Daily Horoscope: આ રાશિના જાતકો રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું, તમે તમારા લક્ષ્યને ભેદી શકશો

જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.

Daily Horoscope: આ રાશિના જાતકો રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું, તમે તમારા લક્ષ્યને ભેદી શકશો

Horoscope Today 6 Febuary 2021: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ
દાં૫ત્‍યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરશો. ૫રિવારના સભ્યો અને નિકટના દોસ્‍તો સાથે ઉત્તમ ભોજન લેવાનો અવસર મળે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રસન્‍ન રાખશે. આર્થિક લાભ થાય અને નોકરીમાં કામ વધારે રહે.

વૃષભ
નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ યોગ્‍ય નથી. કામકાજનાં સ્થળે પરેશાની જણાશે. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી.  પ્રીયતમાનો સહવાસ મળશે. જાહેર માન સન્‍માન મળશે. ચિત્તમાં પ્રસન્‍નતા રહેશે.  દામ્પત્ય સુખમાં કમી આવશે.

મિથુન
આજનો દિવસ આપના માટે થોડો કષ્‍ટદાયક રહેશે. આરોગ્‍ય બગડશે. સ્‍ત્રી મિત્રો તથા ૫ત્‍ની અને પુત્રથી લાભ થશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓના લગ્‍નનો પ્રશ્‍ન નજીવા પ્રયત્‍નોથી ઉકલી જશે. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે ૫રિસ્થિતિ સાનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. 

કર્ક
નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે સાચવીને કામ લેવું. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહનો સમય સામાન્ય રહેવાનો છે. બસ તમે તમારા કામ પર પુરતૂ ધ્યાન કેન્દ્રિત કરી રાખો. ચિંતાઓમાં વૃદ્ધિ થાય તેવા યોગ રહી શકે છે. પ્રણય જીવનમાં સુખ શાંતિ મળશે. અચાનક ખર્ચ પરેશાનીમાં વધારો કરે. 

સિંહ
કેટલાક નવા લોકો સાથે ઓળખાણ વધશે, સામાજિક ગતિવિધિઓમાં ઉત્સાહથી ભાગ લેવાથી સમસ્યાઓનું સમાધાન થશે. નવયુવકો પોતાના પ્રેમની સીમા નિર્ધારિત કરે ત્યારે જ તમે તમારા લક્ષ્યને ભેદી શકો છો.

કન્યા
સપ્તાહના મધ્યમ ભાગમાં તમારા પ્રેમ જીવનમાં કોઇ સારી સૂચના મળી શકે છે. આ સમય દરમિયાન કામના સ્થળ પર તમારી જવાબદારીઓમાં વધારો થશે ને સાથે જ તમારી ટ્રાન્સફર થવાની સંભાવનાઓમાં પણ વધારો થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. યાત્રા પ્રવાસથી નુક્શાનની સંભાવના જણાય.

તુલા
માનસિક અશાંતિનો અનુભવ થશે. દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે. નોકરીયાતને સમય અનુકૂળ જણાશે. રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું. નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી. સંતાન દ્વારા સારા ફળની પ્રાપ્તિ થશે. ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.

વૃશ્ચિક
સંતાનોની ચિંતામાં સમાધાન મળશે. અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું. ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે. ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ થાય.  અંગત અને દાંપત્ય જીવન માટે સારી સાબિત થવાની છે. મકાન મિલકતને લગતા પ્રશ્નમાં અનુકૂળતા જણાય. માતા અને મોસાળ પક્ષથી લાભ થશે.

ધન
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય. પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય. સમયની ઉપયોગિતા પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે, આર્થિક સ્થિતિઓમાં વધુ સુધારો આવશે. પૈસા કમાવવાની નવી તકો ફાયદો આપશે.

મકર
શેર સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે. ર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું. ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના. સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે. આર્થિક બાબતે સારો ધનલાભ થશે. પારિવારીક સબંધોમાં લાભ થશે.  સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. ગુસ્સા અને આવેશ પર સયંમ રાખવો. 

કુંભ
કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે. તબિયતની બાબતમાં કાળજી રાખવી. વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો. આકસ્મિક લાભનાં યોગ છે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના, સાચવવું. કાર્યમાં સફળતાનાં યોગ જણાશે. ન્યાયથી કરેલાં કાર્ય લાભ અપાવશે.

મીન
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. દિવસ દરમિયાન કામકાજમાં સફળતા જણાય. ઉપરી અધિકારીથી લાભ થાય. પ્રભુ પરની આસ્થામાં વધારો થશે. દામ્પત્યજીવનમાં અણબનાવો દૂર થશે. મકાન,વાહન ખરીદવાનો અવસર મળશે. યાત્રા અને પ્રવાસથી લાભ થશે. સાથી મિત્રોથી સામાન્ય સહકાર મળશે. લેવડ દેવડમાં કાળજી રાખવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news