કોવિડ 19

સાવચેત રહો! ઝાડા, માથાનો દુખાવાની સાથે સાથે હવે આ પણ છે કોરોના વાયરસના નવા લક્ષણ

દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર જોવા મળી રહ્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ વાયરસ વાતાવરણ મુજબ પોતાના રૂપમાં ફેરફાર કરે છે. અત્યાર સુધીમાં જ્યાં માથાનો દુખાવો, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના મુખ્ય લક્ષણ માનવામાં આવી રહ્યાં હતા, ત્યારે નવા મામલે સ્થાનિક ડોક્ટર સહિત દેશ વિદેશના જાણકારોએ ચિંતા વધારી દીધી છે. કોવિડ-19ના લક્ષણોની યાદીમાં ત્રણ નવા લક્ષણ ઉમેરવામાં આવ્યા છે. ઝાડા, માથાનો દુખાવો અને ઉલ્ટી એટલે કે, કોરોના કાળમાં હવે આ ત્રણ બિમારીને જો ગંભીરતાથી ન લેવામાં આવે તો આ બિમારી કોઇનો જીવ પણ લઇ શકે છે.

Jul 11, 2020, 11:52 AM IST

Coronaupdate: રાજ્યમાં કોરોના કેસ 850ને પાર, 14ના મોત; 441 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં સતત બીજા દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 800થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 875 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 202 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 441 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,439 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jul 10, 2020, 07:47 PM IST

કોરોના વિસ્ફોટ: ભાવનગર શહેરમાં 28 પોઝિટિવ કેસ, તો ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2010એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 800થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ આજના દિવસે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.

Jul 10, 2020, 06:54 PM IST

Coronaupdate: રાજ્યમાં કોરોના વિસ્ફોટ સાથે આજે 783 કેસ, 16ના મોત; 569 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં સતત પાંચ દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 700થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 783 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 215 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 569 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,33,564 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jul 8, 2020, 07:43 PM IST

કોરોના વિસ્ફોટ: વલસાડમાં એક દિવસમાં 27 કેસ, મહેસાણામાં 19 પોઝિટિવ કેસ નોંધાયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1900એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ આજના દિવસે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.

Jul 8, 2020, 07:25 PM IST

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 700થી વધુ કેસ, 17ના મોત; 423 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 700થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 201 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 423 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jul 6, 2020, 07:37 PM IST

USમાં કોવિડ-19થી 1.3 લાખ લોકોના મોત અને ટ્રંપ કરી રહ્યાં છે મહામારી સામે જીતનો દાવો

દુનિયામાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ અમેરિકા છે. આ ઘાતક મહામારીએ USમાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. જ્યારે 1.3 લાખ લોકોના જીવ ગયા છે. જો કે, આવી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (US president Donald Trump) આ મહામારી સામેની લડતમાં જીતનો દાવો કરી રહ્યાં છે.

Jul 5, 2020, 07:57 PM IST

દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.11 કરોડને પાર, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.11 કરોડને પાર પહોંચી ગયો છે. ત્યારે વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 5.29 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ મહામારી સામે જંગ જીતી અત્યાર સુધીમાં 63.45 લાખ લોકો સાજા થયા છે.

Jul 5, 2020, 07:41 PM IST

પોતાના દાવાથી પાછું ફર્યું WHO, કહ્યું- ચીને આપી ન હતી કોરોનાની જાણકારી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચીન અને કોરોનાના મામલે પોતાના દાવાથી પીછેહઠ કરી છે. કોવિડ -19 સામે આવ્યા બાદ WHOએ કહ્યું કે, ચીનની સરકારે મહામારી ફેલાવવાની જાણકારી યુએનને આપી હતી. પરંતુ હવે WHOએ તેના પોતાના દાવાને નકારી દીધો છે. અમેરિકાની સાપ્તાહિક મેગેઝિન વોશિંગ્ટન એક્ઝામિનરના જણાવ્યા અનુસાર WHOએ તેની વેબસાઇટ પરથી તે માહિતી હટાવી દીધી છે જેમાં ચીન તરફથી વુહાનમાં કોરોના મહામારીના કેસો સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો.

Jul 5, 2020, 06:30 PM IST

#ImmunityConclaveOnZee: આયુષ મંત્રીએ કહ્યું- 3 મહિનામાં આવશે કોરોનાની દવા

ZEE NEWSના કાર્યક્રમ ઇન્ડિયા ઇમ્યુનિટિ E-CONCLAVEમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે, કોરોનાની દવા પર સંશોધન ચાલી રહ્યું છે. શ્રીપદ નાયકે કહ્યું કે, 6-7 સપ્તાહમાં સંશોધન પૂર્ણ થઈ જશે. આપણે જલદી કોરોનાને હરાવામાં સફળ થઈશું.

Jul 5, 2020, 03:41 PM IST

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 7,074 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર

3 જુલાઈએ મહારાષ્ટ્રમાં દર્દીઓની કુલ સંખ્યા 1,92,900 હતી. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 83,295 છે. મુંબઈમાં જ કુલ દર્દીઓની સંખ્યા 83,237 સુધી પહોંચી ગઈ છે, જ્યારે કુલ 4830 દર્દીઓ જિંદગીનો જંગ હારી ગયા છે.

Jul 4, 2020, 10:53 PM IST

સુરતના વરાછામાં 11 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર, 17000 જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈન

સુરત મહાનગર પાલિકાએ અમદાવાદને પાછળ પાડી છે. સુરત મહાનગરપાલિકામાં કોરોનાના નવા 201 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 52 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 165 નવા કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 7 નવા કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઈ છે.

Jul 4, 2020, 09:03 PM IST

Coronaupdate: રાજ્યમાં કોરોના કેસ 700ને પાર, 21ના મોત; 473 દર્દીઓ થયા સાજા

ભારતામાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે. ભારતમાં ગઈકાલ કુલ 22,771 કેસ નોંધાયા છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં 6364, તમિલનાડુમાં 4329, દિલ્હીમાં 2520, તેલંગાણામાં 1892, કર્ણાટકમાં 1694, ઉત્તર પ્રદેશમાં 972 અને આંધ્ર પ્રદેશમાં 837 કેસ નોંધાયા હતા. જ્યારે ગુજરાતમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 712 નવા કેસ નોંધાયા છે. આજ રોજ 473 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,04,354 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jul 4, 2020, 08:27 PM IST

બનાસકાંઠામાં કોરોના બેકાબૂ, એક દિવસમાં 28 કેસ; વલસાડમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1900એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ આજના દિવસે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.

Jul 4, 2020, 05:54 PM IST

દેશમાં રિકવરી રેટ 60 ટકાથી વધારે, છેલ્લા 24 કલાકમાં સાજા થયા 20 હજારથી વધુ કોરોના દર્દી

દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે, કોવિ઼ડ-19 થી સાજા થતા દર્દીઓનો રિકવરી રેટ 60 ટકાથી પણ વધારે થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના મામલે જલદી ખબર પડવા પર તેમને સમયસર ક્લીનિકલ પ્રબંધ થવાના કારણથી સાજા થવાના લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શુક્રવારના દેશમાં કોરોના વાયરસ દર્દીઓના સાજા થવા પર રિકવરી રેટ 60 ટકાથી વધુ થયો છે.

Jul 3, 2020, 07:48 PM IST

કોરોના સંકટ: ભારતમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

દેશમાં સતત વધતા કોરોના સંક્રમણના કેસના કારણે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આદેશમાં કહ્યું હતું કે 15 જુલાઇ સુધી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના અવરજવર પર મંજૂરી નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)એ ગત શુક્રવારે કહ્યું હતું કે તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્સને રદ 15 જુલાઇ સુધી વધારી રહ્યાં છે પરંતુ પસંદગીના માર્ગો પર કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓની પરવાનગી સ્થિતિના આધાર પર આપી શકાય છે.

Jul 3, 2020, 05:17 PM IST

રાજ્યમાં સતત પાંચમાં દિવસે 600થી વધુ કોરોના કેસ, 21ના મોત; 368 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજ રોજ 675 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 368 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 21 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 8, સુરત કોર્પોરેશન- 4, રાજકોટ કોર્પોરેશન- 1, સુરત- 1, ભરૂચ- 1, અરવલ્લી- 1, બનાસકાંઠા- 1, ખેડા-1, અમરેલી- 1, દાહોદ- 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Jul 1, 2020, 08:23 PM IST

જામનગરમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, દ્વારકાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યને કોરોના પોઝિટિવ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1800એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે દ્વારકાના ખંભાળિયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવ્યો છે.

Jul 1, 2020, 07:10 PM IST

ભરૂચમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 18 કેસ; ગાંધીનગરમાં 17 કોરોના પોઝિટિવ કેસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1800એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ ક્યાં કેટલા કેસ નોંધાયા છે.

Jul 1, 2020, 06:56 PM IST

Coronaupdate: રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના કેસ 600ને પાર, 20ના મોત; 422 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજ રોજ 620 નવા દર્દી નોંધાયા છે. જેમાં 619 દર્દી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને 1 દર્દી અન્ય રાજ્યનો નોંધાયો છે. જ્યારે 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 9, સુરત કોર્પોરેશન- 4, વડોદરા કોર્પોરેશન- 2, ગાંધીનગર- 2, જુનાગઢ કોર્પોરેશન- 1, પાટણ- 1 અને નવસારીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Jun 30, 2020, 08:19 PM IST