Daily Horoscope 6 March 2021: આ રાશિના જાતકો કોઇ મોટો નિર્ણય લેતા કરે આટલું કામ

જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Updated By: Mar 6, 2021, 07:34 AM IST
Daily Horoscope 6 March 2021: આ રાશિના જાતકો કોઇ મોટો નિર્ણય લેતા કરે આટલું કામ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ
ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. રોમાન્સની તક, પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. તમારું પરાક્રમ વધી શકે છે. ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે. દાંપત્યજીવનમાં ખુશહાલી રહેશે. તમારું ધ્યાન કોઈ દૂરના સ્થાન પર વધુ રહેશે. સારા મિત્ર સાથે મુલાકાત થશે.

વૃષભ
સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં પડી શકો છો. પાર્ટનર સાથે સમય પસાર થશે. રોજબરોજના કામો પૂરા થશે.

મિથુન
સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે. અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો. નવા કરાર કે સંબંધ થવાની શક્યતા છે. સમય સારો છે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.

કર્ક
કાર્યક્ષેત્રે ધ્યાન ભટકી શકે છે. ફાલતુ કામમાં મન રહેશે. નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા. વિશેષ લાભ માટે વધુ કોશિશ કરવી પડશે. આત્મવિશ્વાસના દમ પર આગળ વધશો. કાર્યક્ષેત્રમાં નવા કામ મળવાના યોગ છે. કોઈ મોટો નિર્ણય લેવાના હોય તો ભરોસાપાત્ર લોકો સાથે વાત કરો. ઉપયોગી સલાહ મળી શકે છે.

સિંહ
આજે તમારી જવાબદારી વધી શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવશે. પરણિત લોકોને સુખ મળશે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમા રાહત મળશે. આગળ વધવા માટે જીવનમાં કેટલાક ફેરફાર જરૂરી છે. રોમાન્સની તક મળશે. લોકોની મદદ મળી શકશે નહીં. પાર્ટનર આર્થિક મદદ કરી શકે છે.

કન્યા
સમજીવિચારીને નિર્ણય લેવાથી ફાયદો થશે. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી કામ લેશો. કોઈ ખાસ પરિણામ માટે ધૈર્ય રાખશો તો ખુશી મળશે. સ્વાસ્થ્યના મામલે સાવધાની જરૂર રાખો. નાણાકીય સ્થિતિમાં સારા ફેરફારની તક મળશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ બનશે.

તુલા
તમારો દિવસ પરિવાર, અંગત જીવન અને પૈસાના મામલે જ વીતી શકે છે. સારા લોકોની સંગતથી ફાયદો થઈ શકે છે. કામકાજમાં સફળતાના યોગ છે. જીવનસાથીની મદદ મળશે. પતિ અને પત્ની વચ્ચે સંબંધ મજબુત થઈ શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. સારા લોકોની સંગતનો ફાયદો થશે.

વૃશ્ચિક
આજે તમે કોઈ નિર્ણય ન લો કે ન તો કોઈ તારણ કાઢો. સ્વભાવમાં ઉગ્રતા કે થોડી સમસ્યાનો અંદાજ રહેશે. પૈસા અને અન્ય મામલે ફાયદાકારક દિવસ છે. માનસિક રીતે સક્રિય રહેશો. કામકાજમાં સુધારનો દિવસ છે. બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે. સાથીઓની મદદ મળશે.

ધન
આજે તમે બીજાની વાત સાંભળવામાં ધ્યાન રાખો. પાર્ટનર સાથે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. તમે તમારા મૌલિક વિચારોનો ઉપયોગ કરશો તો વધુ સફળ થશો. મોટાભાગની સમસ્યાઓનું સમાધન પણ નવા પ્રકારે નીકળી શકે છે. મહેનતથી ધનલાભ થશે. વધારાનું કામ તમારા માટે ફાયદાકારક થઈ શકે છે.

મકર
તમારા અંગત નિયમ અને સિદ્ધાંતોને મુદ્દા બનાવીને કોઈ વાત પર ન અડો. પૈસાની સ્થિતિને લઈને ફાલતુ ટેન્શન થઈ શકે છે. જૂના મામલામાં અણબન ખતમ થશે. તમે કોઈ સારા સમાચારની રાહ જોશો. જે તક મળે તેનો તમે ફાયદો ઉઠાવી શકો છો. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે.

કુંભ
શારીરિક સમસ્યાઓ ખતમ થશે. બિઝનેસમાં સારી સ્થિતિ સર્જાશે. કોશિશ કરશો તો અટવાયેલા નાણા પરત મળશે. પરેશાનીમાં પોતાની જાતને સંભાળો. વિવાદથી દૂર રહો. કેટલાક વિવાદોમાં સમાધાન થઈ શકે છે. નવા ધંધાની રૂપરેખા તૈયાર થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે.

મીન
પરિવાર સાથે સમય પસાર કરવાથી આનંદ થશે. નાણાકીય મામલે તણાવ ઓછો થશે. સકારાત્મક દિશામાં આગળ વધવાની કોશિશ કરો. કોઈ જૂનો નાણાકીય મામલો ઉકેલવાની કોશિશ કરી શકો છો. બિઝનેસ સંબંધિત મુસાફરી થઈ શકે છે. વિવાહ યોગ્ય લોકોનો પ્રસ્તાવ મળી શકે છે.