કોરોના પર ચોંકાવનારો ખુલાસો, ભારતમાં આ ઉંમરના લોકો વધુ થઇ રહ્યા છે સંક્રમણનો શિકાર

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના શિકાર લોકોમાં એક અલગ ટ્રેંડ ભારતમાં સામે આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર યૂરોપ અને આખી દુનિયાથી ઠીક ભારતમાં સૌથી વધુ ઘરડા નથી પરંતુ વચ્ચેવાળી ઉંમર અને ઓછી ઉંમરવાળા સંક્રમણનો શિકાર થઇ રહ્યા છે. 

Updated By: Apr 4, 2020, 06:56 PM IST
કોરોના પર ચોંકાવનારો ખુલાસો, ભારતમાં આ ઉંમરના લોકો વધુ થઇ રહ્યા છે સંક્રમણનો શિકાર

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના શિકાર લોકોમાં એક અલગ ટ્રેંડ ભારતમાં સામે આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર યૂરોપ અને આખી દુનિયાથી ઠીક ભારતમાં સૌથી વધુ ઘરડા નથી પરંતુ વચ્ચેવાળી ઉંમર અને ઓછી ઉંમરવાળા સંક્રમણનો શિકાર થઇ રહ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયન સંયુક્ત સચિવ લવ અગ્રવાલના અનુસાર જીરોથી 20 વર્ષની ઉંમરના 9 ટકા કેસ ભારતમાં સંક્રમણના સામે આવ્યા છે. આ પ્રકારે 20 થી 40ની ઉંમરના 42 ટકા સંક્રમણના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે જ્યારે 40 થી 60 વર્ષની ઉંમરના 33% સંક્રમણના કેસ ભારતમાં સામે આવ્યા છે અને 7 વર્ષથી વધુ ઉંમરના 17 ટકા છે. 

અત્યાર સુધી જે પણ સંક્રમણના કેસ ભારતમાં છે, તેમાંથી 58% ક્રિટિકલ સ્થિતિમાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક સ્તર પર Logistics ઉપલબ્ધ કરાવવાનો સરકાર પુરો પ્રયત્ન કરે રહી છે. 

તબલીગી જમાત સાથે જોડાયેલા સંક્રમણના કેસને લઇને ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે અત્યાર સુધી તબલીગી જમાત સાથે જોડાયેલા 22000 લોકોને કોરોન્ટાઇન કરે દેવામાં આવ્યા છે. તેમાંથી એક હજાર 23 લોકોમાં સંક્રમણના કેસ કંફોર્મ થઇ ચૂક્યા છે. 

લવ અગ્રવાલે કહ્યું કે સ્વસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે. તેમણે કહ્યું કે પરિવારમાં પણ પોતાનું ફેસ કવર અથવા માસ્ક કોઇની સાથે શેર ન કરે. આઇસીએમઆર દ્વારા અને ગંગાખેડકરે કહ્યું કે અત્યાર સુધી 75000 લોકોના ટેસટ થઇ ચૂક્યા છે. 

લવ અગ્રવાલે કહ્યું કે અમારી ટેસ્ટીંગના પ્રસ્તૃતિ સતત વધી રહી છે. પહેલા અમે 5000 સેમ્પલ દરરોજ ટેસ્ટ કરવા હતા, હવે અમારી તમામ લેબ 10,000 ટેસ્ટ દરરોજ કરે છે. કેટલાક દેશોમાંથી લોજિસ્ટિક્સ માટે અમે તાલમેલ કરી રાખ્યો છે. અમે કરોડોની સંખ્યામાં ઓર્ડર પણ આપ્યો છે અને હવે સામાન પણ પહોંચાડવાનું શરૂ થઇ ગયું છે. 

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આજે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના દાયરામાં કોરોના સંક્રમણના દર્દી પણ આવશે. આયુષ્માન યોજના હેઠળ 50 કરોડ લોકોના હેલ્થ કાર્ડ બન્યા છે, જોકે તેનો ફાયદો એ હશે કે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના સંક્રમણના દર્દી આ યોજના હેઠળ પોતાની સારવાર કારાવી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર