Covid Vaccination: દેશમાં તમામ વ્યસ્કને લગાવવામાં આવી શકે છે પ્રિકોશન ડોઝ, સરકાર કરી રહી છે વિચાર
દુનિયાના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના વધતા કેસ અને આંતરરાષ્ટ્રીય યાત્રાની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ જલદી તમામ વ્યસ્કોને બૂસ્ટર ડોઝ લગાવવાનો સિલસિલો શરૂ થઈ શકે છે. દુનિયાના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના વધતા કેસ અને આંતરરાષ્ટ્રીય યાત્રાની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. બૂસ્ટર ડોઝની પ્રાથમિકતા બીજો ડોઝ લગાવવાના નવ મહિનાથી લઈને 39 સપ્તાહ પૂરા થવાના આધાર પર નક્કી કરવામાં આવશે.
દુનિયાના ઘણા દેશોમાં વધી રહ્યાં છે કેસ
સૂત્રોએ સોમવારે કહ્યું, સરકાર દુનિયાના કેટલાક ભાગમાં સંક્રમણમાં વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય યાત્રા દરમિયાન આવતી મુશ્કેલીને જોતા 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વિરોધી વેક્સીનનો બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે.
હાલ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યો છે પ્રિકોશન ડોઝ
વર્તમાનમાં સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રંટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને પ્રિકોશન ડોઝ લગાવવામાં આવી રહ્યો છે. પહેલાં 60 વર્ષથી વધુ ઉંમરના રોગ ગ્રસ્ત લોકોને જ પ્રિકોશન ડોઝ આપવામાં આવતો હતો. બાદમાં ગંભીર રોગની શરતને હટાવી લેવામાં આવી હતી.
પાછલા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું રસીકરણ અભિયાન
સરકારે કોરોના વિરોધી રસીકરણનું વર્તુળ વધારતા 16 માર્ચ 2022ના તેમાં 12-14 વર્ષના બાળકોને સામેલ કર્યા હતા. ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરી 2021ના કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી 181 કરોડથી વધુ રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. 82 કરોડથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચુક્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે