Cotton Price: સફેદ સોનાના ભાવમાં 50 ટકાનો ઘટાડો, ખેડૂતો હોળી કરશે

Cotton Farmers: ખરીફ સિઝનમાં સૌથી વધુ વાવેતર કરાતો કોઈ પાક ગુજરાતમાં હોય તો એ કપાસ છે. કપાસના ખેડૂતોની હાલત વિચિત્ર બની છે. એક  યા બીજા કારણોસર ઉત્પાદન ઘટી રહ્યું છે. બીજી તરફ કપાસના ભાવ ઘટીને અડધા થઈ ગયા છે. તેનાથી પરેશાન મહારાષ્ટ્રના ખેડૂતોએ 1000 ક્વિન્ટલ કપાસ બાળવાનો નિર્ણય લીધો છે. આમ હોળી વિના ખેડૂતો હૈયાહોળી ઠાલવી રહ્યાં છે. 

Cotton Price: સફેદ સોનાના ભાવમાં 50 ટકાનો ઘટાડો, ખેડૂતો હોળી કરશે

મુંબઈઃ આખરે ખેડૂતે શું કરવું જોઈએ? એક તરફ કુદરતી અને અન્ય આફતોના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. બીજી તરફ, ઇનપુટ ખર્ચ વધવાથી ખેતીનો ખર્ચ વધી રહ્યો છે. તેની ઉપર ઉત્પાદનોની કિંમતો નીચે આવી રહી છે. આવી સ્થિતિમાં યવતમાળના કપાસ ઉગાડતા ખેડૂતોએ મોટો નિર્ણય લીધો છે. આ વિસ્તારના આશરે 10,000 ખેડૂતોએ આગામી ગુરુવાર, 18 મેના રોજ વિરોધ રેલીનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ રેલી દરમિયાન તેઓ 1000 ક્વિન્ટલ કપાસની હોળી કરશે. આ વર્ષે ખેડૂતોનો આ કપાસ વેચાયા વગરનો રહ્યો છે.

કપાસનો ભાવ અડધો
રાજ્યમાં 80 લાખથી વધુ ખેડૂતો કપાસની ખેતી સાથે સંકળાયેલા છે. ગયા વર્ષે જ્યારે કપાસના ભાવ રૂ. 14,000 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચ્યા હતા ત્યારે વિક્રમી 10.2 મિલિયન હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. જો કે આ વર્ષે સીઝનની શરૂઆતમાં કમોસમી વરસાદના કારણે કપાસના પાકને 40 ટકા નુકસાન થયું હતું. આના કારણે આ વર્ષે મોટી કૃષિ કટોકટી સર્જાઈ છે. છતાં આ વર્ષે કપાસના ભાવમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. તે પ્રતિ ક્વિન્ટલ રૂ. 14,000 થી ઘટીને હવે માંડ રૂ. 7,000 પ્રતિ ક્વિન્ટલ પર આવી ગયો છે. એટલું જ નહીં, કપાસની નિકાસ પણ 60 લાખ ગાંસડીથી ઘટીને માત્ર 20 લાખ ગાંસડી થઈ છે, જેના કારણે દેશભરના કપાસના ખેડૂતો નવા દેવાની જાળમાં ફસાઈ ગયા છે. ગુજરાતમાં પણ 20 લાખ આસપાસ ખેડૂતો રૂની ખેતી સાથે સંકળાયેલા છે. રાજ્યમાં 26થી 28 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે. રૂના ઉત્પાદનમાં ગુજરાત એ બીજા ક્રમનું રાજ્ય છે. 

3300થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ખેડૂત નેતા કિશોર તિવારીએ જણાવ્યું હતું કે આ વર્ષે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર પ્રદેશોમાં 3,300 થી વધુ કપાસના ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 18 મેની રેલી દ્વારા તિવારીએ ચેતવણી આપી હતી કે, તેઓ કપાસના ખેડૂતોને થયેલા નુકસાન માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,000ના વળતરની માંગ કરી રહ્યા છે. જો માંગ નહીં સંતોષાય તો અમે મોટા પાયે કાર્યવાહી કરીશું. સેક્ટરમાં કટોકટી ઉપરાંત, કેન્દ્રએ 30 લાખ ગાંસડી કપાસની રેકોર્ડ આયાતને મંજૂરી આપીને આગમાં બળતણ હોમ્યું છે, દેખીતી રીતે ટેક્સટાઇલ મિલ ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવા માટે ખેડૂતોને નુક્સાનીની ગર્તામાં ધકેલી દીધા છે. 

કિંમતો ઘટી રહી છે
બંને ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો કે કપાસનો પ્રવર્તમાન દર પણ (રૂ. 7,000 પ્રતિ ક્વિન્ટલ) માત્ર ભારતીય રૂપિયા સામે યુએસ ડૉલરના મજબૂત થવાને કારણે છે. અન્યથા કિંમતો રૂ. 6,000/ક્વિન્ટલથી નીચે આવી ગઈ હોત – અથવા તો MSP કરતાં પણ ઓછી.  રેલીમાં ભાગ લેનાર દરેક ખેડૂતતેમના ઘરે પડેલો 10 કિલો કપાસ લાવશે, જેને ખુલ્લામાં ફેંકી દેવામાં આવશે અને પછી સરકારની ખેડૂત વિરોધી નીતિઓના પ્રતિકાત્મક વિરોધ તરીકે આગ લગાડવામાં આવશે. તિવારી અને જવાંધિયા બંનેએ જણાવ્યું હતું કે વિરોધ રેલીને તમામ મુખ્ય રાજકીય પક્ષો અને અન્ય ખેડૂતોના સંગઠનોનું સમર્થન હશે, અને જો કેન્દ્ર કટોકટીની ગંભીર નોંધ લે નહીં તો કપાસના ખેતરોમાં નરસંહાર થઈ શકે છે. ગુજરાતમાં પણ મોટાપાયે કપાસની ખેતી થાય છે. જોકે, ગુજરાતમાં હજુ સુધી ખેડૂતો બુમરાણ પાડી રહ્યાં નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news