VIDEO: આ સેંકડો વર્ષ જૂના મંદિરમાં જોવા મળે છે ગજબની દૈવીશક્તિ, દૂર દૂરથી આવે છે લોકો

જિલ્લા મુખ્યાલયથી લગભગ 28 કિલોમીટર દૂર પાંચલી ગામ આવેલું છે. અહીં મગરી પર શ્રી નાકોડા ભૈરવ અને દેવનારાયણજીનું દેવસ્થાન શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિરમાં વર્ષોથી અડધા તેલ અને અડધા પાણીને ભેળવીને અખંડ દીપકની જ્યોતિ જલાવવામાં આવે છે. જે સતત પ્રજ્વલિત રહે છે. મોટી સંખ્યામાં આસપાસના જ નહીં પરંતુ દૂરના અને મધ્ય પ્રદેશ તથા અન્ય રાજ્યોથી હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પોતાની મનોકામનાઓ લઈને આવે છે. 
VIDEO: આ સેંકડો વર્ષ જૂના મંદિરમાં જોવા મળે છે ગજબની દૈવીશક્તિ, દૂર દૂરથી આવે છે લોકો

ચિતૌડગઢ: જિલ્લા મુખ્યાલયથી લગભગ 28 કિલોમીટર દૂર પાંચલી ગામ આવેલું છે. અહીં મગરી પર શ્રી નાકોડા ભૈરવ અને દેવનારાયણજીનું દેવસ્થાન શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિરમાં વર્ષોથી અડધા તેલ અને અડધા પાણીને ભેળવીને અખંડ દીપકની જ્યોતિ જલાવવામાં આવે છે. જે સતત પ્રજ્વલિત રહે છે. મોટી સંખ્યામાં આસપાસના જ નહીં પરંતુ દૂરના અને મધ્ય પ્રદેશ તથા અન્ય રાજ્યોથી હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પોતાની મનોકામનાઓ લઈને આવે છે. 

મહારાજની નેતાવલ નજીક એક ટેકરી પર ગ્રામ પાચલીમાં શ્રી નાકોડા દેવનારાયણ મંદિર છે. કહેવાય છે કે સેંકડો વર્ષ પૂર્વ નાકોડા ભૈરવ અહીં ભ્રમણ પર આવ્યાં હતાં અને આ સ્થાન પર નાકોડા ભૈરવ તથા દેવનારાયણજીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું. 

શરૂઆતમાં અહીં શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્તિ માટે દેવી શક્તિના જણાવ્યાં મુજબ પાણીની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી. ત્યારબાદ અહીં સતત અડધા તેલ અને અડધા પાણીને ભેળવીને અખંડ દીપકની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે. 

મંદિરમાં દર રવિવારે સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. આ ઉપરાંત પ્રતિદિન અહીં દર્શનાર્થીઓનું આગમન થતું રહે છે. મંદિરમાં જ શ્રી નાકોડા દેવનારાયણજીની ચોકી લાગે છે અને મનોકામના લઈને આવનારાઓની ફરિયાદ સાંભળીને તેમની કામના પૂર્તિના આશીર્વાદ આપવામાં આવે છે. 

જુઓ Video

આ સ્થાન પર દૈહિક, દેવિક અને ભૌતિક કષ્ટોનું નિવારણ થઈ રહ્યું છે. સ્થળ પર ઉપસ્થિત વિભિન્ન સ્થાનોથી આવેલા શ્રદ્ધાળુઓએ પોત પોતાના અનુભવો બતાવતા કહ્યું કે તેઓ અહીં આવીને પોતાને ધન્ય માને છે. 

મંદિર પર ગામના જ ભોપાજી હેમરાજ ગુર્જર પૂજા અર્ચના કરે છે તથા અહીં ચોકી પર આગંતુકોની જિજ્ઞાસાઓ અને સમસ્યાઓના સમાધાન કરાય છે. પ્રતિ વર્ષની અશ્વિન અને ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી નવરાત્રિનું અનુષ્ઠાન પણ થાય છે. મંદિર પર વિભિન્ન અસાધ્ય રોગોથી પીડિત અને વિભિન્ન સાંસારિક વિધ્નોથી પરેશાન દર્દી અહીં આવીને પોતાના કષ્ટોથી મળેલી મુક્તિના કિસ્સા ગણાવતા સ્થાનનો મહિમા કરીને પોતાને ધન્ય મહેસૂસ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news