રાશિફળ 15 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો જીવનસાથી સાથે ચર્ચાથી બચે, વિવાહ તૂટતા હોય તો કરો આ ઉપાય

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, પંચાગ અને દિન મહિમા વિશે જાણો. 

રાશિફળ 15 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો જીવનસાથી સાથે ચર્ચાથી બચે, વિવાહ તૂટતા હોય તો  કરો આ ઉપાય

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, પંચાગ અને દિન મહિમા વિશે જાણો. 

પ્રશ્ન – જે જાતકો વિવાહમાં વિઘ્ન આવતું હોય વિવાહ અવારનવાર તૂટતા હોય તેમણે શું ઉપાય કરવા જોઈએ.

  • શનિ, ચંદ્ર અને રાહુ આ ત્રણ ગ્રહો વિવાહ વિચ્છેદ માટે મુખ્યત્વે જવાબદાર હોય છે.
  • હનુમાન યંત્ર પોતાના ખિસ્સામાં અથવા પર્સમાં રાખવું.
  • પૂનમના દિવસે ચંદ્ર દેવની ઉપાસના અવશ્ય કરવી.
  • ગણેશજીને હળદર અને કુમકુમ અર્પણ કરવું. ગણેશજીના બેઉ ચરણ ઉપર પ્રથમ હળદર પધરાવવી પછી કુમકુમ પધરાવવું.
  • શીવલીંગ ઉપર કાળા તલ નિત્ય પધરાવવા.

તારીખ

15 સપ્ટેમ્બર, 2018 શનીવાર

માસ

ભાદરવા સુદ છઠ

નક્ષત્ર

જ્યેષ્ઠા

યોગ

પ્રીતિ

ચંદ્ર રાશી

વૃશ્ચિક (ન,ય)

  1. આજે શનિવાર છે. હનુમાનજીની ઉપાસના કરી શકાય.
  2. હનુમાન ચાલીસાના પાઠ કરવા.
  3. હનુમાનજીને આકડાના પુષ્પ તેમજ ગલગોટાના પુષ્પ અર્પણ કરી શકાય.
  4. સિંદુર અને તેલથી પૂજન કરી શકાય.
  5. શનીદેવને પણ કરજોડ પ્રાર્થના કરવી. નિલીંજન.... મંત્ર.
  6. શનીદેવના મંદિરમાં ખૂબ શિસ્તપૂર્વક ઊભા રહેવું. શનીદેવ ન્યાયના દેવ છે. અન્યાય ચલાવી નહીં લે.

રાશિ ભવિષ્ય

મેષ (અલઈ)

  • મન થોડું અસ્વસ્થ રહે.
  • મુશ્કેલીના ઉપાય મેળવવા માટે મન મગન રહે.
  • પણ હા, આપનું સંકલ્પ પાર પડે.
  • આપનું મન પ્રસન્નતા પ્રાપ્ત કરે.

વૃષભ (બવઉ)

  • જીવનસાથી સાથે ખોટી ચર્ચાથી બચવું.
  • મતભેદ થઈ શકે છે.
  • મતભેદમાં નકારાત્મકતા વધારે ભાગ ભજવે
  • આજે હનુમાન ચાલીસાનો પાઠ કરજો.

મિથુન (કછઘ)

  • કાર્યકુશળતા દેખાય છે.
  • આપની ડિપ્લોમેટીક વાણી આપને ફળ આપે.
  • સંધ્યા સમય આપને વધુ ફળે
  • શેરબજાર સાથે સંકળાયેલાને સૂઝબૂઝ સાથે કાર્ય કરવું.

કર્ક (ડહ)

  • સંતાનના અનુસંધાનમાં મન ચિંતિત રહે
  • ભાષા વધુ અસરદાર રહે.
  • ઘરમાં વધુ પ્રભુત્વ જાળવવાથી બચવું.
  • નેત્ર પીડાથી સાચવવું, ધનવ્યય પણ થાય.

સિંહ (મટ)

  • પારીવારીક પ્રશ્નથી અચાનક ઘરમાં ચર્ચા થાય.
  • એ ચર્ચા ઉગ્ર વિવાદ સુધી પહોંચે માટે સાવધાન
  • આરોગ્ય જાળવવું
  • કાયદાના સંઘર્ષથી બચવું.

કન્યા (પઠણ)

  • જાહેરજીવન સાથે જોડાયેલાને સાનુકૂળતા
  • ન અનુભવેલી વાત અનુભવવા મળે.
  • હું કંઈ ખાસ અશુભ જોતો નથી.
  • નાની મુસાફરીના યોગ પણ છે.

તુલા (રત)

  • સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવાય.
  • જુદા જુદા પ્રસંગોમાં ભાગ લેવાનું થાય.
  • યશ-પ્રતિષ્ઠા જળવાય.
  • ધન સ્થાન પણ પ્રબળ છે.

વૃશ્ચિક (નય)

  • પૈતૃક સંબંધોમાં થોડી ઓટ આવી શકે છે.
  • સંયમ જાળવવો.
  • કાર્યમાં સફળતા મળશે.
  • આપને કાર્યનું ફળ પણ ળે.

ધન (ભધફઢ)

  • નાના-ભાઈ બહેનના કાર્યમાં પ્રવૃત્ત રહો
  • પૈસાની ખેંચ વર્તાય.
  • નાની મુસાફરીના યોગ પણ બને છે.
  • પિતાનો સાથ મળે અને કાર્ય સંપન્ન થાય.

મકર (ખજ)

  • પિતાના આરોગ્યની સમસ્યા જણાય
  • આપે પણ આરોગ્ય જાળવવું
  • હાડકાની બિમારીથી સાચવવું
  • અચાનક ઊભા થતા કે ઝડપથી ચાલતી વખતે સાચવવું.

કુંભ (ગશષસ)

  • સરકારી કાર્યમાં સંકળાયેલા હોય તેમને મિશ્ર દિન
  • તમારી વાત ધ્યાનથી સાંભળવામાં આવે પણ લાભ ન મળે.
  • પેટની બિમારીથી સાચવવું.
  • નોકરી કરતા જાતકોએ આજે સંયમ રાખવો.

મીન (દચઝથ)

  • પહેલા કરેલા કાર્યની તમે સારી અપેક્ષા રાખી હોય
  • પણ, આપને ઇચ્છીત ફળ પ્રાપ્ત ન થાય.
  • મનમાં ખિન્નતા વ્યાપે.
  • યુવા મિત્રોમાં મોડી સાંજે પ્રેમના સ્પદંનો વધુ પ્રબળ

 

  • જીવનસંદેશ – પુસ્તક કેવી રીતે વાંચવું. (ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે લાભકારક)
  • આ ઉપાય મને એક વિદ્વાન સંત પાસેથી પ્રાપ્ત થયો હતો. મને ખૂબ ગમ્યો તે આજે તમારી સમક્ષ તેની વાત કરું છું.
  • પુસ્તકના બધા ચેપ્ટર પ્રથમ વાંચી જવા
  • ચેપ્ટરથી શરૂઆત કરવી. ચેપ્ટર પ્રથમ વાંચવું. વાંચતા વાંચવા જે અગત્યના મુદ્દા હોય તેને પેન્સીલથી માર્ક કરવા.
  • ત્યારબાદ તે મુદ્દાની નોટ બનાવવી.
  • ફરીથી એ ચેપ્ટર પૂરી સમજણથી વાંચવું.
  • અને તારવેલા મુદ્દા ઉપર પુસ્તકમાં વર્ણવેલી વિશેષ સમજણ લખવી.
  • દરેક ક્ષેત્રની કળા હોય છે... ક્રિકેટમાં જેમ સચીન તેડુંલકર કળાથી સદીઓ મારતો હતો તેમ....

 

  • .

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news