કોવિડ સુપરમોડલ સમિતિએ કોરોનાની ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી, જાણો વિગત

ભારતમાં હવે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
 

કોવિડ સુપરમોડલ સમિતિએ કોરોનાની ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી, જાણો વિગત

નવી દિલ્હીઃ દેશમાં જ્યારે કોરોના કેસમાં ઘટાડો થી રહ્યો હતો, આ વચ્ચે ઓમિક્રોનની એન્ટ્રીએ એક નવી ચિંતા ઉભી કરી દીધી છે. રાષ્ટ્રીય કોવિડ સુપરમોડલ સમિતિના સભ્યોએ આ વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી દીધી છે. સમિતિના પ્રમુખ વિદ્યાસાગરનું કહેવું છે કે દેશમાં ભલે કોરોનાની ત્રીજી લહેર આવે પરંતુ મોટા ભાગના લોકોમાં રહેલ એન્ટીબોડીને કારણે તે બીજી લહેર કરતા હળવી હશે. આગામી વર્ષની શરૂઆતમાં તેના આવવાની આશંકા છે. 

તેમણે એએનઆઈને કહ્યું કે, હાલના સમયમાં અમે કોરોનાના લગભગ 7500 કેસ જોઈ રહ્યાં છીએ પરંતુ એકવાર ઓમિક્રોને ડેલ્ટા વેરિએન્ટને વિસ્થાપિત કરવાનું શરૂ કર્યું તો પ્રતિદિન કેસ વધી જશે. હૈદરાબાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના (Indian Institute of Technology, IIT)  પ્રોફેસર વિદ્યાસાગરનું કહેવું છે કે તેની સંભાવના ઓછી છે કે દેશ બીજી લહેરની તુલનામાં વધુ કેસ નોંધશે. 

વિદ્યાસાગરે કહ્યુ કે, આપણે યાદ રાખવું પડશે કે સરકારે પ્રથમ માર્ચથી રસીકરણ શરૂ કરી દીધુ હતું. તે સમયે ડેલ્ટા વેરિએન્ટે એન્ટ્રી કરી હતી. તેથી ડેલ્ટા વેરિએન્ટએ એક એવા વર્ગને નિશાન બનાવ્યો જે રસીકરણથી દૂર હતી. એક સીરો-સર્વે અનુસાર દેશમાં હવે એક નાનો વર્ગ બચ્યો છે જે ડેલ્ટા વાયરસના સંપર્કમાં આવ્યો નથી. દેશમાં 75 ટકાથી 80 ટકા (પૂર્વ એક્સપોઝર) ની સીરો પ્રવિલેન્સ છે. 

આ કારણ છે કે કોરોનાની ત્રીજી લહેર ઓછી ઘાતક હોવાની સંભાવના છે. મહત્વનું છે કે એક દિવસ પહેલા સરકારે ઓમિક્રોન પ્રત્યે લોકોને સાવચેત કરતા કહ્યું હતું કે તેને હળવાશથી લેવો જોઈએ નહીં. ભલે તેનાથી સંક્રમિતોમાં હળવા લક્ષણ જોવા મળી રહ્યાં છે પરંતુ તે લોકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવનું કહેવુ હતુ કે જો કેસ પહેલાથી વધે છે તો સ્વાસ્થ્ય સિસ્ટમ પર ભાર વધશે, તેથી બચાવ જ સર્વોચ્ચ ઉપાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news