ગુજરાતમાં PM મોદીનું આગમન, કેવડિયામાં સેનાના જવાનોનું મનોબળ વધારતું સંબોધન કરશે

ગુજરાતમાં PM મોદીનું આગમન, કેવડિયામાં સેનાના જવાનોનું મનોબળ વધારતું સંબોધન કરશે
  • નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ દિલ્હી બહાર યોજવા પર ભાર મૂક્યો હતો
  • આ વર્ષે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સાંનિધ્યમાં કોન્ફરન્સ યોજાઈ છે
  • ZEE 24 કલાક પ્રધાનમંત્રી મોદીના ગુજરાત કાર્યક્રમની પળપળની ખબર સૌથી પહેલા આપને બતાવી રહ્યું છે

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે. હવે પ્રધાનમંત્રી મોદી (Narendra Modi)  એરફોર્સના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ બપોરે સાડા ત્રણ કલાકે કેવડિયા (kevadia) થી અમદાવાદ માટે રવાના થશે. અને સાડા ચાર કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે. ત્રણેય સેનાના ટોપ કમાન્ડર્સને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. 

પ્રધાનમંત્રી મોદી જવાનોનું મનોબળ વધારતું સંબોધન કરશે
ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ (all india defence conference) માં ભાગ લેવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ ગઈકાલે જ કેવડિયા પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી (PM Modi) ના કાર્યક્રમને પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નર્મદાના કેવડિયા ખાતે યોજાયેલ ડિફેન્સ કોન્ફરન્સનો આજે ત્રીજો દિવસ છે, જેમાં PM મોદી JCO અને સેનાના જવાનોના એક સેશનને સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં ટોપ મિલિટ્રી લીડરશિપની કોન્ફરન્સને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી જવાનોનું મનોબળ વધારતું સંબોધન કરશે. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ આ કોન્ફરન્સ દિલ્હી બહાર યોજવા પર ભાર મૂક્યો હતો. અગાઉ કોન્ફરન્સ એકવાર INS વિક્રમાદિત્ય પર કોન્ફરન્સ યોજાઈ હતી. દેહરાદૂનની સૈન્ય એકેડેમી અને જોધપુરના એરબેઝ પર પણ કોન્ફરન્સ યોજાઈ હતી. પરંતુ આ વર્ષે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સાંનિધ્યમાં યોજાઈ છે. 

કેવડિયામાં બનશે અંડર વોટર હોટલ 
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રધાનમંત્રી મોદી કેવડિયા (kevadiya) માં નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવશે. જેમાં PM મોદી એરપોર્ટ અને અંડર વોટર હોટેલનું ભૂમિપૂજન કરી શકે છે. તો બીજી તરફ, કેવડિયાને એરપોર્ટ પણ મળવાનું છે. અદ્યતન એરપોર્ટથી કેવડિયાની કનેક્ટિવિટી વધશે. તો સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) આવનારા મુસાફરોને અંડર વોટર હોટલ (underwater hotel) નુ નવુ નજરાણુ મળશે. આ સાથે કેવડિયા વર્લ્ડ બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. 

હીરા બાને મળવાની શક્યતા નહિવત 
ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી હંમેશા તેમના માતા હીરા બાને મળતા હોય છે. જોકે, તેમની આજની મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરા બાને ત્યાં સવારે આવવાની શક્યતા નહિવત્ દેખાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા કેવડિયા હેલિકોપ્ટર માર્ગે જશે. જોકે, તેમની મુલાકાતની શક્યતાને પગલે હીરા બાના ગાંધીનગર રાયસણ સ્થિત વૃંદાવન બંગલોઝમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news