રાશિફળ 9 જુલાઈ: 'આ' રાશિના જાતકો આજે જીવનસાથીનો ફોટો પર્સમાં રાખે, ભાગ્ય ચમકી જશે

રાશિફળ 9 જુલાઈ: 'આ' રાશિના જાતકો આજે જીવનસાથીનો ફોટો પર્સમાં રાખે, ભાગ્ય ચમકી જશે

રાશી ભવિષ્ય (9-7-2018)

આજનું પંચાંગ

તારીખ 9 જુલાઈ, 2018 સોમવાર
માસ જેઠ વદ એકાદશી (યોગીની એકાદશી)
નક્ષત્ર ભરણી
યોગ શૂલ
ચંદ્ર રાશી મેષ
અક્ષર અલઈ

મેષ (અલઈ)

  • પ્રણયજનોને આનંદના સમાચાર છે.. શક્યછે સવારના સમયે જ મુલાકાત થાય. ફોન દ્વારા વાત પણ થઈ શકે છે.
  • સુખ સ્થાનમાં વધારો થઈ શકે છે.
  • કોઈ ધાર્મિક પ્રતિભા સાથે પણ મળવાના યોગ છે.

વૃષભ (બવઉ)

  • ઘરમાં સુખ-સગવડમાં વધારો થાય.
  • જો ઘર વેચવાનું હોય તો તે શક્યતા છે.
  • આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સુધારા પર આવે
  • સંધ્યા સમયે ધનલાભ થતો જણાય છે.

મિથુન (કછઘ)

  • અભિનય ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે શુભ
  • નવી તક મળે. તેમનું કાર્ય વખણાય.
  • જૂના સંબંધો તાજા પણ થાય. વર્ષો પહેલા જે વાત અટકી હોય તે આજે પુનઃ વેગ પકડે તેવું બને.

કર્ક (ડહ)

  • આજે જ્વેલરી ક્ષેત્રે, ફેશન ડિઝાઈન ક્ષેત્રે, તેમજ અન્ય તમામ
  • જાતકો માટે સાનુકૂળતા સર્જાઈ છે.
  • કુટુંબમાં આજે આનંદનું વાતાવરણ રહે.
  • આજે ગીત-સંગીત સહજ રીતે મુખમાંથી સરી પડે.

સિંહ (મટ)

  • આજે કોઈ ધાર્મિકપૂજામાં રુચિ જણાય છે.
  • જ્યોતિષ મિત્રોને આજે વિશેષ સાનુકૂળતા.
  • ઘરમાં તમને સુખ જણાય નહીં.

કન્યા (પઠણ)

  • મુસાફરીની શક્યતા દેખાય છે.
  • દરિયાની નજીક આપની મુસાફરી હોય તેવું બને.
  • લાભપ્રદ દિવસ અવશ્ય છે.
  • વૈભવી દિવસ વીતે તેવા યોગ પણ ગોઠવાયા છે.

તુલા (રત)

  • કાર્યમાં સરળતા રહે.
  • તમારો પથ તમને સરળ લાગે.
  • ડાયાબીટીસના દર્દીઓએ આજે ખાસ જાળવવું.

વૃશ્ચિક (નય)

  • ગુસ્સા ઉપર કાબૂ રાખવાનો છે.
  • મન સ્થિર રહેશે તો આજે સુખનો દિવસ છે.
  • અટક્યા કાર્ય પૂરા કરવા માટે પ્રયત્ન કરજો.
  • સફળતા મળતી જણાય છે.

ધન (ભધફઢ)

  • લાકડાના વેપારીઓ, લેબર વર્ક સાથે જોડાયેલા જાતકોને આજે સાનુકૂળતા.
  • મોડી સાંજે વેપારી મિત્રોને સફળતા મળતી દેખાય છે.
  • દુકાનદારોને વિનંતી આજે બહુ વહેલા ઘરે ન પહોંચી જતા દુકાને બેસજો લાભ થશે.

મકર (ખજ)

  • આજે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.
  • પતિ-પત્ની આજે સાથે દર્શને જાય તેવું પણ દેખાય છે.
  • અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે.

કુંભ (ગશષસ)

  • નોકરી કરતા જાતકોએ આજે ઉશ્કેરાટથી દૂર રહેવું.
  • મુસાફરી દરમિયાન તકરાર થઈ શકે છે. ચેતજો.
  • જીવનસાથીનો ફોટો આજે પાકીટમાં ખાસ રાખજો. ભાગ્ય સાથ આપશે.

મિન (દચઝથ)

  • આજે તમારા સંબંધો કામ કરશે.
  • તમારું પ્રિય પાત્ર આજે તમારા વખાણ કરે.
  • આજે વિઘ્ન આવશે પણ ઉકલી જશે. મેં જણાવ્યું કે આજે તમારા સંબંધો કામ કરશે. તે સંબંધો તમારી વ્હારે આવશે.

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news