રાશિફળ 4 નવેમ્બર: આ રાશીના જાતકોને મળી શકે છે લગ્નનો પ્રસ્તાવ

જ્યોતિષ વિજ્ઞાનના અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ પહોંચ્યો છે, તેના અનુસાર તેમારૂ જીવન પ્રભાવિત થાય છે.

રાશિફળ 4 નવેમ્બર: આ રાશીના જાતકોને મળી શકે છે લગ્નનો પ્રસ્તાવ

નવી દિલ્હી: નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રોનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાનના અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ પહોંચ્યો છે, તેના અનુસાર તેમારૂ જીવન પ્રભાવિત થાય છે. ગ્રહોની રાજ બદલાતી ચાલને કારણે આપણો રોજનો દિવસ અલગ હોય છે. ક્યારેક સફળતા મળે છે તો ક્યારે ક સામન્ય દિવસ પસાર થતો હોય છે. તો તમારો આજનો દિવસ કેવો રહેશે તે તમે જાણો આજના આ રાશિફળમાં....

મેષ: મુશ્કેલીઓથી મુક્તિ મળવાનો યોગ છે. અચાનક ફાયદો થઇ શકે છે. કામકાજમાં મન લાગશે. સકારાત્મક રહેશો. જે પણ વાત મનમાં આવશે, તમે તેને હમણાં જ કહેવાનો પ્રયત્ન કરશો. કંઇ પણ બોલતા પહેલા વિચાર કરવો. તમે નાણાંની બાબતોને હલ કરવામાં સફળ થઈ શકો છો. ઘર વિશેની તમારી યોજના અસરકારક પુરવાર થઈ શકે છે. રોજિંદા કામ રોકશે નહીં. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને લાભ થઇ શકે છે.

વૃષભ: તમે થોડો ચંચળ રહેશો. માતાની ખુશી મળી શકે છે. સમયની સાથે બધું જ સારું થઇ જશે. મિત્રો સાથે સમય પસાર થશે. ભાગીદારની મદદથી થોભાવેલું કાર્ય પૂર્ણ કરી શકો છો. આજે, તમે જે વ્યક્તિને તમારી લાગણીઓ કહેવા માંગો છો તે તમારી વાત સમજી શકે છે. જો તમે તમારા મનની વાત સાંભળશો તો બધું સારું થશે. તમારી આવક અને ખર્ચ એક સરખો જ રહેશે.

મિથુન: મિત્રો અને ભાઈઓ પાસેથી સહયોગ મળશે. અચાનક તમારે કેટલાક વિશિષ્ટ કામ કરવા પડી શકે છે. આજે તેમે એવા જ કામ શરૂ કરો જે જલ્દી પૂરા થઇ જાય. આજે લેવામાં આવતા નિર્ણયો તમારા ફેવરમાં હોવાનો યોગ છે. તમારે કૌટુંબિક જરૂરિયાતો અને પ્રવૃત્તિઓ પર ઘણો સમય પસાર કરવો પડશે. અધિકારીઓ પણ તમારી સાથે ખુશ થઈ શકે છે.

કર્ક: તમે ઘણા ઉત્સાહિત થઇ શકો છો. ઘણા પ્રકારની જવાબદારીઓમાં તમે વ્યસ્ત થઇ શકો છો. બિઝનેસ વધારવાનો પ્રયત્ન કરી શકો છો. કોઈપણ જૂના કામનો આજે ઉકેલ લાવી શકો છો. મકાનના નક્શામાં ઘણા પ્રકારના ફેરફાર કરવાનો પણ યોગ છે. સંતાનથી સહયોગ મળી શકે છે. લગ્ન પ્રસ્તાવ પણ મળી શકે છે. નોકરી અને બિઝનેસ કરનાર લોકોને ઇનકમના નવા સોર્સ મળી શકે છે.

સિંહ: કાર્યસ્થળમાં કરવામાં આવેલા મોટા કાર્યનું પરિણામ બહાર આવી શકે છે. નવો પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે. પૈસાને લઇ તમારા મન પર કેટલીક યોજના ચાલતી રહેશે. પ્રેમી અને સંતાનને લઇ ઘણા પઝેસિવ થઇ શકો છો. કોઇ જૂના મિત્રને મળવાનો યોગ છે. નવી નોકરીની વાત પણ તમને ખબર પડી શકે છે. કામ સંબંધમાં મુસાફરી કરવાની શક્યતા છે.

કન્યા: વ્યવસાયમાં પ્રગતીનો યોગ ચાલી રહ્યો છે. તમારી મહત્વાકાંક્ષાઓ પણ ઝડપી હોઈ શકે છે. આસપાસ અથવા નજીકના લોકોને કોઇ ખાસ કાર્ય માટે તમારી જરૂર પડી શકે છે. પ્રવાસનો યોગ બની રહ્યો છે. કામ કરવાની જગ્યામાં આવતી સમસ્યાઓ ઓછી હોઈ શકે છે. તમારા કેટલાક કામ પૂર્ણ થઈ શકે છે. આજે તમે વધુ સારું અનુભવો છો.

તુલા: તમારું ધ્યાન કુટુંબ અને પૈસા પર રહેશે. દરેક તકનો લાભ લેવાનો પ્રયત્ન કરો. તમારા બધા કામને સરળતાથી અને સમયસર સંભાળી શકો છો. તમે ઑફિસમાં કોઈ પુરસ્કાર અથવા સન્માન મેળવી શકો છો. કામમાં સામેલગીરી પણ વધારે હોઈ શકે છે. વસ્તુઓ ધીરે ધીરે તમારા ફેવરમાં થઇ શકે છે. ધન લાભનો પણ યોગ બની રહ્યો છે. માતાપિતા, ભાઈબહેનો તમેજ અન્યનો ટેકો પણ તમને મળી શકે છે.

વૃશ્ચિક: તમારા કામકાજ પર ધ્યાન આપો. ડિસ્ટર્બ થયા વગર કામ કરાવાની ક્ષમતાના કારણે તમે તમારા કામ સંપૂર્ણપણે સફળ થઈ શકો છો. તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે. બોસ એક ચોક્કસ કિસ્સામાં વાતચીત કરી શકે છે. લગ્ન પ્રસ્તાવ મળવાનો યોગ છે. નવા મિત્રો બનો. તમારું મન ખુશ રહેશે. દરેક જણ પ્રેમાળ વર્તન કરશે. આસપાસ અને સાથેના લોકોથી સહયોગ મળી શકે છે.

ધન: તમારા માટે દિવસ સારો છે. કોઇ નવી જમીન અથવા મકાન ખરીદીનો વિચાર બની શકે છે. નિવાસ અને કામ કરવાની જગ્યામાં ફેરફારનો મૂડ પણ બની શકે છે. પરિવારના લોકો અને પ્રયજનો પર પૈસા ખર્ચ કરવાનો પણ વિચાર તમારા મનમાં આવી શકે છે. આજે તમે કાર્યમાં ખૂબ સફળ થઈ શકો છો. વિચારેલા કામ પૂર્ણ કરીલો તમારા માટે સારૂ રહેશે. તમે વિચારેલા કામ છે તે પૂર્ણ કરવા માટે સારો યોગ છે. કોઇ એવા કામની યોજના બહાર આવી શકે છે, જે તમારી ખ્યાતિને વધારી શકે છે. અટકેલા નાણા મળવાનો યોગ છે.

મકર: તમારી ટેક્નીકલી અથવા ભાવનાત્મક સમસ્યાઓ હલ થઇ શકે છે. તમારી મનમાં ઘણા દિવસો ચાલી રહેલો તણાવ દુર થવાનો યોગ છે. તમારે ઘણી બાબતોની જવાબદારી લેવી પડી શકે છે અને તેમની ચિંતા પણ કરવી પડી શકે છે. તમારે એવી વસ્તુઓ પર સમાધાન કરવાની જરૂર નથી જે ખરેખર તમારા માટે વિશેષ છે. તમે અચાનક નિર્ણય લઈ શકો છો.

કુંભ: કોઈપણ સારા સમાચાર મળી શકે છે. અપૂર્ણ અને અટકેલા કામ કરવા માટેનો દિવસ સારો છે. દૈનિક બિઝનેસ લાભ કરી શકે છે. તમે સામાજિક કાર્યમાં સફળતા મેળવી શકો છો. ખાસ લોકો સાથે સારા સંબંધો થશે. તમે સાથીદાર સાથે કામ કરવામાં સફળ થશો. તમારું ધ્યાન મિત્રો સાથે મળનારા કાર્યક્રમ પર હોઇ શકે છે.

મીન: આગળ વધવાની એકથી વધારે તક તમને મળી શકે છે. પૈસાના દરેક કેસ પર નજીકથી નજર નાખો. હકારાત્મક રહો. કેટલાક ખાસ કામ આજે પૂર્ણ કરી શકાય છે. કોઇ નવા વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકો છો. કોન્ફિડેન્સની સાથે રોજિંદા કામ પણ પૂરા કરી શકો છો. નવા લોકોને મળો અને મિત્રો બનશો. તમારી આવક સામાન્ય હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news