જ્યાં આંગળી કાપી દેવાની આપી હતી ધમકી, તે નક્સલ વિસ્તારમાં દંતેવાડામાં પડ્યા ઢગલાબંધ વોટ
દંતેવાડા સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. અહીંના કિડરીરાસમાં નક્સલીઓએ ઈલેક્શનનો બહિષ્કાર કર્યો હતો અને લોકોને વોટ ન આપવા માટે ડરાવ્યા હતા. નક્સલ પ્રભાવિત અન્ય બે વિસ્તારોમાં પણ મતદાતાઓની વચ્ચે ઉત્સાહ જોવા મળ્યો હતો
Trending Photos
છત્તીસગઢના વિધાનસભા ઈલેક્શનના પહેલા ચરણનું મતદાન ગઈકાલે 12 નવેમ્બરના રોજ ભારે સુરક્ષાની વચ્ચે પૂરુ થયું. આ ઈલેક્શનમાં લગભગ 70 ટકા મતદાન રેકોર્ડ થયું હતું. આ વચ્ચે દંતેવાડામાં નક્સલી ધમકીઓની વચ્ચે પણ લોકો વોટ આપવા નીકળ્યા હતા. દંતેવાડાના મડેંડા ગામના લોકોને નક્સલીઓએ ધમકી આપી હતી કે, જો તેમની આંગળી પર સહીના નિશાન દેખાય છે તો તેને કાપી દેવામાં આવશે. આ ચેતવણી છતાં 263 મતદાતા વોટ આપવા માટે સેન્ટર પહોંચ્યા હતા.
એએનઆઈ મુજબ, દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ મતદાનને રોકવા માટે બારુદ સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. રાજ્યના નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં મતદાન થવાના કારણે સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા હતા. તેમજ સુરક્ષા દળના લગભગ સવા લાખ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પહેલા ચરણમાં 18 સીટ માટે મતદાન થયું હતું.
દંતેવાડા સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. અહીંના કિડરીરાસમાં નક્સલીઓએ ઈલેક્શનનો બહિષ્કાર કર્યો હતો અને લોકોને વોટ ન આપવા માટે ડરાવ્યા હતા. નક્સલ પ્રભાવિત અન્ય બે વિસ્તારોમાં પણ મતદાતાઓની વચ્ચે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુન્ના, કુન્દનપાલા, આરગટ્ટા જેવા વિસ્તારોમાં મતદાન કેન્દ્રોમાં લાંબી લાઈન લાગી હતી. અહીં સરકાર દ્વારા ચલાવવામા આવતા નક્સલીઓના વિરુદ્ધનું સ્વીપ અભિયાનને મોટાપાયે પ્રોત્સાહન મળ્યું છે.
નક્સલ પ્રભાવિત સુકમાના દોરનાપલના એક મતદાન કેન્દ્રમાં 100 વર્ષીય વૃદ્ધ મહિલા ખુદ ચાલીને મતદાન કરવા પહોંચ્યા હતા. તેનાથી અન્ય લોકોનો પણ ઉત્સાહ વધ્યો હતો. છત્તીસગઢમાં બીજા ચરણ માટે 20 નવેમ્બરના રોજ વોટ નાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે