દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 11,271 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 285 લોકોના મોત થયા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા એક લાખ 35,918 છે.

Coronavirus Today: 24 કલાકમાં નોંધાયા 11,271 નવા કેસ, 285 લોકોના મોત

Coronavirus Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 11,271 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 285 લોકોના મોત થયા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા એક લાખ 35,918 છે. મોટી વાત એ છે કે કેરલમાં કાલે કોરોના 6,468 કેસ સામે આવ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાના તાજા આંકડાની સ્થિતિ શું છે. 

અત્યાર સુધી 4 લાખ 63 હજાર 530 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને આજે ત્રણ કરોડ 44 લાખ 37 હજાર 307 થઇ ગઇ છે. તો બીજી તરફ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 1 લાખ 35 હજાર 918 થઇ ગઇ છે. તો બીજી તરફ આ મહામારીથી મોતને ભેટનારાઓની સંખ્યા 4 લાખ 63 હજાર 530 થઇ ગઇ છે. આંકડા અનુસાર અત્યાર સુધી કુલ 3 કરોડ 38 લાખ 37 હજાર 589 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે. 

કેરલમાં 6,468 નવા કેસ સામે આવ્યા
કેરલમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના લીધે 6,468 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 50,55,224 થઇ ગઇ છે. આ ઉપરાંત 23 દર્દીઓના મોત સાથે જ મૃતકોની સંખ્યા 35,685 સુધી પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય બુલેટિનના અનુસાર રાજ્યમાં ઉપચારધીન રોગીઓની સંખ્યા  68,630 છે, જેમાંથી 6.7 ટકા હોસ્પિટલમાં ભરતી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news