coronavirus india

આ રાજ્યમાં નથી એક પણ કોરોના સંક્રમિત દર્દી, તેમ છતાં 31 મે સુધી વધાર્યું Lockdown

કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણને રોકવા માટે મિઝોરમે 31 મે સુધી લોકડાઉન (Lockdown) વધાર્યું છે. મિઝોરમ (Mizoram)માં ગુરુવારે સરકારે અનેક રાજકીય પક્ષો, એનજીઓ સાથે બેઠક કરી હતી. આ મીટીંગે સર્વાનુમતે લોકડાઉન વધારવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ, શુક્રવારે રાજ્યના મુખ્ય મંત્રી ઝોરામથાંગાએ આ નિર્ણય લીધો છે.

May 15, 2020, 09:19 PM IST

દેશમાં કોરોના સંક્રમણના કેસ 80 હજારની નજીક, આ 3 રાજ્યોએ વધારી ચિંતા

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા 80,000ની નજીક પહોંચી ગઇ છે. સંક્રમણથી મરનારાઓનો આંકડો 2,500ને પાર કરી ગયો છે. અત્યાર સુધી 26,000થી વધુ લોકો સાજા થયા છે.

May 15, 2020, 06:29 AM IST

PM મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું: ગ્રામીણ ભારતને કોરોના મુક્ત રાખવું પડશે, Lockdown પર કહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે સંવાદમાં અર્થવ્યવસ્થા (Economy) પાટા પર લાવવા તેમજ કોરોના વાયરસ (Coronavirus)ના સંકટને પહોંચી વળવા સંતુલિત રણનીતિ બનાવવાની જરૂરીયાત પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડશે અને ગ્રામીણ ભારતને કોરોના મુક્ત રાખવું પડશે. પીએમ મોદીએ 15 મે સુધી તમામ મુખ્યમંત્રીઓ પાસેથી સૂચનો માંગ્યા છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થાય છે.

May 12, 2020, 12:09 AM IST

કોરોના દર્દીની સંખ્યા 67 હજારને પાર, 24 કલાકમાં સૌથી વધુ કેસ: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 67 હજારને વટાવી ગઈ છે. દેશમાં કોવિડ -19 ના દર્દીઓની સંખ્યા 67,152 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 4213 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 97 લોકોનાં મોત નીપજ્યાં છે. 20,916 લોકો આ મહામારીમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 2206 લોકોએ આ બિમારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની બાબત એ છે કે રિકવરી દર વધીને 31.1% થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

May 11, 2020, 05:16 PM IST

કોરોનાઃ મોડો ટેસ્ટ કરાવતા દર્દીમાં મૃત્યુનું જોખમ વધુઃ ડો. રણદીપ ગુલેરિયા

આજે સવારે ડો. રણદીપ ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો, જયંતિ રવિ, ડો. એમ.એમ પ્રભાકર સહિત સીનિયર ડોક્ટરો સાથે મળીને સારવારની માહિતી મેળવી હતી. 
 

May 9, 2020, 03:06 PM IST

કોરોનાઃ ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહીં, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત

કોરોના વાયરસે વિશ્વના ઘણા વિકસિત દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. અમેરિકા, ઇટાલી, યૂનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, સ્પેન જેવા દેશોમાં હજારો મોત થયા છે. 

May 9, 2020, 01:41 PM IST

દેશમાં કોરોના વાયરસના કેસની ગતી વધુ, ડબલિંગ રેટે વધારી ચિંતા; સરકારે બદલી રણનીતિ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સરકારનું ધ્યાન હવે આ રોગચાળાને કારણે થતા મૃત્યુઆંકને ઘટાડવા પર છે. દેશમાં કોરોના સંક્રમણના એક દિવસમાં ત્રણ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનું માનવું છે કે આ આંકડા ઘટાડવામાં થોડી મુશ્કેલી છે પરંતુ સંક્રમણને કારણે થતા મૃત્યુ ઘટાડવા માટે સરકાર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. આ માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.

May 8, 2020, 09:39 PM IST

સોશિયલ ગેધરિંગ પર પ્રતિબંધ યથાવત, લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકો જ થઇ શકે છે સામેલ

લોકડાઉન (Lockdown)માં આપવામાં આવેલી ઢીલના લીધે દેશમાં કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણની ગતિ ઝડપથી વધી છે. ગત 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા છે અને 195 લોકોના મોત થયા છે.

May 5, 2020, 05:52 PM IST

દેશમાં કોરોનાનો સકંજો વધારે કસાયો, દર કલાકે 3ના મોત 110 નવા કેસ આવી રહ્યા છે સામે

દેશમાં ભલે લોકડાઉનને 40 દિવસ કરતા વધારે સમય પસાર થઇ ચુક્યો હોય પરંતુ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. મે મહિનાની શરૂઆત થતા જ સંક્રમણનાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. સ્થિતી એટલે સુધી પહોંચી છે કે મૃત્યુદર ગત્ત દિવસોની તુલનાએ અનેક ગણું વધી રહ્યું છે. આજે એટલે કે 3 મેની જ વાત કરીએ તો ગત્ત 24 કલાકમાં કોરોના સંક્રમણનાં રેકોર્ડ 2644 ચેપના કેસ સામે આવ્યા છે જ્યારે સૌથી વધારે 81 સંક્રમિત દર્દીઓનાં મોત નિપજ્યાં છે. એટલે કે 24 કલાકમાં સરેરાશ જોઇએ તો દર કલાકે 3 કોરોનાના દર્દીઓનાં મોત થઇ રહ્યા છે. દર કલાકે 110 સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. 

May 3, 2020, 06:38 PM IST

પંજાબમાં બે અઠવાડિયા માટે વધાર્યું Lockdown, રોજ ફક્ત 4 કલાક મળશે રાહત

પંજાબમાં હવે 17 મે સુધી કર્ફ્યૂં/ લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન, સંક્રમિત વિસ્તારોમાં દરરોજ 4 કલાક કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh)એ બુધવારે તેની જાહેરાત કરી છે.  

Apr 29, 2020, 06:02 PM IST

Lockdownથી બંધક દેશને આશા, 18 રાજ્યોમાં ઘટ્યું કોરોના સંક્રમણનું ડબલિંગ રેટ

લોકડાઉન (Lockdown)થી દેશને આશા બંધાઇ છે. 18 રાજ્યોમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ ઘટી ગયો છે. 3.4 ના બદલે હવે 7.5 દિવસમાં બમણો થઇ રહ્યો છે. એટલું જ નહી, 23 રાજ્યોના 59 જિલ્લામાં 2 અઠવાડિયાથી નવા કેસ નથી. 

Apr 20, 2020, 05:57 PM IST

કોરોના વેક્સિન પર કામ કરવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના

કોરોનાને લઇને દવાઓને પરીક્ષણ અને વેક્સીન પર કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના સભ્ય, વડાપ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ઉપરાંત આયુષ, ICMR, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ, ICIR સહિત ઘણા વિભાગોના સભ્ય સામેલ થશે. 

Apr 19, 2020, 09:07 PM IST

કોરોના વાયરસને હરાવનાર પ્રથમ રાજ્ય બન્યું ગોવા, તમામ દર્દીઓ થયા સ્વસ્થ

ગોવામાં કોરોના વાયરસના તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સાત કેસ સામે આવ્યા હતા, જેમાંથી છ પહેલા જ સ્વસ્થ થઈ ગયા હતા. છેલ્લા દર્દીનો રવિવારે રિપોર્ટ નેગેટિવ આવતા તેને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

Apr 19, 2020, 05:22 PM IST

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 કેસ, 27 મૃત્યુઃ સ્વાસ્થ્ય મંત્રાલય

 રાહતના સમાચાર છે કે 23 રાજ્યોના 54 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. 

Apr 19, 2020, 04:48 PM IST

દેશમાં કોરોના દર્દીની સંખ્યા 13387, સંક્રમણના દરમાં 40% ઘટાડો: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 13387 પર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 437 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1007 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે, 1 એપ્રિલથી અત્યાર સુધીમાં સંક્રમણ વધાવાના દરમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારના જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.

Apr 17, 2020, 06:46 PM IST

દેશભરમાં કોરોના સંક્રમણના 9152 કેસ, 308ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધીને 9152 થઇ ગઇ છે. આ મહામારીથી દેશભરમાં અત્યાર સુધી 308 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. 

Apr 13, 2020, 06:36 PM IST

દેશભરમાં કોરોના સંક્રમણના 8356 દર્દી, 24 કલાકમાં 34ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશભરમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 8356 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મોત થયા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 909 કેસ સામે આવ્યા છે. કોરોના સંક્રમણથી સમગ્ર દેશમાં અત્યાર સુધીના 273 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 176 દર્દી સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.

Apr 12, 2020, 06:48 PM IST

Lockdown: PM મોદીએ આપ્યો મંત્ર- સ્વસ્થ ભારત માટે જાન પણ જરૂરી છે, જહાન પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના કોરોના સામે લોકડાઉનની જાહેરાત કરતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જાન હે તો જાહન હે. આજે મુખ્યમંત્રીઓથી વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, હવે સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે જાન પણ જરૂરી છે અને જહાન પણ. દેશને પ્રત્યેક વ્યક્તિ બંનેની ચિંતા કરતા પોતાનું કર્તવ્ય નિભાવે. વડાપ્રધાનનું આ નિવેદન કોરોનાથી લડવામાં ભારતની રણનીતિની જીતના સંકેત આપે છે.

Apr 11, 2020, 08:37 PM IST

ઓડિશા, પંજાબ બાદ મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી વધાર્યું લોકડાઉન, CM ઉદ્ધવની જાહેરાત

ઓડિશા, પંજાબ બાદ હવે મહારાષ્ટ્રએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે. સીએમ ઠાકરે ઉદ્ધવે શનિવારના લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઠાકરેએ કહ્યું કે, કેટલીક જગ્યાએ લોકડાઉનને વધુ કડક કરવાની જરૂર છે. જો નહીં કર્યું તો મુશ્કેલીઓ વધશે. આ વાયરસ જ્ઞાતિ નથી જોતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનથી વીડિયો કોન્ફરન્સમાં પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવા સંબંધમાં કહ્યું હતું.

Apr 11, 2020, 06:48 PM IST

દેશમાં કોરોના સંક્રમણના 7447 દર્દી, 24 કલાકમાં 40 લોકોના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોના દર્દીની સંખ્યા વધીને 7447 થઈ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 239 લોકોના મોત થયા છે. 642 દર્દી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 40 લોકોન મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.

Apr 11, 2020, 05:14 PM IST